અમદાવાદઃ લગ્નના નવમાં જ દિવસે એન્જિનિયર યુવતીને ઉપડ્યો પેટમાં દુખાવો, હકિકત જાણીને પતિ ઉડી ગયા હોશ


Updated: October 25, 2020, 12:30 AM IST
અમદાવાદઃ લગ્નના નવમાં જ દિવસે એન્જિનિયર યુવતીને ઉપડ્યો પેટમાં દુખાવો, હકિકત જાણીને પતિ ઉડી ગયા હોશ
પ્રતિકાત્મક તસવીર

લગ્નના નવમાં જ દિવસમાં યુવતીને પેટમાં દુખાવો ઉપડતા ડોક્ટરે તપાસ કરીને પ્રેગનેન્સી હોવાનું જણાવતા પતિએ શંકાઓ રાખી આ યુવતીને ત્રાસ આપ્યો હતો.

  • Share this:
અમદાવાદ: અત્યારના અનેક અજીબો-ગરીબ કિસ્સાઓ બનતા હોય છે. ત્યારે અમદાવાદ શહેરના (Ahmedabad) અમરાઈવાડીમાં એક એવો અજીબ કિસ્સો (OMG) સામે આવ્યો છે. જેમાં એક યુવતીએ ફરિયાદમાં જણાવ્યું કે તેને લગ્નના નવ જ દિવસમાં પેટમાં દુખાવો ઉપડ્યો હતો. ડોક્ટરને (Doctor) બતાવતા પ્રેગનેન્સી (Pregnancy) હોવાનું સામે આવતા પતિએ ત્રાસ આપી (domestic violence) છૂટાછેડા લેવા દબાણ કર્યું હતું. સાસુ સસરાએ પણ દહેજમાંગી (Dowry case) ત્રાસ આપતા મહિલાએ પોલીસ ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી છે.

31 વર્ષીય યુવતીએ કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલો છે
અમરાઇવાડીમાં રહેતી 31 વર્ષીય યુવતીએ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ કર્યો છે. વર્ષ 2018માં તેના લગ્ન ધોળકાના યુવક સાથે થયા હતા. લગ્ન દરમિયાન રીતરિવાજ દરમિયાન આ યુવતીના માતા પિતાએ કરિયાવર આપ્યું હતું.

લગ્ન બાદ દહેજને લઈને યુવતી ઉપર સાસુ-સસરા ત્રાસ આપતા
લગ્ન બાદ દહેજને લઈને યુવતીના સાસુ સસરાએ ત્રાસ આપવાનું શરૂ કર્યું અને બે લાખની માંગ કરી હતી. લગ્નના થોડા જ દિવસ બાદ યુવતીને પેટમાં દુખાવો ઉપડતા પતિને આ વાત જણાવતા બોપલ ખાતે વડ સસરાના ત્યાં તેને લઈ ગયો હતો.

આ પણ વાંચોઃ-લાંબી દાઢી રાખવાના કારણે મુસ્લિમ PSI થયા સસ્પેન્ડ, ક્લિન સેવ કરતા ફરીથી નોકરી પર લેવાયાલગ્નના નવમાં જ દિવસે યુવતીને પેટમાં ઉપડ્યો દુખાવો
બાદમાં બોપલ ખાતેની મેટરનીટી હોસ્પિટલ માં તેને બતાવવા પરિવારજનો લઈ ગયા તો આ યુવતિને પ્રેગનેન્સી હોવાનું સામે આવ્યું હતું. લગ્નના નવ જ દિવસમાં પેટમાં દુખાવો ઉપડતા ડોક્ટરે તપાસ કરીને પ્રેગનેન્સી હોવાનું જણાવતા પતિએ શંકાઓ રાખી આ યુવતીને ત્રાસ આપ્યો હતો.

આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! દિવ્યાંગ ગર્ભવતી પત્નીને હોસ્પિટલમાં છોડીને 13 વર્ષની સગિરાને લઈ ભાગી ગયો પતિ

આ પણ વાંચોઃ-Hathras case માટે બનેલી SITના સભ્ય અને લખનૌના DIGની પત્નીએ ફાંસો ખાઈ કરી આત્મહત્યા, કારણ અકબંધ

યુવતી સાથે ઝઘડા કરી છૂટાછેડા લેવા દબાણ કરાતું
બાદમાં યુવતી સાથે ઝઘડા કરી તેને છુટાછેડા લેવા દબાણ કરાયું હતું. યુવતી પિયરમાં જતી રહી અને બાદમાં દહેજ અને અન્ય બાબતોને લઈને સસરિયાઓએ ત્રાસ આપતા આખરે યુવતીએ સાસરિયાઓ સામે ફરિયાદ આપતા અમરાઈવાડી પોલીસે તપાસ શરૂ કરી છે.ઉલ્લેખનીય છે કે અત્યારના આધુનિક યુગમાં પણ દહેજપ્રથાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ભદ્ર સમાજમાં પણ દહેજનું દૂષણ દેખાઈ રહ્યું છે. દહેજ માટ પરિણીતા ઉપર ત્રાસ ગુજારવાના અને કિસ્સાઓ પોલીસ ચોપડે નોંધાયા છે. ક્યારેક ત્રાસ હદ બજાર વટી જતા પરિણીતાઓ દ્વારા આત્મહત્યા જેવું પગલું ભર્યાની ઘટનાઓ પણ ભૂતકાળમાં બની છે.
Published by: ankit patel
First published: October 25, 2020, 12:22 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading