અમદાવાદઃ 'મારી દુકાન સામે ટેસ્ટિંગ કેમ કરો છો?' coronaના ટેસ્ટ કરતી હેલ્થ વિભાગની ટીમ સાથે ઘર્ષણ


Updated: September 12, 2020, 3:33 PM IST
અમદાવાદઃ 'મારી દુકાન સામે ટેસ્ટિંગ કેમ કરો છો?' coronaના ટેસ્ટ કરતી હેલ્થ વિભાગની ટીમ સાથે ઘર્ષણ
પ્રતિકાત્મક તસવીર

હેલ્થ વિભાગની ટીમ ટેસ્ટિંગ કરતી હતી ત્યારે યુવકે તેમની સાથે ઝઘડો કરી ટેસ્ટિંગની પ્રક્રિયા અટકાવી દીધી હતી. જેથી હેલ્થ ટીમે અડધી પ્રક્રિયા કરી ત્યાંથી જતા રહેવાની ફરજ પડી હતી.

  • Share this:
અમદાવાદ: કોરોનાના ટેસ્ટ (corona test) કરતી હેલ્થ વિભાગની ટીમને જેમ ફાવે તેમ બોલી ટેસ્ટિંગની પ્રક્રિયા અટકાવી સરકારી કામકાજમાં દખલગીરી કરનાર યુવક સામે ફરિયાદ નોંધાઇ છે. કાગઠાપીઠ પોલીસ સ્ટેશનમાં (kagadapith police station) ડે.હેલ્થ ઓફિસરે ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ આદરી છે. હેલ્થ વિભાગની ટીમ ટેસ્ટિંગ કરતી હતી ત્યારે યુવકે તેમની સાથે ઝઘડો (clash with health team) કરી ટેસ્ટિંગની પ્રક્રિયા અટકાવી દીધી હતી. જેથી હેલ્થ ટીમે અડધી પ્રક્રિયા કરી ત્યાંથી જતા રહેવાની ફરજ પડી હતી.

જગતપુર ખાતે રહેતા ડો. તેજશ અશોકકુમાર શાહ મ્યુનિ. કોર્પોરેશનના દક્ષિણ ઝોનમાં ડે.હેલ્થ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. તેમનું કામ રોગચાળાનું નિયંત્રણ કરવાનું છે. 10 સપ્ટે.ના રોજ સવારે 9 વાગ્યે મણિનગરના રામબાગ ચાર રસ્તા પાસે આવેલ દક્ષિણ ઝોનની ઓફિસથી બે કો-ઓર્ડિનોટર સહિત ચાર સભ્યોની ટીમને લઇ કાંકરીયા સુમેલ બિઝનેશ પાર્ક-2 ખાતે જાહેરમાં કોરોના ટેસ્ટિંગ કરવા માટે ગયા હતા.

દરમિયાનમાં 10 વાગ્યા સુધી ટેસ્ટિંગની પ્રક્રિયા બરાબર ચાલી રહી હતી. તે વખતે પુષ્પરાજ નામની દુકાન સામે ટેસ્ટિંગ કરી રહેલી ટીમની પાસે એક માણસ આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે, તમે મારી દુકાન સામે કોરોનાના ટેસ્ટિંગ કેમ કરો છો?

આ પણ વાંચોઃ-55 વર્ષના વેવાઈને થયો વેવાણ સાથે પ્રેમ, ઘરના દાગીના અને વસ્તુઓ પ્રેમિકાને પહોંચાડી, પત્ની આપ્યા ત્રણ તલાક

ત્યારબાદ તે હેલ્થ વિભાગની ટીમને જેમ ફાવે તેમ બોલવા લાગ્યો હતો. જેથી ટીમના સભ્યોએ સારી રીતે વર્તન કરવા જણાવ્યું હતું. જો કે, યુવકે કોઇનું માન્યુ ન હતું. જેથી કોર્પોરેશનની ટીમના સભ્યોએ કહ્યું હતું કે, તેઓ એએમસી તરફથી સરકારી કામકાજ માટે અહીંયા આવ્યા છે અને કોરોના ટેસ્ટિંગ માટે આવેલા છે.

આ પણ વાંચોઃ-સુરતઃ 'દીકરાને પ્રેમથી બોલાવી લો, હું શોધવા નીકળીશ તો ટૂકડા કરી નાંખીશ', પ્રેમલગ્ન કરનાર યુવતીની માતાએ યુવકની માતાને આપી ધમકીઆ પણ વાંચોઃ-જૂનાગઢઃ ભારે વરસાદના કારણે 15થી વધુ વિઘામાં કપાસનો પાક નિષ્ફળ ગયો, ખેડૂતે ખેતરમાં સળગીને કર્યો આપઘાત

સાથે એ પણ જણાવ્યું કે હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે તેથી અમારી ફરજમાં અડચણ ઉભી કરશો નહીં. આટલું કહેવા છતા તે યુવક કોઇની વાત સાંભળવા તૈયાર જ ન હતો. આ સમયે યુવક એકદમ ઉશ્કેરાઇ ગયો હતો અને જણાવ્યું હતું કે, તમે તમારો સામાન અત્યારે ને અત્યારે અહીંયાથી લઇ ચાલ્યા જાઓ. જેથી કોઇ તકરાર ન થાય તે માટે હેલ્થ વિભાગની ટીમ કોરોના ટેસ્ટિંગની કિટ સહિતનો સામાન લઇ રામબાગ ખાતે પરત જતા રહ્યાં હતા.

ત્યારબાદ આ યુવક મામલે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, યુવકનું નામ સૌરભ પુષ્પરાજભાઇ ચોપડા છે. જેથી આ મામલે ડો. તેજશ શાહે સૌરભ ચોપડા સામે સરકારી કામકાજમાં દખલગીરીની ફરિયાદ નોંધાવતા કાગડાપીઠ પોલીસે તપાસ શરૂ કરી છે.
Published by: ankit patel
First published: September 12, 2020, 3:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading