અમદાવાદ : પત્નીની ભાભી સાથે જ પતિને પ્રેમ થતા થયા ફરાર, 44 દિવસે પાછા આવ્યા અને.....


Updated: September 28, 2021, 12:12 AM IST
અમદાવાદ : પત્નીની ભાભી સાથે જ પતિને પ્રેમ થતા થયા ફરાર, 44 દિવસે પાછા આવ્યા અને.....
માધુપુરા પોલીસ સ્ટેશન

Ahmedabad Crime News- મહિલાના પતિએ ચાર વર્ષથી બાંધ્યા હતા સાળાની પત્ની સાથે સંબંધ

  • Share this:
અમદાવાદ : શહેરમાં (Ahmedabad)પતિ પત્ની ઔર વો ના કિસ્સા વધી રહ્યા છે. આવો જ એક કિસ્સો શહેરના માધુપુરા પોલીસ સ્ટેશનના (Madhupura Police Station)ચોપડે નોંધાયો છે. જેમાં પતિએ અન્ય કોઈ સ્ત્રી સાથે નહીં પણ પોતાની પત્નીના ભાઈની પત્ની સાથે જ ચાર વર્ષથી પ્રેમ સંબંધ (Love affair)બાંધ્યા હતા. આ પ્રેમિકાને ઘરમાં લગ્ન કરી લાવવા પતિ પત્નીને ત્રાસ આપતો અને કાઢી મુકતો હતો. આશરે 44 દિવસ પહેલા મહિલાનો પતિ અને ભાઈની પત્ની ઘરેથી ભાગી ગયા હતાં. બાદમાં માધવપુરા પોલીસ મથકે ગઈકાલે હાજર થયા હતા. હાજર થતા જ આ મહિલા ત્યાં પહોંચી તો પતિએ છૂટું કરી દેવા ધમકી આપી અને જાનથી મારી નાખવાની પણ ધમકી આપતા મહિલાએ પોતાના પતિ સામે ફરિયાદ નોંધાવી છે.

શહેરના માધવપુરાના દુધેશ્વર ખાતે આવેલી એક કોલોનીમાં 30 વર્ષીય મહિલા 9 વર્ષના પુત્ર અને 5 વર્ષની પુત્રી તથા પતિ અને સાસુ સસરા સાથે રહે છે. વર્ષ 2011માં આ મહિલાના લગ્ન થયા હતાં. બાદમાં તે આ દુધેશ્વર ખાતે તેના સાસરે રહેવા આવી હતી. છેલ્લા ચારેક વર્ષથી મહિલાનો પતિ તેને નાની નાની બાબતોમાં બોલીને ઝઘડા કરી ત્રાસ આપતો હતો. મહિલાને જાણવા મળ્યું કે તેના મોટા ભાઈની પત્ની સાથે પતિને આડા સંબંધો હતા અને તેની સાથે લગ્ન કરવા તે મહિલાને માર મારી ઝઘડા કરતો હતો.

આ પણ વાંચો - સુરત : સગા ભાણેજે જ મામીના ફોટા ઉપર અપશબ્દો લખીને ઇન્સ્ટાગ્રામમાં વાયરલ કર્યા, જાણો કેમ

જ્યારે પતિ આ મહિલાને ઘરમાંથી મારમારી કાઢી મુકતો ત્યારે મહિલા તેના પિયરજનો અને સાસુ સસરાને ફરિયાદ કરતી હતી. ત્યારે આ તમામ લોકો સમાધાન કરાવી દેતા હતા. પણ મહિલાની ભાભી સાથે પતિને લગ્ન કરી ઘરમાં લાવવી હોવાથી તે મારમારી આ પ્રકારનો ત્રાસ આપતો હતો. ગત 14મી ઓગસ્ટના રોજ મહિલાનો પતિ નોકરીએ જવાનું કહી ઘરેથી નીકળ્યો પણ બાદમાં સાંજે તે પરત આવ્યો ન હતો. બીજી બાજુ મહિલાના ભાઈની પત્ની એટલે કે તેની ભાભી પણ ઘરેથી સવારથી ગુમ હતી. ભાભી ગુમ થવા બાબતે ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં જાણ કરાઈ હતી. જ્યાં મહિલાએ પણ માધવપુરા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.

ગત 26મીના રોજ મહિલાનો પતિ અને ભાભી માધવપુરા પોલીસ સ્ટેશન હાજર થતા મહિલા ત્યાં આવી હતી. ત્યાં આવતા જ મહિલાના પતિ અને ભાભીએ ધમકી આપી કે તું શું અમારું બગાડી લઈશ અમે આ જ ઘરમાં રહીશું, તું છૂટું કરી નાખ નહીં તો જાનથી મારી નાખીશ. જેથી મહિલાએ આ મામલે તેના પતિ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
Published by: Ashish Goyal
First published: September 28, 2021, 12:12 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading