અમદાવાદ : દારૂનો કેસ કરવાનો છે, પોલીસ સ્ટેશન ચાલો, બનાવટી પોલીસ મહિલાના ઘરમાં ઘુસી ગઈ
Updated: January 5, 2021, 11:27 PM IST
અમદાવાદ : દારૂનો કેસ કરવાનો છે, પોલીસ સ્ટેશન ચાલો, બનાવટી પોલીસ મહિલાના ઘરમાં ઘુસી ગઈ
સરદારનગરમાં બે આરોપીઓને બનાવટી પોલીસ બનવું ભારે પડ્યું
અમદાવાદ : છેલ્લા કેટલાક સમયથી શહેરમાં બનાવટી પોલીસનો જાણે કે રાફડો ફાટ્યો હોય તેમ લાગી રહ્યું છે. સાબરમતી, કારંજ બાદ હવે સરદારનગરમાં બે આરોપીઓને બનાવટી પોલીસ બનવું ભારે પડ્યું છે. આ બન્ને આરોપીઓ મહિલાના ઘરમાં ઘુસી ગયા અને દારૂનો કેસ કરવાનો છે કહીને મહિલાને પોલીસ સ્ટેશન લઈ જવા માટે કહ્યું. જોકે મહિલાને શંકા જતા પોલીસને જાણ કરી હતી.
સરદારનગર વિસ્તારમાં રહેતા સીતાબેન ઠાકોર નામની મહિલા આજે બપોરે તેમના ઘરે એકલા હતા. તે દરમિયાન બે ઈસમો તેમના ઘરમાં ઘૂસી ગયા હતા અને સીતાબેનને કહ્યું હતું કે તમારી ઉપર દારૂનો કેસ કરવાનો છે. તમે અમારી સાથે પોલીસ સ્ટેશન આવો, ઘરની બહાર જલ્દી નીકળો તેમ કહ્યું હતું. આ દરમિયાન મહિલાનો દીકરો પણ ત્યાં આવી ગયો હતો. જોકે આ બંને ઈસમોએ કોઈ કેફી પીણું પીધું હોવાની શંકા મહિલાના દીકરાને ગઈ હતી અને બહાર જઈને જોતા આ બંને ઈસમો મોટરસાયકલ પર આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તેઓએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી બંને આરોપીઓને પોલીસ સ્ટેશન લઇ જઇ વધુ પૂછપરછ શરૂ કરી હતી.
આ પણ વાંચો - રાજકીય પાર્ટીના આગેવાનની અમદાવાદમાં હત્યા, એક યુવતીને મળ્યા હતા અને...આ બંને આરોપીઓ માંથી એક કુબેર નગરનો રહેવાસી પ્રકાશ ચારણ અને બીજો પાલનપુરનો રહેવાસી સુરેન્દ્ર ટીલવાણી હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં પોલીસે બંને આરોપીઓની વધુ પુછપરછ શરૂ કરી છે અને તેઓએ અગાઉ આ પ્રકારે બનાવટી પોલીસ બનીને અન્ય કોઇ જગ્યાએ કોઈ બનાવને અંજામ આપ્યો છે કે કેમ તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.
Published by:
Ashish Goyal
First published:
January 5, 2021, 11:27 PM IST