Afghanistan Economy Crisis: અફઘાનિસ્તાન સામે નવું સંકટ, બેન્કિંગ સિસ્ટમ ગમે ત્યારે ઠપ થઈ શકે છે

News18 Gujarati
Updated: November 23, 2021, 1:54 PM IST
Afghanistan Economy Crisis: અફઘાનિસ્તાન સામે નવું સંકટ, બેન્કિંગ સિસ્ટમ ગમે ત્યારે ઠપ થઈ શકે છે
અફઘાનિસ્તાનની 75 ટકા વસ્તી ભૂખમરાની કગાર પર છે. (AP)

Afghanistan Economy Crisis in Taliban Rule: સંયુક્ત રાષ્ટ્ર સંઘે ચેતવણી આપી છે કે દેવું ચૂકવવામાં અસમર્થ નાગરિકો, ઓછી થાપણો અને રોકડની કમીને લીધે નાણાંકીય સિસ્ટમ કેટલાંક મહિનામાં ધ્વસ્ત થઈ શકે છે.

  • Share this:
કાબુલ. તાલિબાન (Taliban)ની વાપસી પછીથી અફઘાનિસ્તાન (Afghanistan)ના ખરાબ દિવસો શરુ થઈ ગયા છે. આતંકી હુમલા, ભૂખમરો, બેરોજગારી બાદ હવે અફઘાનિસ્તાન સામે મોટું સંકટ ઊભું છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના જણાવ્યા મુજબ, આ દેશની બેન્કિંગ સિસ્ટમ ગમે ત્યારે ઠપ થઈ શકે છે. સંયુક્ત રાષ્ટ્રએ સોમવારે પોતાની એક રિપોર્ટમાં જણાવ્યું છે કે, તાલિબાનના કબજા પછીથી અફઘાનિસ્તાનમાં બેન્કિંગ અને ફાઈનાન્શિયલ સિસ્ટમ (Afghanistan Banking System) ધ્વસ્ત થવાની કગાર પર પહોંચી ગઈ છે. એવામાં અફઘાનિસ્તાનની બેન્કોને પ્રોત્સાહન આપવા માટે તત્કાળ કાર્યવાહી કરવા પર ભાર મૂકવામાં આવે તે જરૂરી છે.

સંયુક્ત રાષ્ટ્ર સંઘે ચેતવણી આપી છે કે દેવું ચૂકવવામાં અસમર્થ નાગરિકો, ઓછી થાપણો અને રોકડની કમીને લીધે નાણાંકીય સિસ્ટમ કેટલાંક મહિનામાં ધ્વસ્ત થઈ શકે છે. રોઈટર્સની રિપોર્ટ મુજબ, અફઘાનિસ્તાનની બેન્કિંગ અને નાણાંકીય સિસ્ટમ પર ત્રણ પેજની રિપોર્ટમાં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (UNDP)એ કહ્યું છે કે બેન્કિંગ સિસ્ટમના ધ્વસ્ત થવા પર તેને ફરી ઊભી કરવામાં લાગતો ખર્ચ અને તેની નકારાત્મક સામાજિક અસર બહુ ભયંકર હશે. અફઘાનિસ્તાનમાં તાલિબાનના ઓગસ્ટમાં સત્તા સંભાળ્યા બાદ પેદા થયેલી અનિશ્ચિતતાને લીધે અચાનક પાછળ હટેલા વિદેશી રોકાણે ત્યાંની અર્થવ્યવસ્થાણે ફ્રીકોલમાં લઈ જવાનું કાર્ય કર્યું.

UNDPના અહેવાલ મુજબ, 'અફઘાનિસ્તાનની નાણાંકીય અને બેંક ચૂકવણી સિસ્ટમ પડી ભાંગી છે, અફઘાનિસ્તાનની મર્યાદિત ઉત્પાદન ક્ષમતાને સુધારવા અને બેંકિંગ સિસ્ટમને પડી ભાંગતી અટકાવવા બેંક દ્વારા સંચાલિત સમસ્યાનો ઝડપથી ઉકેલ લાવવો જોઈએ.' તો અફઘાનિસ્તાનમાં યુએનડીપીના વડા અબ્દુલ્લા અલ-દરદારીએ ન્યૂઝ એજન્સી રોઇટર્સને જણાવ્યું કે, ‘આપણે એ ખાતરી કરવા માટે રસ્તો શોધવાની જરૂર છે કે જો આપણે બેંકિંગ ક્ષેત્રને સમર્થન આપીએ છીએ, તો આપણે તાલિબાનને સમર્થન નથી આપી રહ્યા.'

આ પણ વાંચો: કોરોનાથી પણ વધુ જીવલેણ બની રહ્યું છે દિલ્હીનું વાયુ પ્રદ્દૂષણ, નિષ્ણાતોએ આપી ચેતવણી

તેમણે ઉમેર્યું કે, ‘તાલિબાન સત્તામાં આવ્યા તે પહેલાં જ અફઘાનિસ્તાનની બેંકિંગ સિસ્ટમ નબળી હતી, પરંતુ જ્યારથી તેને મળતી વિદેશી નાણાકીય સહાય પૂરી થઈ ગઈ છે, સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય સહાય જૂથો દેશમાં પૂરતી રોકડ લાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.’

UNDPએ બેંકિંગ સિસ્ટમને બચાવવા માટે એક પ્રસ્તાવ રજૂ કર્યો છે, જેમાં ડિપોઝિટ ઇન્સ્યોરન્સ સ્કીમ, ટૂંકા અને મધ્યમ ગાળાની જરૂરિયાતો માટે પૂરતી લિક્વિડિટી, તેમજ ક્રેડિટ ગેરંટી અને લોનની ચુકવણીમાં વિલંબ કરવાનો વિકલ્પ શામેલ છે. UNDPએ અફઘાન નાણાકીય પ્રણાલીને આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ જેમ કે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF), વિશ્વ બેંક (World Bank) સાથે Close-Coordinationમાં કામ કરવા પણ કહ્યું છે.આ પણ વાંચો: પુણ્યતિથિ: રેડિયોની શોધનું શ્રેય માર્કોનીને નહીં પણ આ ભારતીય વૈજ્ઞાનિકને જાય છે

નોંધનીય છે કે, જ્યારથી તાલિબાને અફઘાનિસ્તાનમાં સત્તા સંભાળી છે, સંયુક્ત રાષ્ટ્રએ ચેતવણી આપતાં અફઘાનિસ્તાનની અર્થવ્યવસ્થા પડી ભાંગવાની આશંકા વ્યક્ત કરી હતી. યુએનએ કહ્યું કે અર્થવ્યવસ્થાના પતનથી અફઘાનિસ્તાનમાં શરણાર્થી સંકટ વધી શકે છે.
Published by: Nirali Dave
First published: November 23, 2021, 1:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading