ડાકોરમાં ફાગણી પૂનમનો ઉત્સવ બંધ રહેશે, દર વર્ષે 7 લાખથી વધુ શ્રદ્ધાળુ આવે છે દર્શને

News18 Gujarati
Updated: March 7, 2021, 12:00 AM IST
ડાકોરમાં ફાગણી પૂનમનો ઉત્સવ બંધ રહેશે, દર વર્ષે 7 લાખથી વધુ શ્રદ્ધાળુ આવે છે દર્શને
ડાકોર મંદિર (ફાઈલ ફોટો)

ડાકોરના ઠાકોરના ભક્તો માટે ફાગણી પૂનમ 5 દિવસના ઉત્સવનો મહિમા અનેરો છે. ફાગણ સુદ અગિયારસથી ફાગણ સુદ પૂનમ આ પાંચ દિવસનો ઉત્સવ એ ફાગણી પૂનમ ઉત્સવ તરીકે ઓળખાય છે.

  • Share this:
જનક જાગીરદાર, ખેડા : જિલ્લાનું સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોર રાજા રણછોડની ભૂમિએ ઉત્સવોની ભૂમિ છે, વર્ષ દરમિયાન અસંખ્ય ઉત્સવો ઉજવાય છે, પણ ડાકોરના ઠાકોરના ભક્તો માટે ફાગણી પૂનમ 5 દિવસના ઉત્સવનો મહિમા અનેરો છે.

ફાગણ સુદ અગિયારસથી ફાગણ સુદ પૂનમ આ પાંચ દિવસનો ઉત્સવ એ ફાગણી પૂનમ ઉત્સવ તરીકે ઓળખાય છે અને રાજ્ય ભરમાંથી લાખ્ખો શ્રધ્ધાળુ ડાકોર ફાગણી પૂનમ ચાલતા દર્શન એ આવે છે, પણ આ વર્ષે કોરોના મહામારીના પગલે ફાગણી પૂનમ ઉત્સવ ખેડા જિલ્લા કાલકેટરની સૂચનાથી બંધ રાખવામાં આવેલ છે.

ડાકોર ફાગણી પૂનમે ચાલતા દર વર્ષ 7 લાખથી વધુ પદયાત્રી ચાલતા દર્શન આવે છે પણ આ વર્ષ કોરોના મહામારીને કારણે આટલા લાખ્ખો લોકો પદયાત્રામાં ચાલતા આવે અને કોરોના સંક્રમણનું જોખમ વધે તે કારણે ખેડા જિલ્લા કલેક્ટરના વહીવટીતંત્રએ ડાકોર મંદિરને ફાગણી પૂનમની ઉજવણી રદ કરવા આદેશ કર્યા છે.

આ પણ વાંચોકરૂણ અકસ્માત: 'જાનૈયાઓને નાસ્તો પહોંચાડવા જતો હતો', બહેનના લગ્નના દિવસે જ ભાઈનું મોત

ડાકોર ટેમ્પલ કમિટીના વહીવટકર્તા ઓ આજે ખેડા કલેક્ટર સાથે મિટિંગ યોજી હતી, જેમાં ખેડા કલેક્ટરે કોરોના સંક્રમણના કારણે આ ઉત્સવ ઉજવી નહીં શકાય તેમ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ : રાજ્યમાં (Gujarat) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 571 કેસ નોંધાયા છે. જેની સામે 403 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4414 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 97.27 ટકા છે. અત્યાર સુધીમાં 13,74,244 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો (CoronaVaccine) પ્રથમ ડોઝ અને 3,30,463 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આજે 60 વર્ષથી વધારે વય ધરાવતા તેમજ 45થી 60 વર્ષ વયના ગંભીર બીમારી ધરાવતા 1,31,821 વ્યક્તિઓનું રસીકરણ થયું છે. આ રસીના કારણે એકપણ ગંભીર આડઅસર જોવા મળી નથી.આ પણ વાંચોમહેસાણા કરૂણ અકસ્માત: 'સાથે મોટા થયા - સાથે ભણ્યા, નોકરીએ જતા સાથે મોત, બેસણામાં ગામ હિબકે ચઢ્યું

આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં 124, સુરતમાં 134, વડોદરામાં 117, રાજકોટમાં 58, ગાંધીનગર, કચ્છમાં 12-12, આણંદમાં 11, જામનગર, મહેસાણામાં 9-9 સહિત કુલ 571 કેસ નોંધાયા છે. આજે પોરબંદર, વલસાડ અને સુરેન્દ્રનગર એમ કુલ 3 જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી.
Published by: kiran mehta
First published: March 6, 2021, 11:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading