અમદાવાદ : પ્રતિબંધ છતાં ટ્યૂશન આપતા સંચાલકો- શિક્ષકોની ખેર નથી, એક્શન પ્લાન ઘડાયો


Updated: September 9, 2020, 2:00 PM IST
અમદાવાદ : પ્રતિબંધ છતાં ટ્યૂશન આપતા સંચાલકો- શિક્ષકોની ખેર નથી, એક્શન પ્લાન ઘડાયો
અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનો સપાટો, ટ્યૂશન કરનાર શિક્ષકો ચેતજો

શું પ્રતિબંધ હોવા છતા ટ્યૂશન ક્લાસ શરૂ કરનારા શિક્ષકો-સંચાલકો પર કાર્યવાહી થવી જોઈએ? જાણો શું છે શિક્ષણ કચેરીનો પ્લાન, આપના મંતવ્યો પણ આપો

  • Share this:
અમદાવાદ : કોરોના ને લઈ ટ્યુશન કલાસીસ (coaching class) બંધ છે તેમ છતાં વિદ્યાર્થીઓ ને ક્લાસીસમાં બોલાવી કલાસ ચલાવતા શિક્ષકો ચેતજો.વિદ્યાર્થીઓને જીવન જોલખમે ક્લાસીસ માં બોલાવી ટ્યુશન (Tuition) આપતા ક્લાસીસ સંચાલકો અને  શિક્ષકોની ખેર નથી. આવા ક્લાસીસ સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા એક્સન પ્લાન ઘડ્યો છે. એકતરફ કોરોના કાળ ચાલી રહ્યો છે અને શાળાઓ માં શિક્ષણ કાર્ય બંધ છે તેવામાં કોરોનાની (Corona virus effect) આડમાં સરકારી શિક્ષકો ગ્રૂપ ટ્યુશન કરી રહ્યા હોવાની ફરિયાદો અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીને (DEO Ahmedabad) મળી છે. સાથે જ ટયુશન ક્લાસીસ સંચાલકો પણ કલાસ શરૂ કરી વિદ્યાર્થીઓને બોલાવી રહ્યા હોવાનું ધ્યાને આવતા અધિકારીઓ દ્વારા ક્લાસીસ ઓ સામે કાર્યવાહી કરવાનો એક્શન પ્લાન ઘડ્યો છે. અને ઝોન વાઈઝ અધિકારીઓ ની ટિમ બનાવી તપાસ શરૂ કરાઇ છે.

આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ના સુપરિટેડેન્ટ ભરતસિંહ ઝાલા એ જણાવ્યું છે કે હાલ શાળાઓ બંધ હોઈ ઓનલાઇન શિક્ષણ આપી અભ્યાસક્રમ ચલાવવામાં આવી રહ્યો છે પણ કોઈ વિદ્યાર્થીઓ ને શાળામાં બોલાવી શિક્ષણ આપવાની પણ હાલ મનાઈ ફરમાવવા આવી છે તેવામાં ટયુશન કલાસિસ શરૂ કરવાની કોઈ જ જાહેરાત કરાઈ નથી. તડમ છતાં જો કોઈ ક્લાસીસ સંચાલક આ પ્રકારે વિદ્યાર્થીઓ ને બોલાવી અભ્યાસ કરાવતો પકડાશે તો તેની સામે એપેડેમીક એકટ અન્વયે તો કાર્યવાહી કરાશે જ.

આ પણ વાંચો :  ભાવનગર : 'હું સહન કરી શકતી નથી, ગામના કૂવામાં પડીને જીવ આપું છું' શિક્ષિકાએ આપઘાત કર્યો

સાથે એ ટ્યુશન ક્લાસીસ સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના એસ્ટેટ વિભાગ દ્વારા પણ કાર્યવાહી કરવાની સૂચના  આપવામાં આવી છે. બીજીતરફ કેટલાક સરકારી શિક્ષકો પણ બાળકોને બોલાવી ગ્રૂપ ટ્યુશન આપી રહ્યા હોવાની ફરિયાદ પણ મળી છે. સરકારી શિક્ષકો આ પ્રકારે ટ્યુશન લઈ શકે નહીં.

જે નિયમો ના વિરુદ્ધ માં છે. ત્યારે શિક્ષકઓને પણ પરિપત્ર કરી સૂચના આપી દેવામાં આવી છે. આવા શિક્ષકો ટયુશન કરતા પકડાશે તો તેમની સામે કાયદેસરની અને  સરકારી નિયમ મુજબ ખાતાકીય કાર્યવાહી કરવામાં આવશે. મહત્વનું છે કે રાજ્ય ભરમાં 15 હજારથી વધુ ખાનગી કોચિંગ કલાસ છે.આ પણ વાંચો :

6 મહિનાથી ક્લાસિસ શરૂ નહીં થતા કેટલાક કોચિંગ કલાસ સંચાલકોએ ક્લાસીસ શરૂ કરવાની ચીમકી આપી હતી તે મુજબ કલાસીસ શરૂ કર્યાનું શિક્ષણ વિભાગ ના અધિકારી ઓના ધ્યાને આવ્યું છે જેને લઈ ને તંત્ર કાર્યવાહી કરવા હરકત માં આવ્યું છે.
Published by: Jay Mishra
First published: September 9, 2020, 2:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading