Assembly Elections 2020

ASSOCIATED BY

IN PARTNERSHIP WITH

સ્વતંત્રતા દિવસ પહેલા મોટો આતંકવાદી હુમલો ટળ્યો, પુલવામામાં સુરક્ષા બળોએ 30 કિલો IED ડિફ્યૂઝ કર્યો

News18 Gujarati
Updated: August 10, 2022, 10:42 AM IST
સ્વતંત્રતા દિવસ પહેલા મોટો આતંકવાદી હુમલો ટળ્યો, પુલવામામાં સુરક્ષા બળોએ 30 કિલો IED ડિફ્યૂઝ કર્યો
સ્વતંત્રતા દિવસ પહેલા સુરક્ષા બળો એલર્ટ પર છે (ફાઇલ ફોટો - પ્રતિકાત્મક તસવીર)

Independence Day 2022 - IED જપ્ત કર્યા પછી ઉધમપુર-કટરા રેલવે લિંક અને ઉધમપુર રેલવે સ્ટેશન (Udhampur Railway Station)પર સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે

  • Share this:
શ્રીનગર : સ્વતંત્રતા દિવસ (Independence Day 2022) પહેલા જમ્મુ કાશ્મીર પોલીસ (Jammu and Kashmir Police)અને સુરક્ષા બળોની સતર્કતાથી એક મોટો આતંકવાદી હુમલો ટળી ગયો છે. જમ્મુ કાશ્મીર પોલીસ અને સુરક્ષા બળોએ પુલવામામાં ( Pulwama)સર્કુલર રોડ પર તહબ ક્રોસિંગ પાસે લગભગ 25થી 30 કિલો IED જપ્ત કર્યું છે.

IED જપ્ત કર્યા પછી ઉધમપુર-કટરા રેલવે લિંક અને ઉધમપુર રેલવે સ્ટેશન (Udhampur Railway Station)પર સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. સ્વતંત્રતા દિવસ પહેલા સુરક્ષા બળો એલર્ટ પર છે.

પોલીસનું કહેવું છે કે આતંકીઓએ લગભગ 25થી 30 કિલોગ્રામ આઈઇડી લગાવ્યો હતો. આતંકીઓનો ઉદ્દેશ્ય સુરક્ષા બળોના વાહનને બ્લાસ્ટ કરવાનો હતો. જોકે સુરક્ષા બળોની સર્તકતાથી મોટી દુર્ઘટના ટળી ગઇ છે. બોમ્બ સ્ક્વોડે આઈઈડીને નષ્ટ કરી દીધો છે.

બીજી તરફ જમ્મુ કાશ્મીરના બડગામમાં સુરક્ષા બળોએ મોટી કાર્યવાહી શરુ કરી છે. જાણકારી પ્રમાણે બડગામમાં એક મોટું એન્કાઉન્ટર શરુ થયું છે. આ એન્કાઉન્ટરમાં ત્રણ ખુંખાર આતંકવાદીઓને ઘેરી લીધા છે. પોલીસના મતે આ એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાનો ખુંખાર આતંકી લતીફ રાઠર પણ ઘેરાયો છે. કાશ્મીરના એડીજીપી વિજય કુમારે જણાવ્યું કે લતીફ રાઠર રાહુલ ભટ્ટ અને આમરીન ભટ્ટ સહિત ઘણા નિર્દોષ નાગરિકોની હત્યામાં સામેલ હતો.



આ પણ વાંચો - OPINION: વીજળી સહિતના મફતમાં આપવાના વચનો ભારતને આર્થિક રીતે કઈ રીતે નુકસાન પહોંચાડે છે?

પોલીસના એક પ્રવક્તાએ બુધવારે સવારે કહ્યું કે સુરક્ષા બળોએ જિલ્લામાં ખાનસાહિબ વિસ્તારના વાટરહેલમાં આતંકવાદીઓની હાજરીની સૂચના મળી હતી. આ પછી તેમને ઘેરાબંધી કરી હતી. તલાશી અભિયાન દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાબળો પર ગોળીઓ ચલાવવાની શરૂઆત કરી હતી. સુરક્ષાબળોએ વળતો પ્રહાર કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા બળોનું ઓલઆઉટ ઓપરેશન યથાવત છે જેમાં આતંકીઓને શોધી-શોધીને ઠાર કરવામાં આવી રહ્યા છે. આઈજીપી કાશ્મીરના મતે છેલ્લા 6 મહિના દરમિયાન સુરક્ષા બળોએ 111 આતંકીઓને ઠાર કર્યા છે. જેમાં 77 આતંકી પાકિસ્તાન પ્રાયોજિત લશ્કર-એ-તૈયબાના સદસ્ય હતા.
Published by: Ashish Goyal
First published: August 10, 2022, 9:40 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading