રાષ્ટ્રપ્રમુખ બનતાં જ બાઇડને પલટ્યો ટ્રમ્પનો નિર્ણય, ફરી પેરિસ જળવાયુ સમજૂતીમાં સામેલ થશે અમેરિકા

News18 Gujarati
Updated: January 21, 2021, 7:38 AM IST
રાષ્ટ્રપ્રમુખ બનતાં જ બાઇડને પલટ્યો ટ્રમ્પનો નિર્ણય, ફરી પેરિસ જળવાયુ સમજૂતીમાં સામેલ થશે અમેરિકા
બાઇડનનું કહેવું છે કે આપણે એવા પ્રકારના જળવાયુ પરિવર્તનનો મુકાબલો કરવા જઈ રહ્યા છીએ, જે આપણે અત્યાર સુધી નથી કર્યો

બાઇડનનું કહેવું છે કે આપણે એવા પ્રકારના જળવાયુ પરિવર્તનનો મુકાબલો કરવા જઈ રહ્યા છીએ, જે આપણે અત્યાર સુધી નથી કર્યો

  • Share this:
વોશિંગટનઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન (Joe Biden)એ શપથ ગ્રહણ સમારોહના થોડા કલાક બાદ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ના નિર્ણયને પલટી દીધો છે. બાઇડને જળવાયુ પરિવર્તન સામે લડવા માટે પેરિસ જળવાયુ સમજૂતી (International Paris Climate Agreement)માં અમેરિકાની વાપસીની ઘોષણા કરી છે.

સીએનએનના રિપોર્ટ મુજબ, રાષ્ટ્રપ્રમુખ જો બાઇડને બુધવારે પેરિસ જળવાયુ સમજૂતીમાં અમેરિકાને ફરી સામેલ કરવા માટે એક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા. બાઇડનનું કહેવું છે કે આપણે એવા પ્રકારના જળવાયુ પરિવર્તનનો મુકાબલો કરવા જઈ રહ્યા છીએ, જે આપણે અત્યાર સુધી નથી કર્યો.

ટ્રમ્પે પેરિસ જળવાયુ સમજૂતી છોડી હતીપેરિસ જળવાયુ સમજૂતી ગ્લોબલ વોર્મિંગને સીમિત કરવા માટે 2015માં સાઇન કરવામાં આવેલી ઐતિહાસિક આંતરરાષ્ટ્રીય સમજૂતી પૈકી એક છે. પૂર્વ રાષ્ર્હપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રશાસનમાં સંયુક્ત રાજ્ય અમેરિકાએ સમજૂતી છોડી દીધી હતી. હાલ રાષ્ટ્રપ્રમુખ જો બાઇડનની ઘોષણમાં જળવાયુ પરિવર્તન સુરક્ષાને નબળી કરનારા પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પના કાર્યોની સમીક્ષા કરવા માટે એક વ્યાપક આદેશ પણ સામેલ કરવામાં આવશે.

આ પણ વાંચો, Kumbh Mela Haridwar 2021: જાણો હરિદ્વાર મહાકુંભમાં ક્યારે થશે ચાર શાહી સ્નાન

12 ડિસેમ્બર 2015ના રોજ અસ્તિત્વમાં આવી હતી પેરિસ સમજૂતી

ફ્રાન્સની રાજધાની પેરિસમાં 12 ડિસેમ્બર 2015ના રોજ 196 દેશોના પ્રતિનિધિઓએ પેરિસ જળવાયુ સમજૂતીને અપનાવી હતી. તેના લગભગ એક વર્ષ બાદ 3 નવેમ્બર 2016ના રોજ USAએ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાના પ્રશાસન દરમિયાન પેરિસ સમજૂતીનો સ્વીકાર કર્યો હતો. બીજી તરફ, રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પના પ્રશાસન તરફથી ઓગસ્ટ 2017માં ઔપચારિક રીતે આ સમજૂતીથી બહાર થવાની વાત કહેવામાં આવી હતી.

આ પણ વાંચો, કેન્દ્ર સરકારે પેન્શનરોને આપી મોટી રાહત, PPOને લઈને ભર્યા આ પગલાં

નોંધનીય છે કે, બાઇડને USAને 2050 સુધી શુદ્ધ-શૂન્ય ઉત્સર્જન પર લાવવાનો વાયદો કર્યો છે. બીજી તરફ, વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જીવાશ્મ ઈંધણનો મોટાપાયે ઉપયોગ કરીને અને ગ્લોબલ વોર્મિંગના સૌથી વિનાશકારી પ્રભાવોથી બચવા માટે આવશ્યક છે.
Published by: Mrunal Bhojak
First published: January 21, 2021, 7:38 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading