અમદાવાદઃ corona વચ્ચે જાહેરમાં બર્થડે સેલિબ્રેશન, ફોડ્યા ફટાકડા, પોલીસ આવતા જ મચી ગઈ નાસભાગ


Updated: September 6, 2020, 5:01 PM IST
અમદાવાદઃ corona વચ્ચે જાહેરમાં બર્થડે સેલિબ્રેશન, ફોડ્યા ફટાકડા, પોલીસ આવતા જ મચી ગઈ નાસભાગ
પ્રતિકાત્મક તસવીર

વસ્ત્રાલ વિસ્તારમાં દસથી વધુ લોકો જન્મદિવસની ઉજવણી રોડ ઉપર કરતા જ પોલીસે કાર્યવાહી કરી છે.

  • Share this:
અમદાવાદ: કોરોના વાયરસની મહામારી (coronavirus pandemic) સમયે જાહેરમાં કોઈપણ પ્રકારની ઉજવણી કરવા ઉપર પ્રતિબંધ છે. છતાં કેટલાક લોકો સુધરવાનું નામ લેતા નથી. કોરોના સમયમાં પણ જાહેર જન્મદિવસની (birthday celebration) ઉજવણી થતી હોવાની કેટલીક ઘટનાઓ સામે આવી હતી. ત્યારે વધુ એક ઘટના અમદાવાદના (Ahmedabad vastral) વસ્ત્રાલ વિસ્તરામાં સામે આવી છે.

વસ્ત્રાલ વિસ્તારમાં દસથી વધુ લોકો જન્મદિવસની ઉજવણી રોડ ઉપર કરતા જ પોલીસે કાર્યવાહી કરી છે. મહામારી ચાલતી હોવા છતાંય લોકો ભેગા મળીને સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર અને માસ્ક પહેર્યા વગર ઉજવણી કરતા હતા. પોલીસ ત્યાં પહોંચતા જ લોકો ભાગી ગયા જોકે એક વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે.

રામોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો સ્ટાફ પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો.  તે સમયે શહેર પોલીસ કંટ્રોલરૂમ તરફથી એક મેસેજ મળ્યો હતો. જે મેસેજમાં નિરાંત ચોકડી પાસે કેટલાક લોકો ફટાકડા ફોડતા હોવાનો મેસેજ મળ્યો હતો. જેથી પીસીઆર વાન ઘટનાસ્થળે પહોંચી હતી.

આ પણ વાંચોઃ-દુઃખદ ઘટના! Online ક્લાસમાં મહિલા પ્રોફેસરની તબીયત લથડી, વિદ્યાર્થીઓ સામે જ coronaથી થયું મોત

આ પણ વાંચોઃ-સુરતના ડોક્ટરની કરતૂત, પહેલા લગ્ન છૂપાવી કર્યા બીજા લગ્ન, બાળકી સાથે બીજી પત્નીને તરછોડી

તે સમયે એક શોપિંગ સેન્ટર પાસે કેટલાક લોકો લાકડાના ટેબલ પર કેક મૂકીને સોશિયલ ડિસ્ટન્સ વગર તેમજ મોઢા પર માસ્ક પહેર્યા વગર એકબીજાની નજીક ઉભા રહીને ચિચિયારીઓ પાડતા હતા.આ પણ વાંચોઃ-સતત 20 વર્ષથી લડતા 65 વર્ષના 'દાદા' જમીન અંગે ન્યાય માટે સાઈકલ ઉપર ગીર સોમનાથથી ગાંધીનગર જવા નીકળ્યા

પોલીસે પહોંચીને તપાસ કરી હતી. પોલીસ પહોંચે ત્યાં જ તમામ લોકો અહીંયા થી ભાગી ગયા હતા જો કે એક વ્યક્તિ પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. નીરજ માલીવાડ નામનો વ્યક્તિ પોલીસના હાથમાં આવી જતા તેને પૂછપરછ કરી હતી.

પૂછપરછમાં સામે આવ્યું કે તેના મિત્ર યશનો જન્મદિવસ હોવાથી તમામ લોકો જન્મદિવસની ઉજવણી કરતા હતા. જોકે જન્મદિવસની ઉજવણી કરવાની સાથે 10થી વધુ લોકો ફટાકડા પણ ફોડતા હોવાથી પોલીસે જાહેરનામાના ભંગનો ગુનો નોંધી એક વ્યક્તિની ધરપકડ કરી છે. જ્યારે ફરાર તમામ લોકોને શોધખોળ હાથ ધરી છે.
Published by: ankit patel
First published: September 6, 2020, 4:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading