અમદાવાદઃ પૈસાની જરૂર હોવાથી ડિસમિસ લઇને પહોંચ્યો ATMમાં, મશીન તોડવાનો પ્રયાસ કર્યો
Updated: January 20, 2021, 11:44 PM IST
પકડાયેલા આરોપીની તસવીર
આરોપી પાંચેક દિવસ પહેલા તેને પૈસાની જરૂર હોવાથી સવારે પાંચેક વાગ્યાની આસપાસ ડ્રાઇવ ઇન રોડ પર ફરી રહ્યો હતો.
અમદાવાદઃ શહેરમાં એ ટી એમ મશીનમાં (ATM) ચોરીના અનેક બનાવો સામે આવ્યા છે. છતાંય બેંક સંચાલકો છે કે જે સુધરવાનું નામ નથી લઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. લોકોના લાખ્ખો રૂપિયા રામભરોસે જોવા મળે છે. અનેક બનાવો બાદ પણ બેંક સંચાલકો એ ટી એમ સેન્ટર પર સિક્યુરિટી ગાર્ડ રાખવાનુ નામ લઈ રહ્યા નથી. કેટલાક દિવસ અગાઉ શહેર ના વસ્ત્રાપુર વિસ્તારમાં એ ટી એમ મશીનમાં ચોરીનો પ્રયાસ થયો હતો. જે ગુનામાં ક્રાઇમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી છે.
મળતી માહિતી પ્રમાણે શહેરના વસ્ત્રાપુરના ડ્રાઇવ ઇન રોડ પર આવેલ એસ બી આઈના એ ટી એમમાં ચોરી નો પ્રયાસ થયો હતો. જેમાં ક્રાઇમ બ્રાન્ચ એ નારણપુરાના રહેવાસી કપિલ પંચાલ નામના આરોપીની ધરપકડ કરી છે.
આરોપીની પૂછપરછમાં બહાર આવ્યું છે કે આરોપી પાંચેક દિવસ પહેલા તેને પૈસાની જરૂર હોવાથી સવારે પાંચેક વાગ્યાની આસપાસ ડ્રાઇવ ઇન રોડ પર ફરી રહ્યો હતો. આ દરમિયાન ડ્રાઈવ ઇન રોડ પર આવેલ એસબીઆઈના એ ટી એમ પર સિક્યુરિટી ગાર્ડના હોવાથી તેના એક્ટિવામાં રહેલ ડિસમિસ લઇને ચોરી કરવાના ઇરાદે પહોંચ્યો હતો.
અને મશીન તોડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે સમય વધુ થઈ જતા કોઈ આવી જશે તેવા ડર થી તે જતો રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઠંડી ની મોસમ અને સિક્યુરિટી ગાર્ડ વગરના રામભરોસે રહેલા એ ટી એમ મશીન તસ્કરો માટે મોકળું. મેદાન બની ગયા હોય તેમ લાગી રહ્યું છે.
આરોપી એઆયોજનબદ્ધ રીતે મશીન તોડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સદ્દનસીબે મશીન તૂટતા તસ્કર વિલા મોઢે પરત ફર્યો હતો. હાલ માં પોલીસ એ આરોપી ની પૂછપરછ શરૂ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
Published by:
ankit patel
First published:
January 20, 2021, 11:44 PM IST