અમદાવાદઃ corona કાળમાં સરકારી હોસ્પિટલોમાં પેરામેડકલ સ્ટાફની ભરતી માટે ગુજરાત HCમાં ઘા


Updated: October 29, 2020, 11:49 PM IST
અમદાવાદઃ corona કાળમાં સરકારી હોસ્પિટલોમાં પેરામેડકલ સ્ટાફની ભરતી માટે ગુજરાત HCમાં ઘા
પ્રતિકાત્મક તસવીર

સરકારનું નિવેદન રેકોર્ડ પર લઇ હાઇકોર્ટે ચોથી ડિસેમ્બરે કેસની વધુ સુનાવણી મુકરર કરી ત્યાં સુધી રિપોર્ટ રજૂ કરી દેવા સરકારને આદેશ કર્યો છે.

  • Share this:
અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટ (Gujarat highcourt) સમક્ષ રાજ્ય સરકાર (state Government) વતી રજૂઆત કરવામાં આવી હતી કે સરકાર સમગ્ર મામલે અમલવારી કરશે. અને ત્યારબાદ એક સંપૂર્ણ રિપોર્ટ રજૂ કરશે. સરકારનું નિવેદન રેકોર્ડ પર લઇ હાઇકોર્ટે ચોથી ડિસેમ્બરે કેસની વધુ સુનાવણી મુકરર કરી ત્યાં સુધી રિપોર્ટ રજૂ કરી દેવા સરકારને આદેશ કર્યો છે.

આ સમગ્ર મામલે રિટમાં એડવોકેટ કે.આર.કોષ્ટિની રજૂઆત છે કે હાલમાં સમગ્ર દેશમાં કોરોનાની મહામારી છે અને એમાંય ગુજરાતમાં પરિસ્થિતિ અત્યંત ભયજનક બની છે. ત્યારે રાજ્ય સરકારે મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફની ભરતી કોન્ટ્રાક્ટ (Recruitment of medical and paramedical staff) પદ્ધતિથી ફિક્સ પેના આધારે કરવા જાહેરાતો આપી હતી. પરંતુ તેમાં ઝાઝી સફળતા મળી નહોતી.

સ્વાસ્થ્ય સેવાઓ એમાંય પ્રાથમિક સ્વાસ્થ્ય સેવાઓમાં સુધારા અને સુવિધાઓના પગલે જ કોરોના જેવી મહામારી સામે લડી શકાય છે. ત્યારે ઇ્ન્ડિયન પબ્લિક હેલ્થ સ્ટાન્ડર્ડ-iphsની ગાઇડલાઇન મુજબ તમામ સ્વાસ્થ્ય કેન્દ્રો અને જિલ્લા હોસ્પિટલોમાં માનવબળ, ડોક્ટરો, નર્સોની ભરતી કરવી જરૂરી છે. તેથી આ મુદ્દે સરકારને કોઇ વચગાળાના આદેશો કરવામાં આવે અને તેની અમલવારીનું મૂલ્યાંકન કરવામાં આવે.

આ પણ વાંચોઃ-સુરતના ઉદ્યોગપતિ કઢીવાલા દંપતિને પીકનીક બાદ દમણથી દારુની બોટલો ખરીદવી ભારે પડી, દારૂ હેરાફેરીના ગુનામાં થયા અંદર

સ્વાસ્થ્યના મુદ્દા સાથે સંકળાયેલી એક જાહેરહિતની અરજીમાં આ વધારાની અરજી કરવામાં આવી છે. મૂળ જાહેરહિતની અરજી એડવોકેટ કોષ્ટિએ વર્ષ ૨૦૧૯માં કરી હતી. જેમાં રાજ્યમાં કથળતી સ્વાસ્થ્ય સેવાઓ, અપુરતું માનવબળ, સુવિધાઓના અભાવ અને ઇન્ડિયન પબ્લિક હેલ્થ સ્ટાન્ડર્ડના નિયમોનો અમલ નહીં થવાનો મામલો ઉઠાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ-જૂનાગઢ! સગા મામાના દીકરાએ નાસ્તાની લાલચ આપી 9 વર્ષની બહેન સાથે આચર્યું દુષ્કર્મ, આવી રીતે ફૂટ્યો ભાંડોઅરજદાર ડો. એમ. કે. ગજેરા વતી રિટમાં રજૂઆત કરાઇ હતી કે,‘કેન્દ્ર સરકાર દ્વારા PHC(પબ્લિક હેલ્થ સેન્ટર્સ), CHC(કોમ્યુનિટી હેલ્થ સેન્ટર્સ) કેટલી વસ્તીએ હોવા જોઇએ તેના માટેના ચોક્કસ નીતિ-નિયમો બનાવ્યાં છે. વર્ષ ૨૦૧૧ના સેન્સસ(વસ્તી ગણતરી) પ્રમાણે આ નીતિ-નિયમોમાં રાજ્યની પરિસ્થિતિ યોગ્ય બતાવે છે. પરંતુ છેલ્લાં સાત વર્ષોમાં વસ્તીમાં નોંધપાત્ર વધારો થયો છે અને તેને ધ્યાનમાં લેવામાં આવતું નથી.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ સોના-ચાંદીની કિંમતોમાં થયો મોટો ઘટાડો, જાણો આજના Gold-Silverના નવા ભાવ, દિવાળી પર તગડી કમાણીની તક

જેથી પ્રવર્તમાન સ્વાસ્થ્ય સુવિધાઓના ડેટા અયોગ્ય, ખોટાં અને ગેરમાર્ગે દોરનારાં છે. વર્ષ ૨૦૦૭માં ઇન્ડિયન પબ્લિક હેલ્થ સ્ટાન્ડર્ડ(IPHS) મુજબ PHC, CHC સહિતના સ્વાસ્થ્ય કેન્દ્રોને અપગ્રેડ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત માનવબળ, માળખાકીય સુવિધાઓ અને અન્ય સેવાઓ વિના મૂલ્યે મળવી જોઇએ તે નક્કી કરાયું હતું. તેમ છતાંય IPHSએ નક્કી કરેલાં ધારાધોરણો અને નિયમો મુજબ એક પણ હેલ્થ સેન્ટરમાં સુવિધાઓ ઊભી કરવામાં આવી નથી.દરમિયાન હાઇકોર્ટે કોરોનાના મુદ્દે કરેલી સુઓમોટોમાં તાજેતરમાં જિલ્લા હોસ્પિટલો અને સ્વાસ્થ્ય કેન્દ્રોના મુદ્દે કેટલાક આદેશો પણ કર્યા છે. જે તમામને ધ્યાનમાં રાખી અરજદાર તરફથી આ વધારાની અરજી દાખલ કરવામાં આવી છે.
Published by: ankit patel
First published: October 29, 2020, 11:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading