GCCI ચુંટણીનું પરિણામ જાહેર, આત્મનિર્ભર પેનલનો સફાયો, પ્રગતિ પેનલનો વિજય


Updated: September 6, 2020, 10:12 PM IST
GCCI ચુંટણીનું પરિણામ જાહેર, આત્મનિર્ભર પેનલનો સફાયો, પ્રગતિ પેનલનો વિજય
વિજેતા ઉમેદવારોની તસવીર

કોરોના મહામારી વચ્ચે GCCIની ચૂંટણીમાં 53% મતદાન થયું હતું. આ માટે સિનિયર વાઈસ પ્રેસિડન્ટ માટે 2, વાઈસ પ્રેસિડન્ટ માટે 2, જનરલ કેટેગરી માટે 12, લાઈફ પેટ્રોન લોકલ માટે 3 જેટલા ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થયું છે.

  • Share this:
અમદાવાદઃ અત્યંત રસાકસી ભરી પરિસ્થિતિઓ ને અંતે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીનાં ઇલેક્શનનું પરિણામ (GCCI Election Result) આવી ગયું છે પ્રગતિ પેનલના ઉમેદવારોએ જીત મેળવી છે જ્યારે GCCIની ચૂંટણીમાં આત્મનિર્ભર પેનલનો સફાયો થઈ છે .

આત્મનિર્ભર પેનલનો એકપણ ઉમેદવાર નથી જીત્યો જ્યારે પ્રગતિ પેનલના ઉમેદવારોએ  બાઝી મારી છે.. પ્રગતિ પેનલના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ તરીકે હેમંત શાહ અને  વાઇસ પ્રેસિડેન્ટ તરીકે આઈ કે પટેલ ની વરણી કરવામાં આવી છે.. તો બીસીસીઆઇના પ્રમુખ તરીકે નટુભાઈ પટેલ પહેલેથીજ જાહેર થઈ ચૂકયા છે..

જીતેલા ઉમેદવારો ની યાદી પર કરી લો નજર

સિનિયર ઉપપ્રમુખની બેઠક પર પ્રગતિ પેનલના હેમંત શાહની જીત
ઉપપ્રમુખની બેwઠક પર પ્રગતિ કરી કે આઈ પટેલની જીતવવપેટ્રન લાઈફ મેમ્બર સ્થાનિક કેટેગરીની બે બેઠક પર પ્રગતિ પેનલના અનિલ જૈન અને હિતેન વસંતની જીત
પેટ્રન લાઈફ  કેટેગરીની એક બેઠક પર પ્રગતિ પેનલના સૌરીન પરીખની જીતબિઝનેસ એસોસિએશન સ્થાનિક કેટેગરીની બે બેઠક પર પ્રગતિ પેનલના ગૌરાંગ ભગત અને હરગોવિંદસિંહ રાજપૂતની જીત
બિઝનેસ એસોસિએશન બહારગામ કેટેગરીની એક બેઠક પર પ્રગતિ પેનલના અંબર પટેલની જીત
સામાન્ય વિભાગ સ્થાનિક કેટેગરીની 8 બેઠકો પર પ્રગતિ પેનલના ઉમેદવારોની જીત
અંકિત પટેલ ભુપેન્દ્ર પટેલચેતન શાહ મદનલાલ જયસ્વાલ પથિક પટવારી ઉદિત દિવેટિયા વિરંચી શાહ અજય પટેલ

આ પણ વાંચોઃ-અમદાવાદઃ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં ચૂંટણી અધિકારીની દાદાગીરી!, મીડિયાને કહ્યું 'ગેટ લોસ્ટ'

આ પણ વાંચોઃ-ગુજરાતમાં સૌ પ્રથમ રાજકોટમાં corona દર્દીના મૃતદેહની પેથોલોજીકલ ઓટોપ્સીનો પ્રારંભ, મૃતકના સગાની ઓળખ ગુપ્ત રખાશે

આ પણ વાંચોઃ-સતત 20 વર્ષથી લડતા 65 વર્ષના 'દાદા' જમીન અંગે ન્યાય માટે સાઈકલ ઉપર ગીર સોમનાથથી ગાંધીનગર જવા નીકળ્યા

ઉલ્લેખનીય છે કે,  ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની (GCCI) યોજાયેલી ચૂંટણીની (Election) મતગણતરી 12.30 વાગે શુરૂ કરવામાં આવી હતી. કોરોના મહામારી (Covid-19) વચ્ચે GCCIની ચૂંટણીમાં 53% મતદાન થયું હતું. આ માટે સિનિયર વાઈસ પ્રેસિડન્ટ માટે 2, વાઈસ પ્રેસિડન્ટ માટે 2, જનરલ કેટેગરી માટે 12, લાઈફ પેટ્રોન લોકલ માટે 3 જેટલા ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થયું છે.

કોરોના મહામારી (coronavirus) વચ્ચે 3172માંથી 1444 જેટલા મતદારો આવ્યા હતા.આત્મનિર્ભર પેનલ દ્વારા બેલેટ મતગણતરીમ વાંધો ઉઠાવાવામાં આવતા પરિણામમાં વિલંબ થયો હતો તો બીજી તરફ પડેલા બેલેટ અને કોમ્યુટરમાં સ્કેન થયેલા બેલેટમાં તફાવત હોવાનો દાવો કર્યો હતો.
Published by: ankit patel
First published: September 6, 2020, 10:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading