વડોદરાઃ હાથીખાના પથ્થરમારો, પૂર્વ આયોજીત કાવતરું, વધુ આઠની ધરપકડ

News18 Gujarati
Updated: December 22, 2019, 9:08 PM IST
વડોદરાઃ હાથીખાના પથ્થરમારો, પૂર્વ આયોજીત કાવતરું, વધુ આઠની ધરપકડ
પકડાયેલા આરોપીઓની તસવીર

સમગ્ર તોફાનો અંગેની તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે. તોફાનો પૂર્વ આયોજીત હોવા અંગેની પૂરાવા સહિત ચોંકાવનારો ખુલાશો થયો છે. આજે રવિવારે વધુ આઠ તોફાનીઓની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરતા તોફાન બાદ ધરપકડનો આંક 16 ઉપર પહોંચ્યો છે.

  • Share this:
વડોદરામાં ગત શુક્રવારે બપોર બાદ સંવેદનશીલ વિસ્તાર હાથીખાનામાં (hathikhana) પોલીસ (police) પર પથ્થરમારા (stone pelting)સાથે અચાનક હિસંક (violence) તોફાનો ફાટી નીકળ્યા હતા. ત્યારે સમગ્ર તોફાનો અંગેની તપાસ ક્રાઇમ બ્રાન્ચ (crime branch)કરી રહી છે. તોફાનો પૂર્વ આયોજીત હોવા અંગેની પૂરાવા સહિત ચોંકાવનારો ખુલાશો થયો છે. આજે રવિવારે વધુ આઠ તોફાનીઓની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરતા તોફાન બાદ ધરપકડનો આંક 16 ઉપર પહોંચ્યો છે.

આજે અને ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી આરોપીઓમાં આમતો કોઈ મોટું નામ નથી. ખુલ્યું પરંતુ તાંદલજા વિસ્તારના ઇમરાન શેખ નામના વ્યક્તિએ તોફાન બાદ મદદગારી કરી હોવાની વિગતો બહાર આવતા ઇમરાન શેખ સામે મદદગારીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ-મુસ્લિમો પાસે 150 દેશોમાં જવાનો વિકલ્પ, હિન્દુઓ પાસે માત્ર ભારત: નિતિન ગડકરી

રમઝાન સોલંકી સહિત પાંચ વ્યક્તિઓએ ઉશ્કેરણી કરી તોફાનો કરાવ્યાની વિગતો પોલીસને મળી છે. અલ્તાફ ઉર્ફે બાબા સૈયદે મદદગારી કરી હોવાથી આજે પોલીસે તેની ધરપકડ કરી છે. અલ્તાફના ઘરથી કોથળામાંથી હથિયારો મળ્યા હતા.

આ પણ વાંચોઃ-મુસ્લિમો પાસે 150 દેશોમાં જવાનો વિકલ્પ, હિન્દુઓ પાસે માત્ર ભારત: નિતિન ગડકરી

આજે આઠ આરોપીઓની ધરપકડઅઝહર રફીક
તન્વીર શેખ
તાહિર શેખ
સાજીદ મલેક
સજ્જાદ શેખ
રમજાન સોલંકી
મુસ્તાક શેખ
આતીફ સૈયદ

તોફાનો પૂર્વ આયોજિત હોવાના પુરાવા રૂપે હાથીખાના વિસ્તારના સીસીટીવી (CCTV) ફેરવી નાખ્યા હોવાની વિગતો પણ સામે આવી છે. જયારે તોફાનો બાદ સીસીટીવીમાં કેદ દ્રશ્યો પણ ટેક્નિકલ વ્યક્તિ પાસે ડીવીઆરમાંથી ડીલીટ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ-નવા વર્ષમાં સામાન્ય જનતા ઉપર પડશે મોંઘવારીનો માર, જરૂરી વસ્તુઓ થશે મોંઘી

જોકે ક્રાઇમ બ્રાન્ચે દિશામમાં પણ તપાસ કરી રહી છે. કે તોફાનો માટે કોઈ આયોજન માટે બેઠક કરવામાં આવી હતી કે કેમ ? જો આજે ધરપકડ કરવામાં આવેલા આઠ આરોપીઓ પાસેથી વધુ ચોંકવનારી વિગતો મળે તેવી શક્યતાઓ છે. જયારે ગઈકાલે શનિવારે ધરપકડ કરવામાં આવેલા આઠ આરોપીઓને કોર્ટે ચાર દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ આપ્યા છે. ત્યારે તોફાન મામલે હજી વધુ આરોપીઓ પોલીસ પકડમાં આવી શકે છે.
Published by: ankit patel
First published: December 22, 2019, 8:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading