સોમવારથી ગુજરાતના ગામડાઓના 11 હજાર રૂટ ઉપર ST બસ ધમધમશે, મુસાફરોને આટલું રાખવું પડશે ધ્યાન


Updated: September 5, 2020, 7:08 PM IST
સોમવારથી ગુજરાતના ગામડાઓના 11 હજાર રૂટ ઉપર ST બસ ધમધમશે, મુસાફરોને આટલું રાખવું પડશે ધ્યાન
પ્રતિકાત્મક તસવીર

મુસાફરોની સુવિધામાં વધારો થાય અને સ્વાસ્થ્યની પણ સલામતી રહે તે માટે કંટકટર થર્મલ ગન આપવામાં આવી છે.

  • Share this:
અમદાવાદઃ કોરોના સમયમાં (coronavirus) રાજ્ય સરકારની મંજૂરી મેળવ્યા બાદ એસટી નિગમ (ST Nigam) દ્વારા સોમવારથી ગામડામાં એસટી બસ ચાલુ કરી દેવામાં આવશે. અનલોક એકથી (Unlock-1) ધીમે ધીમે એસટી બસનું (ST bus) સંચાલન ચાલુ કરી દેવામાં આવ્યું છે. પહેલા એક્સપ્રેસ બસ ત્યાર બાદ પ્રીમિયમ બસ સેવા અને હવે ગામડામાં ચાલતી લોકલ બસ સેવાને (Local bus service) ચાલુ કરવા માટે મંજૂરી આપી દેવામાં આવી છે.

ગામડામાં એસટી બસ રાત્રી રોકાણ કરતી હોય છે.અને સવારે ઉપડતી હોય છે. પરંતુ ગામડામાં ચાલતી બસમાં બેસતા પહેલા થર્મલ ગનથી સ્કેનિંગ કરવામાં આવશે. જેના કારણે તમામ કંડક્ટરને થર્મલ ગન આપવામાં આવશે.

એસટી નિગમના સચિવ કે ડી દેસાઈએ ન્યૂઝ18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે મુસાફરોની સુવિધામાં વધારો થાય અને સ્વાસ્થ્યની પણ સલામતી રહે તે માટે કંટકટર થર્મલ ગન આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ-બેલ વગર ચાલતી સુરેન્દ્રનગરની આ સરકારી સ્માર્ટ શાળાઃ ખાનગી સ્કૂલોને પણ ટક્કર મારે એવી છે સુવિધાઓ

જેના કારણે મુસાફર બસમાં બેસે તે પહેલાં કંડક્ટર થર્મલ ગનથી સ્કેનિંગ કરશે. અને ત્યાર બાદ જે મુસાફરનું શરીરનું તાપમાન સામાન્ય હશે તે જ પ્રવાસ કરવા દેવામાં આવશે. સોમવારથી ગામડામાં ચાલતી એસટી બસના 11010 રૂટ ઉપર 32000 જેટલી ટ્રીપોનું સંચાલન હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચોઃ-રસપ્રદ પ્રેમ કહાની! પતિના મોત બાદ દિયર સાથે થયો પ્રેમ, દિયર-ભાભીએ પોલીસ સ્ટેશનમાં કર્યા લગ્નઆ પણ વાંચોઃ-અમદાવાદઃ ઘરમાંથી ગાયબ હતા લાખ્ખો રૂપિયાના દાગીના, પતિએ પત્ની વિરુદ્ધ જ નોંધાવી ફરિયાદ

પહેલી ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધીમાં 30.60 લાખ કિલોમીટર પર 20131 ટ્રીપનું સંચાલન કરવામાં આવ્યું છે.અને અત્યાર સુધીમાં 43 ટકા ટ્રીપોનું સંચાલન કરવામાં આવ્યું છે.

તો અત્યાર સુધી દીવ દમણ સેલવાસ જતી બસનું ટુકાવવામાં આવી હતી. પરંતુ દીવ દમણ સેલવાસ ને જોડતું સંચાલન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.
Published by: ankit patel
First published: September 5, 2020, 7:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading