અમદાવાદ : ચાર રાજ્યોમાં 60થી વધુ ચોરી કરનાર 2 આરોપીઓ ઝડપાયા, આવી રીતે કરતા રેકી


Updated: January 11, 2021, 6:28 PM IST
અમદાવાદ : ચાર રાજ્યોમાં 60થી વધુ ચોરી કરનાર 2 આરોપીઓ ઝડપાયા, આવી રીતે કરતા રેકી
અમદાવાદ : ચાર રાજ્યોમાં 60થી વધુ ચોરી કરનાર 2 આરોપીઓ ઝડપાયા

આ બંને આરોપીઓ અગાઉ પણ અનેક ગુનાઓમાં પકડાઈ ચૂક્યા છે

  • Share this:
અમદાવાદ : અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં અનેક ચોરીની ઘટનાને અંજામ આપનાર ગેંગના 2 લોકોની ધરપકડ કરી છે. આ ગેંગની તપાસમાં 60થી વધુ ગુનાઓનો ભેદ ખુલ્યો છે. એલસીબીએ 40 હજારનો મુદ્દામાલ પણ કબ્જે કરેલ છે. આ ગેંગના અન્ય આરોપીઓ હાલ ફરાર છે.

પોલીસનું કહેવું છે કે આરોપીઓ દિવસમાં કડિયા કામના મજૂરીના ઓથે નવ નિર્મિત બિલ્ડીંગની શ્રમિકોની વસાહતમાં આશરો મેળવી કડિયા કામ કરવાના બહાને બંધ મકાન, ઓફીસ અને સ્કૂલની રેકી કરી લેતા હતા અને રાત્રીના સમયમાં ચોરી કરીને ફરાર થઈ જતા હતા. આ લોકોને ચડ્ડી બનીયાન ગેંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બંને આરોપીઓ અગાઉ પણ અનેક ગુનાઓમાં પકડાઈ ચૂક્યા છે.

આ પણ વાંચો - ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી બન્યો પિતા, વિરુષ્કાના ઘરે આવી લક્ષ્મી

અમદાવાદ : ચાર રાજ્યોમાં 60થી વધુ ચોરી કરનાર 2 આરોપીઓ ઝડપાયા


એલસીબીને માહિતી મળી હતી અને તે માહિતીના આધારે અમદાવાદ-ઇન્દોર હાઈવે ઉપરથી બંને આરોપીઓને ભારે જહેમત બાદ ઝડપી લેવામાં આવ્યા છે. જાનુ પલાસ અને કમલેશ ગમાર બંને આરોપીઓ પાસેથી ચોરીનો મુદ્દામાલ પણ કબ્જે કરવામાં આવ્યો છે. બંને આરોપીઓની તપાસમાં સામે આવ્યું છે કે આ લોકોએ છેલ્લા 2 વર્ષમાં કુલ 60થી વધુ ચોરી કર્યા હોવાની કબૂલાત પણ કરી લીધી છે.
જાનુ પલાસ કુલ 8 ગુનાઓમાં અગાઉ પણ પકડાઈ ચૂક્યા છે અને કમલેશ પણ 4 ગુનાઓમાં અગાઉ પકડાઈ ચૂક્યા હોવાનું સામે આવી રહ્યું છે. આ મામલે એલસીબી પીઆઈ આર. જી ખાંટે કહ્યું હતું કે આરોપીઓની હાલ તપાસ ચાલી રહી છે અને આ લોકો સાથે બીજા કોણ સામેલ છે તેને પકડવા પણ હાલ કાર્યવાહી ચાલુ છે. નોંધનીય છે કે મળતી માહિતી પ્રમાણે આ આરોપીઓ પાસેથી ચોરીનો મુદ્દામાલ ખરીદી કરનાર એક વ્યક્તિ છે અને જેને પકડવા ટીમ કાર્યવાહી કરી રહી છે.
Published by: Ashish Goyal
First published: January 11, 2021, 6:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading