Video અમદાવાદ: વસ્ત્રાપુરમાં રાત્રે નાસ્તો કરવા ગયા હતા, દેશી કટ્ટો લમણે મુકી યુવક-યુવતીને લૂંટી લીધા


Updated: September 25, 2020, 4:54 PM IST
Video અમદાવાદ: વસ્ત્રાપુરમાં રાત્રે નાસ્તો કરવા ગયા હતા, દેશી કટ્ટો લમણે મુકી યુવક-યુવતીને લૂંટી લીધા
રાત્રે તેમની નોકરી પૂરી તેમની સાથી કર્મચારી હસતી નામની યુવતી સાથે નીકળ્યા, ભૂખ લાગતાં નાસ્તો કરવા માટે વસ્ત્રાપુર ગયા, લમણે બંદૂક મુકતા તેમની પાસેના 500 રૂપિયા આપી દીધા હતા. સાથે જ તેમનો ફોન સહિતની મતા આપી દીધી હતી.

રાત્રે તેમની નોકરી પૂરી તેમની સાથી કર્મચારી હસતી નામની યુવતી સાથે નીકળ્યા, ભૂખ લાગતાં નાસ્તો કરવા માટે વસ્ત્રાપુર ગયા, લમણે બંદૂક મુકતા તેમની પાસેના 500 રૂપિયા આપી દીધા હતા. સાથે જ તેમનો ફોન સહિતની મતા આપી દીધી હતી.

  • Share this:
અમદાવાદ: શહેરના વસ્ત્રાપુરમાં ખાણીપીણી બજાર મોડી રાત સુધી ધમધમતા હોવાથી અનેક લોકો નાઈટ લાઈફ એન્જોય કરવા અહીં જતા હોય છે. પણ હવે લોકોને આ વિસ્તારમાં જવું ભારે પડી શકે છે. કેમકે અહીં આ વિસ્તારમાં હથિયાર બતાવી લૂંટ કરતી ટોળકી સક્રિય થઈ છે. એક જ રાત્મા બે બનાવ બનતા વસ્ત્રાપુર પોલીસના નાઈટ પેટ્રોલિંગ ના દાવા પોકળ સાબિત થયા છે.

મૂળ ઝારખંડના અને હાલ ગોતામાં રહેતા પ્રભુકુમાર યાદવ પ્રહલાદ નગર રોડ પર એક કંપનીમાં કામ કરે છે. તેઓ ગઈ કાલે મોડી રાત્રે તેમની નોકરી પૂરી તેમની સાથી કર્મચારી હસતી નામની યુવતી સાથે નીકળ્યા હતા. તેઓ થલતેજ પાસે પહોંચ્યા હતા પરંતુ તમે સથી કર્મચારી પોતાનું વાહન ન લાવી હોવા હસ્તી નામની યુવતીને તેના ઘરે મૂકવા જતા હતા. પરંતુ બંનેને ભૂખ લાગતાં નાસ્તો કરવા માટે વસ્ત્રાપુર ગયા હતા. પરંતુ ત્યાં કોઈ લારી ખુલ્લી ન હોવાથી બંને જણા આલ્ફા વન મોલ વાળા રોડ ઉપર ફૂટપાથ પર બેઠા હતા.

આ પણ વાંચો - સુરત : બ્યુટી પાર્લરમાં મહિલા પર એસિડ એટેક, પતિએ જ કર્યો હુમલો

ત્યારે રાત્રે ચાર વાગ્યાની આસપાસ તેમની પાસે એક્સેસ લઈને કેટલાક શબ્દો આવ્યા હતા અને દેશી કટ્ટા સાથે આવેલા આ શખસોએ "તારી પાસે જે હોય તે આપી દે" એમ કહી લમણે બંદૂક મુકતા તેમની પાસેના 500 રૂપિયા આપી દીધા હતા. સાથે જ તેમનો ફોન સહિતની મતા આપી દીધી હતી. બાદમાં હસ્તી નામની યુવતી પાસેથી પણ આ શખ્સોએ તેની પાસે રહેલી વસ્તુઓ માંગતા તે રડવા લાગી હતી. બાદમાં વાહનો પર પડેલું પર્સ લૂંટી શખશો ફરાર થઈ ગયા હતા. આશરે ૨૪ હજારની મતા લૂંટી ફરાર થઈ ગયા હતા.



આટલું જ નહીં ગુરુકુળ રોડ ઉપર રહેતા દશરથ પટેલ થલતેજ ખાતે આવેલા ટાઇટેનિયમ સ્કવેર પાસે સર્વિસ રોડ પર પસાર થતા હતા. ત્યારે તેમને પણ આ શખસોએ હથિયાર બતાવી મોબાઈલ ફોન સહિતની મતા લૂંટી લીધી હતી. જોકે નવાઈની વાત એ છે કે નાઈટ પેટ્રોલીંગના દાવા કરતી પોલીસના પોલીસ સ્ટેશનથી નજીકનો વિસ્તાર હોવા છતાં પણ આરોપીઓ સુધી પહોંચી શકી ન હતી અને પોલીસના નાઈટ પેટ્રોલીંગ દરમિયાન જ આ બનાવ બનતા વસ્ત્રાપુર પોલીસ માટે શરમજનક આ કિસ્સામાં હવે આરોપીઓ ત્યારે પકડાય છે તે જોવાનું રહેશે.
Published by: kiran mehta
First published: September 25, 2020, 4:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading