CM રૂપાણીએ ટ્વિટ કરી ખુલાસો કર્યો, 'મારા પુત્રના લગ્નનું મે મહિનામાં કોઈ આયોજન કરવામાં આવ્યું નથી'


Updated: April 7, 2021, 10:40 PM IST
CM રૂપાણીએ ટ્વિટ કરી ખુલાસો કર્યો, 'મારા પુત્રના લગ્નનું મે મહિનામાં કોઈ આયોજન કરવામાં આવ્યું નથી'
સીએમ વિજય રૂપાણી

સોશિયલ મિડીયામાં રહેવા મેસેજ ફરતા થયા હતા કે, વિજય રૂપાણીના પુત્રનુ મે મહિલામાં લગ્ન આવતું હોવાથી લોકડાઉના લગાવવામાં આવ્યું નથી

  • Share this:
અમદાવાદ : હાઈકોર્ટના સુચન બાદ રાજ્યમાં સરકાર દ્વારા લોકડાઉનની જાહેરાત કરવામાં આવશે તેવી વાતો વહેતી થઈ હતી. ગઇકાલે રાત્રે ગાંધીનગર ખાતે મળેલી હાઈલેવલ બેઠક બાદ મુખ્યમંત્રીએ 20 શહેરોમાં રાત્રી કરફ્યુ લગાવવાની જાહેરાત કરતાં લોકડાઉનની ચાલતી અટકળોનો અંત આવ્યો હતો.

પરંતુ ત્યા સોશિયલ મિડીયામાં રહેવા મેસેજ ફરતા થયા હતા કે, વિજય રૂપાણીના પુત્રનુ મે મહિલામાં લગ્ન આવતું હોવાથી લોકડાઉના લગાવવામાં આવ્યું નથી. ત્યારે આ બાબતે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વિટ કરી માહિતી આપી હતી કે, 'મારા પુત્રના લગ્નનું મે મહિનામાં કોઈ આયોજન કરવામાં આવ્યું નથી. સોશિયલ મીડિયામાં ચાલી રહેલા મેસેજ પાયા વિહોણા છે. લોકડાઉનની સરકારે જાહેરાત ન કરતાં કેટલાક લોકો દ્વારા સોશિયલ મિડીયામાં મેસેજ વાયરલ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચોદેશમાં કોરોનાની બીજી લહેરનો પ્રકોપ, કવચ બનશે નેટવર્ક 18-ફેડરલ બેંકનું સંજીવની અભિયાન

મેસેજમાં જણાવ્યા અનુસાર, મે મહિનામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના પુત્રનું લગ્ન હોવાના કારણે સરકારે લોકડાઉન કર્યું નથી. આ મેસેજ વાયુવેગે સમગ્ર રાજ્યમાં ફરી વળતાં આખરે આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વિટ કરવાની ફરજ પડી હતી.



આ પણ વાંચો - બેન્ક કર્મચારીઓ જશે હડતાળ પર, આ મહિનામાં 10 દિવસ બેન્ક બંધ રહેશે, જોઈલો તારીખો

રૂપાણી દ્વારા ટ્વિટ કરાયું છે કે, મારા દિકરાના લગ્ન મે મહિનામાં હોવાથી વાતો પાયા વિહોણી છે. આ પ્રકારનું કોઈ આયોજન ના પહેલેથી નિર્ધારિત હતું કે, ના મે મહિનામાં કોઈ આયોજન છે. આ માત્ર સોશિયલ મિડીયામાં વહેતા થયેલા ફેક ન્યુઝ છે. અત્યારે મારૂ અને મારી સરકારનું આયોજન ગુજરાતમાં કોરોના સંક્રમણને અટકાવવાનું છે. આમ ફેક ન્યુઝ દ્વારા કરવામાં આવી રહેલ અપપ્રચારનો સીએમના ટ્વિટ બાદ અંત આવ્યો છે. સાથે હવે આવા ભ્રામક મેસેજ કરતા લોકોથી પણ લોકોએ દૂર રહેવાની જરૂર છે.
Published by: kiran mehta
First published: April 7, 2021, 10:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading