અમદાવાદ: મેમ્કો રેલ્વે ટ્રેક નજીક વિકૃત સળગેલી હાલતમાં 15-20 વર્ષીય યુવતીનો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા
Updated: December 1, 2020, 8:18 PM IST
પ્રતિકાત્મક તસવીર
પોલીસને આશંકા છે કે, હત્યા કર્યાં બાદ લાશનો નાશ કરવા માટે યુવતીનો મૃતદેહ સળગાવી દેવામાં આવ્યો છે.
અમદાવાદ: શહેરના મેમ્કો રેલ્વે ટ્રેક નજીકથી સળગવેલી હાલતમાં યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે. પોલીસને આશંકા છે કે, હત્યા કર્યાં બાદ લાશનો નાશ કરવા માટે યુવતીનો મૃતદેહ સળગાવી દેવામાં આવ્યો છે. મેઘાણીનગર પોલીસે આ મામલે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
મેઘાણી નગરમાં રહેતા રવી પરિહાર નામના વ્યક્તિએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, આજે સવારે તેઓ રામેશ્વર બ્રિજ નીચે અસારવા તરફ જતા રેલ્વે ટ્રેક પર જઈ રહ્યા હતા તે દરમિયાન તેમણે ટ્રેકની બાજુની જાળી ઓમાં કેટલાક લોકોનું ટોળું જોયું હતું. જેથી તેઓ ત્યાં પહોંચ્યા હતા અને જોયું તો સાઈબાબા સોસાયટીની દીવાલ પાસેની જાલીઓમાં એક સ્ત્રીની સલગાવેલી હાલતમાં મૃતદેહ પડ્યો હતો.
અમદાવાદ : 'તારો પતિ મારો છે ક્યારેય નહીં છોડું', પતિ પત્ની ઔર વોનો વિચિત્ર કિસ્સો
જે અંગેની જાણ પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યા હતો. પોલીસ ને આશંકા છે કે, યુવતી ની ઉંમર આશરે ૧૫ થી ૨૦ વર્ષ ની હોય શકે છે. અને કોઈ ઈસમ એ તેની કોઈ કારણોસર તેની હત્યા કર્યા બાદ લાશ નો નાશ કરવા માટે જ્વલનશીલ પદાર્થ નાખીને મૃતદેહને સળગાવી દીધો છે.
પાકિસ્તાની યુવતીને અમદાવાદના યુવાન સાથે Love થયો, રોકાઈ જ ગઈ, ફૂટયો ભાંડો
હાલમાં પોલીસે આ સમગ્ર મામલે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. જો કે પોલીસ એ પણ આશંકા છે કે, આરોપી કોઈ સ્થાનિક હોય શકે છે. જે આ વિસ્તારથી પરિચિત પણ હોઈ શકે છે. જો કે યુવતી કોણ છે અને ક્યાની રહેવાસી છે તે અંગે પણ વધુ તપાસ શરૂ કરી છે.
Published by:
kiran mehta
First published:
December 1, 2020, 8:18 PM IST