પથ્થરમારામાં અમે સાક્ષાત મોત જોયું, શું થતું હતું તેનું ભાન જ ન હતું : મહિલા પોલીસકર્મી

News18 Gujarati
Updated: December 20, 2019, 4:42 PM IST
પથ્થરમારામાં અમે સાક્ષાત મોત જોયું, શું થતું હતું તેનું ભાન જ ન હતું : મહિલા પોલીસકર્મી
પોલીસ પર હુમલો થયો ત્યારનું દ્રશ્ય. બીજા દ્રશ્યમાં અસ્મિતાબેન.

બંદોબસ્તમાં આઠ- નવ મહિલા કોન્સ્ટેબલો હતી, જ્યારે ટોળામાં અનેક મહિલાઓ હતી, બાળકોનાં હાથમાં પણ પથ્થરો હતા.

  • Share this:
અમદાવાદ : શાહઆલમ ખાતે ગુરુવારે સાંજે થયેલા તોફાનોમાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. તોફાનીઓના પથ્થરો ઝીલવામાં અમદાવાદના પોલીસકર્મી અસ્મિતાબેન ગોહિલનો પણ સમાવેશ થાય છે. અસ્મિતાબેને ન્યૂઝ18 ગુજરાતી સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, એટલા પથ્થરો વરસી રહ્યા હતા કે શું થઈ રહ્યું છે તેનું ભાન પણ રહ્યું ન હતું. ટોળામાંથી મહિલાઓ અને બાળકો પણ અમારા પર પથ્થરો વરસાવી રહ્યા હતા.

અસ્મિતાબેને જણાવ્યું કે, "અમે શાલીમાર ટોલિઝના ગેટ બહાર હતા. અમે રેલીની આસપાસ લોકોને કાબૂમાં કરી રહ્યા હતા. એ લોકો સમજાવવા છતાં કંઈ સમજી રહ્યા ન હતા. અચાનક પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. અચાનક ઉપર પથ્થરો પડતા અમે ક્યાં છીએ, શું થઈ રહ્યું છે તેનું કંઈ ભાન રહ્યું ન હતું. માંડ માંડ જીવ બન્યો હતો."'ઘરે પહોંચીશું કે નહીં, તેની ચિંતા હતી'

"એક સમય માટે એવા પણ વિચારો આવ્યા કે મારી દીકરી ઘરે એકલી છે, હું તેને જોઈ શકીશ કે નહીં? અમે પરિવારને મળી શકીશું કે નહીં? અમે અહીંથી નીકળી શકીશું કે નહીં? અમે ત્યાંથી નીકળવાનો બહુ પ્રયાસ કર્યો હતો, પરંતુ પથ્થરમારો ખૂબ વધારે થઈ રહ્યો હતો. પથ્થરો ક્યાંથી આવી રહ્યા હતા તે પણ ખબર પડી રહી ન હતી. એક બાજુથી બચીએ તો બીજી તરફથી પથ્થરો આવતા હતા. દૂર દૂર સુધી અંદર આવીને અમને બહાર કાઢી શકે તેવું કોઈ દેખાતું ન હતું. "

અમે રેકડી પાછળ છૂપાયા હતા

"વાયરલ વીડિયોમાં અમારા સાથીઓને જે જગ્યાએ પથ્થરો ઝીલી રહ્યા હતા ત્યાં બાજુમાં જ અમે રેકડી પાછળ છૂપાયા હતા. અમારી આગળ અને પાછળ પથ્થરો વરસી રહ્યા હતા.અમે સવારના આઠ વાગ્યાના ત્યાં તહેનાત હતા. આટલું બધું થઈ એવે વિચાર્યું પણ ન હતું. બંદોબસ્ત વખતે મહિલા કોન્સ્ટેબલો બહુ ઓછી હતી. જ્યારે બીજી તરફ ટોળામાં અનેક મહિલાઓ હતી. 10-12 વર્ષના બાળકો પણ પથ્થરો મારી રહ્યા હતા. અમે ત્યાંથી નીકળીને હોસ્પિટલ પહોંચ્યા ત્યારે ભાન થયું હતું."શાહઆલમ ખાતે થયેલા પથ્થરમારામાં અસ્મિતાબેનને માથા, પીઠ અને પગમાં ઈજા પહોંચી છે. અસ્મિતાબેનને કહેવા પ્રમાણે તેમને ખૂબ મૂંઢ માર લાગ્યો છે. એટલું જ નહીં, તેમના સાથીઓને પણ ખૂબ માર મારવામાં આવ્યો હતો. કોઈના હોઠ તૂટી ગયા હતા તો કોઈની આંગળી તૂટી ગઈ હતી, કોઈને માથામાં ટાંકા આવ્યા છે.વાયરલ વીડિયોમાં ભાગતા જોવા મળ્યા હતા અસ્મિતાબેન

શાહ આલમ ખાતે પોલીસ પર થયેલા પથ્થરમારા બાદ એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો. આ વીડિયોમાં એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ પથ્થરમારા બાદ ઓથ શોધવા માટે ભાગતા જોવા મળ્યા હતા. જ્યારે તેના અન્ય સાથે દુકાન બહાર ઊંઘા ફરીને ઉભા રહી ગયા હતા.
Published by: Vinod Zankhaliya
First published: December 20, 2019, 4:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading