'તને પત્ની તરીકે રાખવી છે' : દાહોદમાં કોલેજીયન યુવતી ઉપર ગેંગરેપ

News18 Gujarati
Updated: August 18, 2019, 6:44 PM IST
'તને પત્ની તરીકે રાખવી છે' : દાહોદમાં કોલેજીયન યુવતી ઉપર ગેંગરેપ
પ્રતિકાત્મક તસવીર

આરોપીઓએ તને પત્ની તરીકે રાખવાની છે અને ધાકધમકી આપીને બાઇક ઉપર અપહરણ કરીને ગોધરા હાઇવે ઉપર જંગલમાં જઇને આ કૃત્ય આચર્યું હતું.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓ છાસવારે બનતી રહે છે. રાજકોટમાં દુષ્કર્મની બે ઘટનાઓ બની છે ત્યારે દાહોદમાં પણ સામૂહિક દુષ્કર્ની ઘટના સામે આવી છે. દાહોદમાં કોલેજમાં અભ્યાસ કરતી યુવતી ઉપર પૂર્વ પ્રેમી સહિત અન્ય યુવકોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આરોપીઓએ તને પત્ની તરીકે રાખવાની છે અને ધાકધમકી આપીને બાઇક ઉપર અપહરણ કરીને ગોધરા હાઇવે ઉપર જંગલમાં જઇને આ કૃત્ય આચર્યું હતું.

મળતી માહિતી પ્રમાણે મોટર સાઇકલ રોકીને એકલતાનો લાભ લઇને યુવતિ પાસે ખોટી માગણી કરતાં તે વશ થઇ ન હતી. આ દરમિયાન જ જંગલમાં રખડતાં દાહોદ તાલુકાના રાબડાળ ગામમાં રહેતો સુરમલ મકના માવી, માતવા ગામનો મનુ મડિયા પલાસ અને વાંદરિયા ગામનો શૈલેષ રમસુ ડામોર તેમની પાસે ધસી આવ્યા હતાં.

આ ત્રણે હિસ્ટ્રીશીટરો યુવક અને યુવતિને પગદંડી રસ્તા પરથી ગીચ ઝાડીમાં ખેંચી ગયા હતાં. ત્યાં અજીતને ઝાડ સાથે બાંધીને એક યુવકે તેની ઉપર ધારિયુ ટેકવી દીધુ હતું જ્યારે અન્ય બે યુવકો મોતની ધમકી આપીને યુવતિને જંગલમાં હજી અંદર ધસડી ગયા હતાં.

બંનેએ યુવતિએ નાકમાં પહેરેલી નથણીની લુટ કર્યા બાદ તેના બંને હાથ કમર તરફ બાંધી દીધા હતાં. ત્યાર બાદ બંનેએ યુવતિ સાથે સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ કર્યા બાદ ત્રણે નાસી છુટ્યા હતાં. યુવતિએ બાંધેલા અજીતને મુક્ત કરાવતાં તે યુવતિને ઘર નજીક છોડીને જતો રહ્યો હતો. યુવતિએ આ ઘટનાની પોતાની માતાને જાણ કરતાં પરિવાર અને ગામના આગેવાનોએ પોલીસ મથકે ધસી આવી મધ્ય રાત્રે ફરિયાદ નોંધાવી હતી.

એસ.પી હિતેશ જોયસરની સુચનાથી ડીવાયએસપી કલ્પેશ ચાવડાના માર્ગદર્શનમાં ટીમો બનાવીને તાલુકા પીએસઆઇ પી.એમ મકવાણાએ અપહરણ કરનારા પ્રેમી સાથે દુષ્કર્મી હિસ્ટ્રીશીટરોને પણ ઝડપી પાડ્યા હતાં.
Published by: ankit patel
First published: August 18, 2019, 6:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading