અજીબોગરીબ ચોરી! અમદાવાદ: દિવાળી પૂર્વે પોશ વિસ્તારમાં બંગલામાંથી ગેસ બોટલો સહિત રસોડાનો સામાન ચોરી ગયા તસ્કરો


Updated: October 19, 2021, 12:09 AM IST
અજીબોગરીબ ચોરી! અમદાવાદ: દિવાળી પૂર્વે પોશ વિસ્તારમાં બંગલામાંથી ગેસ બોટલો સહિત રસોડાનો સામાન ચોરી ગયા તસ્કરો
પ્રતિકાત્મક તસવીર

Ahmedabad crime news: શહેરના પોશ ગણાતા સેટેલાઈટ (Satellite area) વિસ્તારમાં એક બંગલામાંથી (Bungalow) ગેસ સિલિન્ડર (Gas cylinder) અને વાસણોની ચોરીનો (Theft of utensils) આશ્ચર્યજનક બનાવ સામે આવ્યો છે.

  • Share this:
અમદાવાદ: દિવાળીના (Diwali 2021) પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે તસ્કરો અને લૂંટારુઓ (thief and robbers) પણ જાણે કે દિવાળી સુધારવામાં લાગી ગયા હોય તેમ લાગી રહ્યું છે. તાજેતરમાં જ નિકોલમાં  (nikol silver loots) લાખ્ખો રૂપિયાની ચાંદીની લૂંટનો બનાવ સામે આવ્યો છે. જ્યારે શહેરના પોશ ગણાતા સેટેલાઈટ (Satellite area) વિસ્તારમાં એક બંગલામાંથી (Bungalow) ગેસ સિલિન્ડર (Gas cylinder) અને વાસણોની ચોરીનો (Theft of utensils) આશ્ચર્યજનક બનાવ સામે આવ્યો છે.

ગુલબાઈ ટેકરા વિસ્તારમાં રહેતા અને નિવૃત્ત જીવન ગુજારતા ગોપાલભાઈ જોષી નો એક બંગ્લો સેટેલાઈટના સરસ્વતી નગરમાં આવેલો છે. જે બંગ્લો છેલ્લા કેટલાય સમય થી બંધ છે. જો કે કોરોના કાળ દરમિયાન તેમના રસોઈયા આ બંગલામાં રસોઈ બનાવતા હતા.

જો કે સાતેક મહિનાથી તેઓ જતા રહેતા રસોડાને લાગ્યો સમાન આ બંગલામાં મૂકી રાખવામાં આવ્યો હતો. જ્યારે આ બંગલા ની દેખરેખ નજીકમાં રહેતા સુનીલ ભાઈ રાખે છે. 16 મી તારીખે સુનીલ ભાઈ એ ફરિયાદીને ફોન કરીને જાણ કરી હતી કે તમારા બંગલાની લાઈટ ચાલુ છે. અને અંદર કોઈ પ્રવેશ્યું તેવું લાગી રહ્યું છે.

આ પણ વાંચોઃ-રાજકોટઃ પત્નીના લફરાંથી કંટાળી પતિ છરી લઈને તૂટી પડ્યો, છરી તૂટી ત્યાં સુધી મારતો રહ્યો ઘા, છતાં ન ધરાયો તો સાફા વડે ટૂંપો આપ્યો

જો કે તેઓ 8મી તારીખે બંગલામાં ગયા ત્યારે બધું વ્યવસ્થિત હતું. જેથી ફરિયાદીએ તુરંત જ પોલીસને જાણ કરી હતી. અને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે બંગલાના પાછળના દરવાજા નું લોક તૂટેલી હાલતમાં હતું.

રસોડામાં પડેલ બે ગેસ સિલિન્ડર, એક સ્ટવ, સ્ટીલના તપેલાનો સેટ, ત્રાંશ, તવા, કુકર, બાથરૂમના નળ 6 નંગ, અને પંખા સહિત કુલ 20 હાજર રૂપિયાની ચોરીનો બનાવ સામે આવ્યો છે. હાલમાં સમગ્ર મામલે સેટેલાઈટ પોલીસ એ ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.આ પણ વાંચોઃ-ગોંડલઃ પ્રેમ લગ્નના ત્રણ માસમાં પરિણીતાનો આપઘાત, રાજી ખુશીથી સાસરે વળાવેલી પુત્રીનું મરેલું મોં જોઈ માતાનો કલ્પાંત

ઉલ્લેખનીય છે કે દેવભૂમી દ્વારકામાં મારામારી અને લૂંટની ઘટના બની હતી. જરાતમાં (Gujarat news) દાદાગીરી અને મારા મારી સાથે લૂંટની (beaten and loots) અનેક ઘટનાઓ છાસવારે બનતી રહે છે. ત્યારે આવી જ એક ઘટના દેવભૂમિ દ્વારકાના (devbhumi dwarka) ખંભાળિયામાં (khambhaliya) બની હતી.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ બે આરોપીઓએ છરી વડે યુવકના ગુપ્તાંગ ઉપર કર્યો હુમલો, કારણ જાણી ચોંકી જશો

અહીં ભરબપોરે જાહેર માર્ગ ઉપર અટકાવીને બે માથાભારે લોકો દ્વારા બેફામ મારીમારી અને છરીની અણીએ (loot with kinfe) સોનાની કિંમતી ચેનની લૂંટ ચલાવી હતી. આ અંગે પોલીસ ફરિયાદ (police complaint) નોંધાતા પોલીસે આરોપીઓની અટકાય તકરીને આગળની કાર્યવાહી હાથધવામાં આવી હતી.
Published by: ankit patel
First published: October 19, 2021, 12:01 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading