ગુજરાત કૉંગ્રેસનો PM મોદીને પત્ર: IIM સહિતની રાષ્ટ્રીય સંસ્થાના કેમ્પસમાં તત્કાલ મેડિકલ સેવા ઊભી કરવામા આવે


Updated: April 7, 2021, 12:00 PM IST
ગુજરાત કૉંગ્રેસનો PM મોદીને પત્ર: IIM સહિતની રાષ્ટ્રીય સંસ્થાના કેમ્પસમાં તત્કાલ મેડિકલ સેવા ઊભી કરવામા આવે
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્યપ્રવકતા ડૉ. મનિષ દોશીની ફાઇલ તસવીર

ગુજરાત કૉંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ પીએમ નરેન્દ્ર મોદીને સંબોધન કરતો પત્ર લખી તત્કાલ કેમ્પસમાં મેડિકલ સેવા ઉભી કરવા માંગ કરી છે. 

  • Share this:
અમદાવાદ (Ahmedabad) શહેરમાં કોરોના કેસ (corona cases) રોકટની ગતીએ વધી ગયા છે. ત્યારે સરકાર દ્વારા તબક્કાવાર અનેક પગલાઓ લેવામા આવી રહ્યા છે. પરંતુ હવે કોરોનાની ઝપેટમાં રાષ્ટીય શૈક્ષણિક સંસ્થાઓ પણ આવી ગઇ છે. વસ્ત્રાપુર ખાતે આવેલી IIMAના વિદ્યા્રથીઓ અને સ્ટાફ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય રાષ્ટ્રીય શૈક્ષણિક સંસ્થાઓમાં પણ કોરોનાના કેસ વધ્યા છે. જેથી ગુજરાત કૉંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ પીએમ નરેન્દ્ર મોદીને સંબોધન કરતો પત્ર લખી તત્કાલ કેમ્પસમાં મેડિકલ સેવા ઉભી કરવા માંગ કરી છે.

કૉંગ્રેસ પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ પીએમને પત્ર લખતા કહ્યું કે, કોરોના સંક્રમણ ફરી એક વખત ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિતના રાજ્યમાં મોટા પાયે ફેલાઈ રહ્યું છે. કોરોનાના ફેલાઈ રહેલા સંક્રમણ અંગે ખાસ કરીને IIM/ IIT / IIHT / IIFT / NID / IIIT / NIT / CEPT / GNLU / CUG સેન્ટ્રલ યુનિવર્સીટી / નેશનલ લો યુનિવર્સીટી સહિતની રાષ્ટ્રીય શૈક્ષણીક સંસ્થાના કેમ્પસમાં વિશેષ કાળજીની જરૂર છે. કારણ કે, રાષ્ટ્રિય શૈક્ષણીક સંસ્થાના કેમ્પસમાં વિવિધ રાજ્યોના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે અને હોસ્ટેલ બિલ્ડીંગ પણ કેમ્પસમાં જ હોય છે. જે રીતે ગુજરાતમાં ઈન્ડીયન ઈન્સ્ટીયુટ ઓફ મેનેજમેન્ટ (IIM) માં કોરોના વિસ્ફોટ થયો, મોટા પાયે સંક્રમણ ફેલાયુ તેનાથી અનેક વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી પણ કોરોના સંક્રમિત થયા. તે જ રીતે ઈન્ડીયન ઈસ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી (IIT) ગાંધીનગર કેમ્પસમાં પણ કોરોના સંક્રમણનો ભોગ વિદ્યાર્થીઓ બન્યા છે. જેનાથી, વિદ્યાર્થીઓમાં ડર અને ભય ફેલાયો છે. સાથોસાથ, જે તે રાજ્યના આ વિદ્યાર્થીઓના વાલીઓ પણ ભારે ચિંતામાં ગરકાવ થયા છે.

બાળકોને કોરોનાથી સંભાળજો: અમદાવાદમાં અઠવાડિયામાં ત્રણ બાળકોનાં મોત, 11 સારવાર હેઠળ

ત્યારે જે રાજ્યોમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે તે રાજ્યોના રાષ્ટ્રીય સંસ્થાના કેમ્પસમાં કોરોના સંક્રમણ રોકવા વિશેષ તકેદારી માટે સુચના આપવા અને જે તે કેમ્પસમાં જ તબીબી સારવાર જરૂરી ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા ઊપલબ્ધ થાય તેવી વિનંતી અને જરૂર પડે વિશેષ નેશનલ હેલ્પ લાઈન / ટ્રેકીંગ સીસ્ટમ શરૂ થાય તે આવકાર દાયક છે.

કોરોનાનો હાહાકાર: અમદાવાદની હૉસ્પિટલોમાં ઓક્સિજન સપ્લાયની માંગમાં 4 ગણો થયો વધારો
IIM / IIT / IIHT / IIFT / NID / IIIT / NIT / CEPT / GNLU / CUG જેવી રાષ્ટ્રીય શૈક્ષણીક સંસ્થાના કેમ્પસ સૌના માટે ગૌરવની બાબત છે. ત્યારે આ શૈક્ષણીક સંકુલમાં વિશેષ સાવચેતીના યોગ્ય પગલા ભરવા માટે પુનઃ વિનંતી કરૂ છું.
Published by: Kaushal Pancholi
First published: April 7, 2021, 11:42 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading