અમેરિકા : 241 પ્રવાસીઓને લઇ જતા વિમાનના એન્જિનમાં લાગી આગ, પડવા લાગ્યો કાટમાળ

News18 Gujarati
Updated: February 21, 2021, 6:09 PM IST
અમેરિકા : 241 પ્રવાસીઓને લઇ જતા વિમાનના એન્જિનમાં લાગી આગ, પડવા લાગ્યો કાટમાળ
અમેરિકા : 241 પ્રવાસીઓને લઇ જતા વિમાનના એન્જિનમાં લાગી આગ, પડવા લાગ્યો કાટમાળ

બ્રૂમફીલ્ડ પોલીસ ડિપાર્ટમેન્ટે તસવીર શેર કરી છે. જેમાં મોટા-મોટા ટુકડા ઘરની બહાર પડેલા જોવા મળે છે. જોકે આ કારણે કોઈને ઇજા પહોંચી નથી

  • Share this:
કોલરાડો : અમેરિકાના (America) ડેનવર ઇન્ટરનેશનલ એરપોર્ટથી યૂનાઇટેડ એરલાઇન્સ ફ્લાઇટ 328એ ઉડાન ભરી તો કોઈએ વિચાર્યું નહીં હોય કે થોડી જ મિનિટોમાં એક ભયંકર દ્રશ્ય જોવા મળશે. ઉડાન ભર્યાના થોડી જ સેકન્ડોમાં ફ્લાઇટનું એન્જિન ફેઇલ (Engine Fail)થઇ ગયું હતું અને આગની જ્વાળા સાથે સળગવા લાગ્યું હતું. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને જણાવ્યું કે હોનોલૂલૂ જઈ રહેલા બાઇંગ 777 વિમાન ટેક ઓફ પછી તરત એક એન્જીન ફેઇલ થતા પરત ફર્યું હતું. ઉડાન પછી એન્જિન ફેઇલ થવાથી તેમાં આગ લાગી ગઈ હતી. જેનો વીડિયો એક યાત્રીએ બનાવ્યો હતો. સારી વાત એ રહી કે પ્લેન ઉડાનના 20 મિનિટમાં જ લેન્ડ થઈ ગયું અને કોઈને નુકસાન પહોંચ્યું નથી.

એન્જિન ફેલ થવાની જાણકારી પાયલટે તરત ગ્રાઉન્ડ કંટ્રોલને આપી અને મેડે કોલ પણ આપ્યો હતો. પ્લેનના પાર્ટ્સ આકાશમાંથી નીચે પડ્યા અને ડેનવરથી ઘણી મીલ દૂર લોકોના ઘર સુધી પહોંચી ગયા હતા. બ્રૂમફીલ્ડ પોલીસ ડિપાર્ટમેન્ટે તસવીર શેર કરી છે. જેમાં મોટા-મોટા ટુકડા ઘરની બહાર પડેલા જોવા મળે છે. જોકે આ કારણે કોઈને ઇજા પહોંચી નથી અને આ ટુકડા પાછા લઇ જવામાં આવ્યા છે.

આ પણ વાંચો - MPના આ જિલ્લામાં મોબાઇલ નેટવર્કના ધાંધિયા, મંત્રી 50 ફૂટ ઉંચા હિંચકા પર બેસી મેળવે છે નેટવર્ક


આ વિમાનમાં 10 ક્રૂ મેમ્બર સાથે 231 લોકો સવાર હતા. એક યાત્રીએ CNNને જણાવ્યું હતું કે ઉડાન ભર્યાના થોડી જ મિનિટોમાં એક ભયાનક ધમાકો સાંભળવા મળ્યો હતો. તેણે બારીની બહાર જોયુ તો એન્જિન જ ગાયબ હતું. તે સમયે પ્લેનની ઉંચાઇ 1000 ફૂટ પર હતી. સુરક્ષિત લેન્ડિંગ પછી બધાને બીજા ફ્લાઇટથી મોકલવાની વ્યવસ્થા કરી હતી.
Published by: Ashish Goyal
First published: February 21, 2021, 6:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading