વેક્સીનથી અત્યાર સુધીમાં 600 લોકોને સાઇડ ઇફેક્ટ, સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યુ- આ સામાન્ય વાત છે

News18 Gujarati
Updated: January 21, 2021, 3:08 PM IST
વેક્સીનથી અત્યાર સુધીમાં 600 લોકોને સાઇડ ઇફેક્ટ, સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યુ- આ સામાન્ય વાત છે
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધનની તસવીર

સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને કહ્યું કે, કોરોનાને જો મૂળથી ખતમ કરવો છે તો વેક્સીન લેવી ખૂબ જરૂરી છે

  • Share this:
નવી દિલ્હીઃ દેશમાં કોરોના (Coronavirus) સામેની જંગ જીતવા માટે 16 જાન્યુઆરીથી વેક્સીનેશન અભિયાન (Vaccination Campaign)ની શરૂઆત કરવામાં આવી છે. કોરોના વેક્સીનેશનના પહેલા ચરણનો આજે છઠ્ઠો દિવસ છે અને અત્યાર સુધી 6.31 લાખ કોરોના વોરિયર્સ (Corona Warriors)ને વેક્સીન આપવામાં આવી ચૂકી છે. આ દરમિયાન અહેવાલ આવ્યા છે કે દેશમાં લગભગ 600 લોકોમાં કોરોનાની સાઇડ ઇફેક્ટ જોવા મળી છે. કેટલાક રાજ્યોમાં કોરોના વેક્સીન લીધા બાદ મોત થયાના સમાચાર પણ મળ્યા છે. જોકે હજુ મોતનું સાચું કારણ જાણી શકાયું નથી.

કોરોના વેક્સીનેશન બાદ આવી રહેલી સાઇટ ઇફેક્ટ પર વાત કરતાં સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન (Dr. Harsh Vardhan)એ કહ્યું કે હકીકત આ જ છે કે વેક્સીન બિલકુલ સુરક્ષિત અને પ્રભાવી છે. તેઓએ કહ્યું કે અત્યાર સુધી જે પણ સાઇડ ઇફેક્ટના મામલા સામે આવ્યા છે, તે સામાન્ય છે. વેક્સીનેશન શરૂ થયા પહેલા જ કેટલીક સાઇડ ઇફેક્ટ વિશે જણાવવામાં આવ્યું હતું. કોઈ પણ વેક્સીનેશનમાં આવું થાય છે.

આ પણ વાંચો, Covid Vaccination: વેક્સીનેશનના બીજા ચરણમાં PM, CM અને સાંસદોને અપાશે રસી, જાણો Detailsડૉ. હર્ષવર્ધને કહ્યું કે, કોરોનાને જો મૂળથી ખતમ કરવો છે તો વેક્સીન લેવી જરૂરી છે. આ દુર્ભાગ્યપૂર્ણ છે કે કેટલાક લોકો રાજકીય ફાયદો ઉઠાવવા માટે વેક્સીનેશનને લઈ ખોટી વાતો ફેલાવી રહ્યા છે. તેઓએ કહ્યું કે તેની અસર અનેક સ્થળે જોવા મળી છે અને કેટલાક લોકો વેક્સીન લેવાનું ટાળી રહ્યા છે. સરકાર કોઈના આરોગ્ય સાથે ચેડા ન કરે. તમામને સુરક્ષિત રાખવા એ અમારી જવાબદારી છે.

આ પણ વાંચો, Joe Bidenના આ નિર્ણયથી 5 લાખ ભારતીયોને થશે ફાયદો, સરળતાથી મળી શકશે નાગરિકતા

16 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદીએ વેક્સીનેશન અભિયાનની કરી હતી શરૂઆત

16 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વેક્સીનેશન અભિયાનની શરૂઆત કરી હતી. કોરોના વેક્સીનેશન અભિયાનના પહેલા દિવસે 2,07,229, બીજા દિવસે 17,072, ત્રીજા દિવસે 1,48,266, ચોથા દિવસે 1,77,368 કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી હતી. દિલ્હીની વાત કરીએ તો કોરોના વેક્સીનેશન અભિયાનના ચોથા દિવસે 4 કોરોના વોરિયર્સમાં વેક્સીનના કારણે સાઇડ ઇફેક્ટ જોવા મળી. તેમાંથી 3 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે અને એકની રાજીવ ગાંધી હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
Published by: Mrunal Bhojak
First published: January 21, 2021, 3:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading