અમદાવાદઃ ચેતવણી રૂપ કિસ્સો! બેકાર પતિ માટે ભાડે રીક્ષાનું પૂછવું પત્નીને ભારે પડ્યું, મહિલાને રીક્ષા ચાલકનો થયો કડવો અનુભવ


Updated: October 18, 2021, 10:50 PM IST
અમદાવાદઃ  ચેતવણી રૂપ કિસ્સો! બેકાર પતિ માટે ભાડે રીક્ષાનું પૂછવું પત્નીને ભારે પડ્યું, મહિલાને રીક્ષા ચાલકનો થયો કડવો અનુભવ
મહિલાની પ્રતિકાત્મક તસવીરઃ shutterstock

Ahmedabad crime news: નરોડામાં (Naroda news) રહેતી 40 વર્ષીય મહિલાને તારા પતિને હું રીક્ષા ભાડે ચલાવવા આપીશ તેવી લાલચ આપીને શારીરિક અડપલા (molestation with woman) કરવા લાગ્યો હતો.

  • Share this:
અમદાવાદઃ અમદાવાદના (Ahmedabad news) નરોડામાં (Naroda news) રહેતી 40 વર્ષીય મહિલાને તારા પતિને હું રીક્ષા ભાડે ચલાવવા આપીશ તેવી લાલચ આપીને શારીરિક અડપલા (molestation with woman) કરવા લાગ્યો હતો. જેથી ગભરાઈ ગયેલી મહિલાએ આ યુવકનો પ્રતિકાર કરીને નિકોલ પોલીસ સ્ટેશનમાં (Nikol police station) ફરિયાદ નોંધાવી હતી. નિકોલ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

નરોડામાં રહેતા અને એક દુકાનમાં નોકરી 40 વર્ષીય મહિલા ગઇકાલે સાંજના સમયે શ્યામ કુટીર પાસેથી તેમની દિકરી સાથે પસાર થઈ રહ્યા હતા. ત્યારે એક રીક્ષા ચાલક તેમની પાસે આવ્યો હતો અને હું તમને ઓળખુ છુ તમે મારી રીક્ષામાં બેસી જાવ તેમ જણાવ્યું હતું. જેથી મહિલા તેની દિકરી સાથે રીક્ષામાં બેસી ગયા હતા. અને રીક્ષા ચાલક એ મહિલાને તેમની સોસાયટીના ગેટ પાસે ઉતાર્યા હતા.

જો કે મહિલા આ રીક્ષા ચાલકને કહેલ કે તેના પતિ બેકાર છે કોઈ રીક્ષા હોય તો તેમને ભાડે ચલાવવા માટે આપે. રાત્રે આ રીક્ષા ચાલકનો ફોન મહિલાના પતિ પર આવ્યો હતો અને રાત્રે રીક્ષા આપવા માટે તેમના ઘરે આવ્યો હતો.

ત્યારે તેણે પોતાનું નામ વિક્રમ હોવાનુ જણાવ્યુ હતું. બીજે દિવસે સવારે આ રીક્ષા ચાલક મહિલાને રીક્ષામાં તેની નોકરીના સ્થળે ઉતારીને રીક્ષા મહિલાના પતિને ભાડે ચલાવવા માટે આપી હતી.

આ પણ વાંચોઃ-રાજકોટઃ પત્નીના લફરાંથી કંટાળી પતિ છરી લઈને તૂટી પડ્યો, છરી તૂટી ત્યાં સુધી મારતો રહ્યો ઘા, છતાં ન ધરાયો તો સાફા વડે ટૂંપો આપ્યો

જો કે સાંજના સમયે જ્યારે મહિલા નોકરીથી ઘરે પરત જઈ રહી હતી. ત્યારે વિક્રમ તેણે સૂર્ય કોમ્પલેક્ષ પાસે મળ્યો હતો. અને હું તમારા પતિને રીક્ષા ચલાવવા માટે આપીશ પણ તમારે મારા ઘરે આવવું પડશે તેમ કહીને આરોપી મહિલાને તેના ઘરે લઈ ગયો હતો.આ પણ વાંચોઃ-ગોંડલઃ પ્રેમ લગ્નના ત્રણ માસમાં પરિણીતાનો આપઘાત, રાજી ખુશીથી સાસરે વળાવેલી પુત્રીનું મરેલું મોં જોઈ માતાનો કલ્પાંત

ઘરમાં જતા જ આરોપીએ મહિલા સાથે શારીરિક અડપલા શરૂ કર્યા હતા. જેથી મહિલાએ બૂમાબૂમ કરી ઘરની બહાર નીકળીને ઘટનાની જાણ તેના પતિને કરી હતી. જ્યારે સમગ્ર મામલે પોલીસને જાણ કરતા નિકોલ પોલીસએ ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી શરુ કરી છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ બે આરોપીઓએ છરી વડે યુવકના ગુપ્તાંગ ઉપર કર્યો હુમલો, કારણ જાણી ચોંકી જશો

ઉલ્લેખનીય છે કે પંચમહાલમાં પણ મહિલાની છેડતી થયાની ઘટના સામે આવી છે. શિક્ષિત અને આધુનિક સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો કહીં શકાય એવી ઘટના ઘોઘંબાના (Ghoghamba)એક ગામમાં સામે આવી છે. ઘોઘંબા તાલુકાના એક સંતાન વાંચ્છુક દંપતી સાથે વિધિના નામે એક ભુવાએ પરિણીતા સાથે શારીરિક અડપલા (molestation)કર્યા હતા.

આખરે પરિણીતાએ હિંમતભેર પોલીસ ફરિયાદ કરતાં રાજગઢ પોલીસે (Rajgarh police)ભુવાની ધરપકડ કરી કાર્યવાહી કરી છે. ઉલ્લેખનીય છે પરિણીતાના ઘરે આવેલા ભુવાએ મહિલાને વિધિના બહાને એકલી ખેતરમાં લઈ જઈ શારીરિક અડપલા કર્યા હતા દરમિયાન મહિલાના સ્વજનો પહોંચી ગયા હતા જેથી સમગ્ર બાબત પ્રકાશમાં આવી જતાં ભુવાને પોલીસ હીરાસતમાં જવાનો વખત આવ્યો છે.
Published by: ankit patel
First published: October 18, 2021, 10:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading