સુરત : સગીરાનું અપહરણ કરી વારંવાર ગુજાર્યુ હતું દુષ્કર્મ, 11 વર્ષથી ફરાર રમેશ ઉર્ફે 'ગળીયો' ઝડપાયો


Updated: January 24, 2021, 5:44 PM IST
સુરત : સગીરાનું અપહરણ કરી વારંવાર ગુજાર્યુ હતું દુષ્કર્મ, 11 વર્ષથી ફરાર રમેશ ઉર્ફે 'ગળીયો' ઝડપાયો
સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી હતી.

સુરત ક્રાઇમ બ્રાન્ચે વર્ષ 2009ના કેસમાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યું, રૂવાંડા ઊભા કરી નાખતી ઘટના

  • Share this:
સુરત : સુરત શહેરમાં (Surat) આજથી 11 વર્ષ પહેલાં નોંધાયેલા અપહરણ (Kidnapping) અને દુષ્કર્મના કેસમાં નાસતા ફરતા મુખ્ય આરોપીને ક્રાઇમ બ્રાન્ચે  (Surat Crime Branch)દબોચી લીધો છે. આ રૂવાંડા ઊભા કરી નાખતી ઘટનામાં મુખ્ય આરોપીએ પોતાના પરિવારની મદદગારીથી એક સગીરાનું અપહરણ કર્યુ હતું ત્યારબાદ તેને પરપ્રાંતમાં લઈ જઈને કેફી પીણું પીવરાવી અવારનવાર દુષ્કર્મ (Rape) આચર્યુ હતું. વધુમાં પોલીસ ફરિયાદ મુજબ જ્યારે સગીરાના માતાપિતાએ દીકરીનો સંપર્ક કરી તેને પરત મોકલવા જણાવ્યું તો દીકરી પરત આપવાના 50,000 રૂપિયા ખંડણી જેવી રીતે માગ્યા હતા. આખરે આ મામલે પોલીસના હાથ આરોપી સુધી પહોંચી ગયા છે. પોલીસે આ કેસના મુખ્ય આરોપી રમેશ ઉર્ફે 'ગળીયા' ફરત કાયદાનો ગાળિયો નાખી દીધો છે.
બનાવની વિગતો એવી છે કે વર્ષ 2009માં સુરતના ભરથાણ ગામથી હમશે ગળીયો બગાડા, રાકેશ બગાડા, જીતુ બાગાડા, મુકેશ બગાડા, બસંતીબેન બગાડા, જશોદાબેન બગાડાએ એકબીજાની મદદથી 16 વર્ષની સગીરાને લગ્નનની લાલચે ઉઠાવી અને તેનું અપહરણ કર્યુ હતું.

પરિવાર સગીરાને લઈ ગયા બાદ મુખ્ય આરોપી રમેશ ઉર્ફે ગળિયો અવારનવાર તેની સાથે દુષ્કર્મ ગુજાર્યુ હતુ તેની સાથે કેફી પીણું દર્શાવી દુષ્કર્મ આચર્યુ હતું. દરમિયાન આ કેસમાં તે ફરાર હતો. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે ગળિયો ભોપાલમાં હોવાની માહિતી મળી હતી.


આ પણ વાંચો :  અમદાવાદ BJPમાં ટિકિટ માટે 'ભવાઈ,' યુવા નેતા લવ ભરવાડે કોર્પોરેટર પ્રજાપતિ પર હુમલો કર્યો

દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે રમેશને સુરજનગર ભોપાલ પાસેથી ઝડપી પાડ્યો હતો. રમેશ અમરોલી પોલીસ મથકમાં ઇપીકોની કલમ 363,366,376, 328, 323,  506(20 11ના કેસમાં ફરાર હતો અને પોલીસ ચોપડે વોન્ટેડ હતો. આમ 11 વર્ષ પોલીસનો ગાળીયો ગળીયા સુધી પહોંચ્યો છે.આ પણ વાંચો :   દ્વારકા : બોલેરો-એક્ટિવા વચ્ચે અકસ્માત, દીકરાની નજર સામે માતાપિતાના કરૂણ મોત!

ઉલ્લેખનીય છે કે સુરતમાં દુષ્કર્મ અને સ્ત્રી પરના સોશણની ઘટનાઓ રોજ ઘટી રહી છે ત્યારે આ એક દાયકા જૂના કેસમાં પોલીસે કાર્યવાહી કરતા પોલીસની મક્કમતા પણ જોવા મળી હતી. જોકે, રોજ રોજ શહેરના આર્થિક અને વ્યવાસિયક વિકાસની સાથે સાથે સુરત શહેરમાં ગુનાખોરીનો વિકાસ પણ થયો છે તેવું કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી.
Published by: Jay Mishra
First published: January 24, 2021, 5:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading