ગુજરાતમાં coronaનો કહેર યથાવતઃ વધુ 1335 લોકો કોરોના પોઝિટિવ સંક્રમિત, 14નાં મોત

News18 Gujarati
Updated: September 6, 2020, 8:55 PM IST
ગુજરાતમાં coronaનો કહેર યથાવતઃ વધુ 1335 લોકો કોરોના પોઝિટિવ સંક્રમિત, 14નાં મોત
પ્રતિકાત્મક તસવીર

અત્યારે 16,475 એક્ટિવ કેસ છે. છેલ્લા 24 કલાકમાં 14 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આમ રાજ્યાં કુલ મૃત્યુંઆંક 3108 થયો છે.

  • Share this:
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસનો (coronavirus) કહેર યથાવત રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 1335 વધુ લોકો કોરોના વાયરસથી (covid-19) સંક્રમિત થયા છે. આમ રાજ્યમાં કુલ કોરોના સંક્રમિતનો આંકડો 1,04,341 પહોંચ્યો છે. જ્યારે અત્યારે 16,475 એક્ટિવ કેસ છે. છેલ્લા 24 કલાકમાં 14 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આમ રાજ્યાં કુલ મૃત્યુંઆંક (Death toll) 3108 થયો છે.

આરોગ્ય વિભાગ દ્વારા આપેલી જાણકારી પ્રમાણે કોરોના વાયરસનું સંક્રમણ વધતું અટકાવવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. આજે રાજ્યમાં કુલ 72,561 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યની વસ્તીને ધ્યાનમાં લેતા પ્રતિદિન 116.32 ટેસ્ટ પ્રતિ મિલિયન જેટલા થવા પામે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 27,80,681 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આજે રવિવારે 1212 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. અત્યાર સુધીમાં કુલ 84,758 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. આમ સાજા થવાનો દર 81.23 ટકા છે.

સુરતમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 295 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 185 જયારે ગ્રામીણ વિસ્તારમાં 110 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 22605 પર પહોંચી છે, જયારે આજે 5 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 842 પર પહોંચ્યો છે, તેવામાં આજે 293 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

આ પણ વાંચોઃ-મોરબીના કુખ્યાત મુસ્તાક મીરની હત્યામાં ફરાર આરોપી હિતુભા બરોડાથી ઝડપાયો

રાજકોટમાં આજે વધુ 48 કેસ નોંધાયા છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 3713 થઈ છે. આ સાથે રાજકોટ જિલ્લામાં કોરોનાનો કુલ આંક 5449 પર પહોંચ્યો છે. રાજકોટમાં 699 દર્દી સારવાર હેઠળ છે. 664 કોવિડ કેર સેન્ટર અને 786 હોમ આઈસોલેશનમાં સારવાર હેઠળ છે.

આ પણ વાંચોઃ-લીંબડીના PSIની દબંગાઈ, દારુ પીવાના આરોપસર ત્રણ દલિત યુવકોને માર્યો ઢોર માર, ટાળાનો હંગામોઆ પણ વાંચોઃ-અમદાવાદનો હાઈટેક ચોર: youtube ઉપર કાર ચોરીના વીડિયા જોઈને MBAનો વિદ્યાર્થી બન્યો ચોર, મોંઘીદાટ કાર જ ચોરતો

વડોદરા શહેર અને જિલ્લામાં નવા 122 કેસ નોંધાતા કોરોના પોઝિટિવ કેસનો કુલ આંક વધીને 8795 ઉપર પહોંચ્યો છે. આ સાથે વધુ બે મોતથી શહેર જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 151 થયો છે.


વડોદરામાં આજે વધુ 176 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ 7285 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 1359 એક્ટિવ કેસ પૈકી 144 દર્દી ઓક્સિજન ઉપર અને 57 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 1158 દર્દીની હાલત સ્થિર છે.
Published by: ankit patel
First published: September 6, 2020, 8:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading