Coronavirus : રાજ્યમાં કોરોનાના કેસ વધતા આ શહેરોમાં 'જનતા લૉકડાઉન', વેપારીઓએ બજાર વધાવી

News18 Gujarati
Updated: September 14, 2020, 2:04 PM IST
Coronavirus : રાજ્યમાં કોરોનાના કેસ વધતા આ શહેરોમાં 'જનતા લૉકડાઉન', વેપારીઓએ બજાર વધાવી
રાજકોટ શહેરમાં બે બજારો બંધ થયા બાદ ત્રીજી બજાર પણ રવિવાર સુધી બંધ કરવાની જાહેરાત થઈ છે. (પ્રતિકાત્મક તસવીર)

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતા નાગરિકો સ્વયંભૂ લૉકડાઉન તરફ, રાજકોટમાં ત્રીજી મોટી બજારે બંધનું એલાન જાહેર કર્યુ

  • Share this:
અમદાવાદ : રાજ્યમાં સરકારે જ્યારથી આડકતરી રીતે તમામ વેપાર ધંધાને સો ટકા ખોલવાની મંજૂરી આપી ત્યારથી કેસ (Gujarat corona cases) વધવા લાગ્યા છે. જોકે, તેની સામે કોરોનાના દર્દીનો ડિસ્ચાર્જ રેટ પણ વધ્યો છે. જોકે, આ બધાની વચ્ચે ગુજરાતના અનેક શહેરોમાં જનતા લૉકડાઉન (Lockdown in gujarat) જેવી સ્થિતિ સર્જાઈ છે. સોમવારે રાજકોટ(Rajkot), ગોંડલ (Gondal), ઉત્તર ગુજરાતના ખેડબ્રહ્મામાંથી (Khedbrhma) આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યારે દક્ષિણ ગુજરાતના માંગરોળમાં (Mangrol) ગઈકાલથી આ લૉકડાઉન શરૂ થયું છે. ત્યારે વેપારીઓ જાતે દુકાનો બંધ કરીને જનતા લૉકડાઉનના માર્ગે ફંટાયા છે.  વેપારીઓ વેપાર-ધંધાના નુકશાનીના ભોગે લોકોની સુખાકારીનું વિચારી રહ્યા છે અને સ્વયંભૂ લૉકડાઉનના માર્ગે જી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

રાજ્યના ક્યા શહેરોમાં લૉકડાઉન ક્યા રહેશે, બજારો બંધ જાણો 

રાજકોટ : રાજકોટ-સોની (Rajkot markets lockdown) બજાર અને દાણાપીઠ બાદ વધુ એક વેપારી એસોસિએશને લોકડાઉનની જાહેરાત કરી.દિવાનપરા કાપડ માર્કેટ આવતીકાલથી રવિવાર સુધી લોકડાઉનની જાહેરાત કરી.

સાબરકાંઠા : કોરોના કેસ વધતા ખેડબ્રહ્મા (Khedbrahma Lockdown) આજથી 7 દિવસ માટે બંધ. મેડીકલ, દૂધની દુકાન અને હોસ્પિટલો ચાલુ રહેશે, 5 દિવસથી કેસો વધતા લેવાયો નિર્ણય, વેપારી એસોસીએશને પાલિકા સાથે બેઠક બાદ લીધો નિર્ણય આજથી 7 દિવસ બાદ રહેશે બજાર બંધ.

આ પણ વાંચો :  કોરોનાના વધતા કહેર વચ્ચે, રાજ્યની શાળાઓ દિવાળી બાદ ખોલવાની સરકારની વિચારણા

ગોંડલ : ગોંડલમા (Gondal Lockdown) વકરેલા કોરોના કહેરનો ભારે ફફડાટ.ગોંડલ મા આવતીકાલ થી એક સપ્તાહ અડધો દિવસ નુ સ્વેચ્છીંક લોક્ડાઉન. સામાજિક સંસ્થા અને વેપારીઓએ તથા આગેવાનો એ લીધો નિર્ણય. પાલિકા અને યાર્ડ પણ આ લોકડાઉન મા જોડાશે.

માંગરોળ :  સુરતના માંગરોળ (Mangrol Lockdown) તાલુકાના માંગરોળ ગામમા સ્વયંભૂ 12 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો.
કોરોનાના વધતા સંક્રમણ ને કારણે ગામના લોકો દ્વારા જ સ્વયંભૂ બંધ રાખવામાં આવશે. સવારે 7 થી 11 વાગ્યા સુધી બજાર ખુલ્લું રહેશે.
11 વાગ્યા બાદ લોકો દ્વારા સ્વયંભૂ બજાર બંધ રાખવામાં આવશે.
માંગરોળ તાલુકામાં 496 જેટલા કોરોનાના કેશો નોંધાયા છે અને 18 લોકોના મૃત્યુ થયું છે.

આ પણ વાંચો :  સુરત : પ્રણય ત્રિકોણમાં યુવકની ચાકુના ઘા ઝીંકી કરપીણ હત્યા, પ્રેમ પ્રકરણમાં ખેલાયો ખૂની ખેલ

રવિવારે 1326 નવા કેસ નોંધાયા

દરમિયાન ગુજરાતમાં કોરોના વાયરસની (coronavirus) સ્થિતિ વધારે ખરાબ થતી જાય છે. આજે રવિવારે ગુજરાતમાં કોરોનાના (Gujarat corona update) 1326 નવા કેસ, આજના નવા કેસ સાથે રાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલા કોરોના પોઝિટિવ (corona positive case) કેસોની સંખ્યા વધીને 1,13,662 થઈ છે. આ સાથે સમગ્ર દેશમાં આજે કોરોનાના નવા દર્દીઓની સંખ્યાના મામલે ગુજરાત 19માં ક્રમે આવી ગયું છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણથી વધુ 15 લોકોએ જીવ ગુમાવ્યો રાજ્યમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક 3213 થયો છે.
Published by: Jay Mishra
First published: September 14, 2020, 2:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading