coronaનું વિઘ્ન છતાં JEE મેઈન્સમાં અમદાવાદની નિયતી મહેતા ગુજરાતની ગર્લ્સ બની ટોપર


Updated: September 12, 2020, 4:02 PM IST
coronaનું વિઘ્ન છતાં JEE મેઈન્સમાં અમદાવાદની નિયતી મહેતા ગુજરાતની ગર્લ્સ બની ટોપર
નિયતીની તસવીર

નિયતી રાજ્યની ગલર્સ ટોપર વિદ્યાર્થીની હોવાની સાથે ઓલ ઇન્ડિયા રેન્કમાં 120મું સ્થાન હાંસલ કર્યું છે.

  • Share this:
અમદાવાદ: કોરોના મહામારી વચ્ચે લેવાયેલી JEE મેઈન્સ પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. જેમાં રાજ્યની ટોપર વિદ્યાર્થીની નિયતી મહેતા સાથે ન્યૂઝ18 ગુજરાતી સાથે ખાસ વાતચીત કરી હતી. નિયતી રાજ્યની ગલર્સ ટોપર વિદ્યાર્થીની હોવાની સાથે ઓલ ઇન્ડિયા રેન્કમાં 120મુ સ્થાન હાંસલ કર્યું છે. નિયતી ની ઈચ્છા બોમ્બે IIT માં એન્જીયરીગ કરવાની છે.

અમદાવાદના મહેતા પરિવારમાં આજ ખુશીનો માહોલ છે કારણ કે પરિવારની દીકરી નિયતી મહેતાએ પ્રતિષ્ઠિત એન્જીનીયરીંગ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ માટે લેવાતી JEE મેઇન્સમાં બાજી મારી છે. JEE મેઈન્સના પરિણામમાં રાજ્યની ટોપર વિદ્યાર્થીની બનતા નિયતીની ખુશીનો પાર રહ્યો નથી.  નિયતી હવે JEE મેઈન્સ બાદ હવે 27 સપ્ટેમ્બરે લેવાનારી JEE એડવાન્સમાં પણ ટોપ કરવા માંગે છે.

નિયતીનું લક્ષ્યાંક JEE એડવાન્સમાં ટોપ કરી IIT બોમ્બેમાં પ્રવેશ લેવાનો છે. નિયતીએ માત્ર JEE મેઈન્સમાં ધાર્યું પરિણામ હાંસલ કર્યું છે તેવું નથી. નિયતી અગાઉ પણ અનેક સિદ્ધિ હાંસલ કરી ચુકી છે. તેણે ગુજરાત બોર્ડમાં અભ્યાસ કર્યો છે. ધોરણ 12 સાયન્સમાં પણ નિયતી એ 99.65 પરસેન્ટાઇલ હાંસલ કર્યા હતા. નિયતી એ 'કિશોર વૈજ્ઞાનિક પ્રોત્સાહન યોજના' માં ઓલ ઇન્ડિયા રેન્કિંગમાં 9મુ સ્થાન હાંસલ કર્યું હતું.

આ પણ વાંચોઃ-સુરતઃ 'દીકરાને પ્રેમથી બોલાવી લો, હું શોધવા નીકળીશ તો ટૂકડા કરી નાંખીશ', પ્રેમલગ્ન કરનાર યુવતીની માતાએ યુવકની માતાને આપી ધમકી

ઈન્ટરનેશનલ જુનિયર સાયન્સ ઓલિમ્પિયાડમાં નેધરલેન્ડ ગઈ હતી નિયતી, જ્યાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું તેમજ સિલ્વર મેડલ મેળવ્યો હતો. ઓસ્ટ્રેલિયામાં આયોજિત 'એશિયન ફિઝિક્સ ઓલિમ્પિયાડ'માં પણ ભાગ લીધો હતો. એટલું જ નહીં નિયતી ખેલ મહાકુંભમાં સ્ટેટ લેવલે ચેસ પણ રમી ચુકી છે. નિયતી ના પિતા ONGC માં ટેકનીકલ ડિપાર્ટમેન્ટ માં અધિકારી છે.

આ પણ વાંચોઃ-સુરતઃ ત્રણ ચોર ઝડપાયા, કારસ્તાન જાણીને પોલીસ પણ પેટ પકડીને હસી પડી હતીઆ પણ વાંચોઃ-55 વર્ષના વેવાઈને થયો વેવાણ સાથે પ્રેમ, ઘરના દાગીના અને વસ્તુઓ પ્રેમિકાને પહોંચાડી, પત્ની આપ્યા ત્રણ તલાક

નિયતી કહે છે કે મહેનત કરવાથી ધાર્યું પરિણામ મળે છે. ધોરણ 12 પહેલાથી જ મેં એન્જીયરીગ માં પ્રવેશ માટે JEE ની તૈયારીઓ શરૂ કરી હતી. આ વખતે ધોરણ 12ની પરીક્ષા બાદ કોરોનાનું વિઘ્ન આવ્યું હતું પણ બે વાર પરિક્ષા આપવા માનસિક રીતે તૈયાર થયા બાદ પરીક્ષા મોકૂફ રહી ત્યારે થોડી હતાશા જરુર થઈ હતી જોકે જેવી તૈયારી JEE મેઇન્સ માં છે તેવી તૈયારી ને તેવું પરિણામ JEE એડવાન્સ માં પણ આવશે.

મહ્ત્વનું છે કે કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે બેથી ત્રણ વાર મોકૂફ રહ્યા બાદ આખરે 1થી 6 સપ્ટેમ્બર સુધી પરીક્ષા લેવાઈ હતી. નિયમોના પાલન મામલે અનેક જગ્યાએ વિરોધ પણ કરવામાં આવ્યો હતો અને પરીક્ષા નહિ યોજવા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આખરે સોશિયલ ડિસ્ટન્સ સાથે અને પરીક્ષા કેન્દ્ર ને સેનિટાઈઝ કરવા સાથે 38 હજાર વિદ્યાર્થીઓ એ JEE પરીક્ષા આપી હતી.
Published by: ankit patel
First published: September 12, 2020, 3:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading