વડોદરાની કરૂણ ઘટના! અંતિમવિધિ માટે શબવાહિની ન મળી, વૃદ્ધાનો મૃતદેહ રેકડીમાં લઈ જવો પડ્યો
News18 Gujarati Updated: April 8, 2021, 9:17 AM IST
મોતનો મલાજો પણ ન જળવાયો સ્થિતિ ખૂબ ગંભીર
તંત્ર અને સરકાર માટે શરમજકન દૃશ્યો, સ્થિતિ ખૂબ જ ગંભીર, ખાસવાડી સ્મશાનગૃહ લઈ જવા કોઈ સાધન ન મળતા અંતિમ ઉપાય કર્યો
અંકિત ઘોનસીકર વડોદરા : વડોદરામાં (Vadodara) કોરોના વાઇરસના (Coronavirus) કારણે સ્થિતિ એટલી હદે વિકરાળ બની ગઈ છે જેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. એકબાજુ કોરોના વાઇરસના કારણે સ્થિતિ એટલી વિકટ બની છે કે સ્મશાનમાં સતત ભઠ્ઠીઓ સળગી રહી છે. એમ્બ્યુલન્સની કતારોથી હૉસ્પિટલના પાર્કિંગ છલકાઈ રહ્યા છે તેવામાં શહેરમાં એમ્બ્યુલન્સ અને શબવાહિનીઓ ખૂટી પડી હોય તેવી વિકટ સ્થિતિ છે. જો આ સ્થિતિમાં કોઈનું કુદરતી મૃત્યુ (Death) થાય તો તેમના માટે મૃતદેહ લઈ જવાની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી. આ સ્થિતિની તાદશ આપતો એક વીડિયો વડોદરામાં વાઇરલ (Vadodara Viral Video) થયો છે. વડોદરામાં એમ્બ્યુલન્સ અને શબવાહિની ન મળવાના કારણે એક 65 વર્ષીય વૃદ્ધાનો મૃતદેહ પરિવારને રેકડીમાં લઈ જવાની ફરજ પડી છે.
બનાવની વિગત એવી છે કે વડોદરામાં ગઈકાલે નાગરવાડા શાકમાર્કેટનાં એક વૃદ્ધાનું કુદરતી અવસાન થયું હતું. જોકે, અવસાન બાદ પરિવારે તેમના મૃતદેહને સ્મશાને અંતિમવિધિ માટે લઈ જવાની તજવીજ શરૂ કરી હતી. એક બાજુ સ્વજન ગુમાવ્યાનું દુખ બીજી બાજુ પ્રાથમિક સુવિધાની કટોકટી. એમ્બ્યુલન્સની રાહ જોઈને થાકેલા આ પરિવારે આખરે અંતિમ રસ્તો અપનાવ્યો હતો.
આ પણ વાંચો : સુરત : ઑવરબ્રીજ પર આપઘાત કરવા ચઢ્યો હતો યુવાન, TRB જવાને બચાવ્યો જીવ, જુઓ Live Video
આ પરિવાર વડોદરાના રાજમાર્ગો પર હાથમાં દોણી અને રેકડીમાં એમ્બ્યુલન્સ લઈને પોતાના સ્વજનની અંતિમ યાત્રાએ નિકળી પડ્યો હતો. આ ઘટનાનો કરૂણ વીડિયો વાઇરલ થયો છે. પ્રાપ્ત અહેવાલો મુજબ આ સ્મશાન યાત્રા વડોજરાના કારેલીબાગથી ખાસવાડી સ્મશાન સુધી ગઈ હતી.
આ પણ વાંચો : ભાવનગર : કરૂણ ઘટના! યુવક-યુવતીએ વીજપોલ પર લટકી ગળેફાંસો ખાધો, આપઘાતથી અરેરાટી
ભૌગોલિક સ્થિતિની દૃષ્ટીએ અંતર વધારે નથી છતાં પણ આ પ્રકારના દૃશ્યો 'સંસ્કારી નગરી' વડોદરા માટે સ્વાસ્થ્યની કટોકટી હોવાનો ચિતાર રજૂ કરે છે ત્યારે લોકોએ હજુ પણ ચેતી જવાની જરૂર છે. શહેરમાં જાહેરમાં અનેક લોકો માસ્ક પહેર્યા વગર હજુ નીકળી રહ્યા છે તેમના માટે આ વીડિયો એક ખોફનાક સંદેશો લઈને આવ્યો છે કે શહેરમાં કોરોનાની સ્થિતિ અતિ ગંભીર છે.
Published by:
Jay Mishra
First published:
April 8, 2021, 9:12 AM IST