અમદાવાદઃ મહિલાએ જાણિતા ફિલ્મ ડાયરેક્ટરની પોલ ખુલ્લી પાડી, ફરિયાદ નોંધાવી, જાણો શું છે આખો મામલો


Updated: October 8, 2021, 5:24 PM IST
અમદાવાદઃ મહિલાએ જાણિતા ફિલ્મ ડાયરેક્ટરની પોલ ખુલ્લી પાડી, ફરિયાદ નોંધાવી, જાણો શું છે આખો મામલો
પ્રતિકાત્કમ તસવીર

Ahmedabad crime news: મહિલા જાતેજ ઇન્વેસ્ટિગેશન (Women's Self-Investigation) કરીને કારનો પતો લગાવ્યો હતો અને અંતે ડાયરેક્ટર યશ વિરૂદ્ધ ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં (vastrapur police station) નોંધાઇ છે.

  • Share this:
અમદાવાદ: ફિલ્મ ડાયરેક્ટર (Film director) તરીકે જાણીતા થયેલા યશ વૈધની ચિંટીગની પોલ એક મહિલાએ (Yash vaidhya fraud with woman) ખુલ્લી પાડી દીધી છે. હૈદરાબાદમાં (Hyderabad) વેબસીરીઝ (Webseries)બનાવવાની હોવાનું કહીને યશ વૈધે મહિલા પાસેથી ક્રેટા કાર લઇ ગયા જે કાર સમયસર પરત નહી આપતા ભાવનગરના (bhavnagar) એક વ્યકિતને વેચી દીધી હતી. મહિલા જાતેજ ઇન્વેસ્ટિગેશન કરીને કારનો પતો લગાવ્યો હતો અને અંતે ડાયરેક્ટર યશ વિરૂદ્ધ ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં (vastrapur police station) નોંધાઇ છે.

બોડકદેવ વિસ્તારમાં આવેલા સત્કાર એપાર્ટમેન્ટમાં રહેતા અને ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતા નીતાબેન શાહે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં યશ વૈધ નામના ફિલ્મ ડાયરેક્ટર વિરૂદ્ધ છેતરપિંડીની ફરિયાદ કરી છે. નીતાબેને વર્ષ 2018માં ક્રેટા કાર ખરીદી હતી. જેને ડાયરેક્ટર યશ વૈધે બારોબાર વેચી દીધી છે.

યશ વૈધ નીતાબેનને ઓળખતો હતો જેથી તેને હૈદરાબાદમાં વેબસીરીઝ બનાવવાની હોવાનું કહીને વીસ દીવસ માટે ક્રેટા કાર લઇ ગયો હતો. વીસ દીવસ બાદ નીતાબેને કાર પરત માંગી હતી.

જેથી બીજા દસ દિવસ કાર જોઇએ છે તેમ કહ્યુ હતું. કાર પરત નહી આપતા યશ વૈધે પોતાનો ફોન બંધ કરી દીધો હતો. જેથી નીતાબેને તેમના ડ્રાઇવર ચિરાગ ને ફોન કર્યો હતો. જો કે ચિરાગ એ અન્ય અકે ડ્રાઇવર કૌશિક નો નંબર ફરિયાદી ને આપ્યો હતો. જેની સાથે વાત કરતા તેણે જણાવ્યુ હતું કે યશ વૈધે તેમની કાર વેચી દીધી છે.

આ પણ વાંચોઃ-સુરતઃ તાલીબાની સજાનો live video, મોબાઈલ ચોરને લોકોએ રંગે હાથે પકડીને માર્યો ઢોર માર

ગત મહિને યશનો ફોન નીતાબેન ઉપર આવ્યો હતો જેમા તેમને જણાવ્યુ હતું કે મે તારી કાર ગીરવે મુકી છે હું મળીશ એટલે તમને બધી હકીકત જણાવીશ. નીતાબેનને શંકા જતા તેમને આરટીઓની એપ્લીકેશન ચેક કરી હતી જેમાં તેમને જાણવા મળ્યુ હતુંકે ક્રેટા કારનો વીમો ભરાયો છે.આ પણ વાંચોઃ-રાજકોટઃ પરિણીતાએ કર્યો આપઘાત, 15 મિનિટ પહેલા માતા-પિતાને કર્યો ફોન 'પપ્પા તમે અને મમ્મી ઘરે આવો'

નીતાબેન વીમા કંપનીમાં જઇને તપાસ કરી તો મુકેશ બ્રહ્મભટ્ટ નામના એજન્ટે વિમો ભર્યો છે. નીતાબેને મુકેશને ફોન કરીને પુછ્યુ તો તેમને જણાવ્યુ હતુંકે આ કાર ભાવનગરમાં રહેતા અલ્કેશભાઇ ભટ્ટના નામે ટ્રાન્સફર કરવાની છે.

આ પણ વાંચોઃ-વલસાડઃ મહિલાને માર મારતો live video, બાળક ચોરની આશંકાએ મહિલા ઉપર તૂટી પડ્યું લોકોનું ટોળું

નીતાબેને અલ્કેશભાઇને ફોન કરીને કાર બાબતે પુછ્યુ તો તેમને જણાવ્યુ કે યશ વૈધે આઠ લાખ રૂપિયામાં આ કાર મને નોટરી કરીને વેચી દીધી છે. યશ વૈધની પત્નિની આ કાર હતી અને તેમને જરૂર હતી જેના કારણે વેચી દીધી છે. નીતાબેને અલ્કેશભાઇને હકીકત જણાવી હતી અને આ કારની માલીક તે પોતે હોવાનું કહ્યુ હતું. અને તે યશ ની પત્ની નહિ મિત્ર છે. હાલમાં પોલીસ એ આ અંગે ફરિયાદ નોંધી ને વધુ તપાસ શરૂ કરી છે.
Published by: ankit patel
First published: October 8, 2021, 5:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading