તનિષ્ક એડ વિવાદ : અમિત શાહે કહ્યું- ભારતમાં સામાજિક સમરસતાના મૂળ ઘણા મજબૂત

News18 Gujarati
Updated: October 17, 2020, 8:13 PM IST
તનિષ્ક એડ વિવાદ : અમિત શાહે કહ્યું- ભારતમાં સામાજિક સમરસતાના મૂળ ઘણા મજબૂત
તનિષ્ક વિજ્ઞાપન વિવાદ : અમિત શાહે કહ્યું- ભારતમાં સામાજિક સમરસતાના મૂળ ઘણા મજબૂત

પોપ્યુલર જ્વેલરી બ્રાન્ડ તનિષ્કની જાહેરાત પર થયેલા વિવાદ પર પ્રથમ વખત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રતિક્રિયા આપી

  • Share this:
નવી દિલ્હી : પોપ્યુલર જ્વેલરી બ્રાન્ડ તનિષ્કના (Tanishq) વિજ્ઞાપન પર થયેલા વિવાદ પર પ્રથમ વખત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રતિક્રિયા આપી છે. અમિત શાહે શનિવારે કહ્યું કે ભારતના સામાજિક સમરસતાના મૂળ ઘણા મજબૂત છે અને આવી નાની ઘટનાઓ ભારતના સામાજિક સદભાવને તોડી શકે નહીં.

ન્યૂઝ 18 નેટવર્ક (News18 Network) સમૂહના એડિટર ઇન ચીફ રાહુલ જોશીને (Rahul Joshi) આપેલા એક્સક્લૂસિવ ઇન્ટરવ્યૂમાં અમિત શાહે (Home Minister Amit shah)કહ્યું કે ભારતમાં સામાજિક સમરસતાના મૂળ ઘણા મજબૂત છે. તેના પર આવા ઘણા હુમલા થયા છે. અંગ્રેજોએ આ સદભાવને તોડવાનો પ્રયત્ન કર્યો, પછી કોંગ્રેસે પણ આ પ્રયત્ન કર્યો. આ દરમિયાન શાહે ઓવરએક્ટિવિજ્મ સામે ચેતાવણી પણ આપી છે. તેમણે કહ્યું કે અતિ સક્રિયતાનું કોઈ રુપ ના હોવું જોઈએ.

આ પણ વાંચો - #AmitShahToNews18: અમિત શાહે યુદ્ધની ધમકી પર ચીનને આપ્યો સણસણતો જવાબ, એક ઈંચ જમીન કોઈ નહીં પડાવી શકે

શું હતું તનિષ્કની જાહેરાતમાં?

થોડા દિવસો પહેલા તનિષ્કે એક એડ બનાવી હતી. જેમાં એક હિન્દુ મહિલા જેના મુસ્લિમ પરિવારમાં લગ્ન થયા છે. તેના બેબી શાવરના ફંક્શનને બતાવવામાં આવ્યું હતું. હિન્દુ કલ્ચરને ધ્યાનમાં રાખીને મુસ્લિમ પરિવાર બધી વિધિ હિન્દુ ધર્મ પ્રમાણે કરે છે. એડમાં આખો મુસ્લિમ પરિવાર જોવા મળે છે. દીપમાલા અને નટરાજની પ્રતિમા પણ છે. વીડિયોના અંતમાં મહિલા પોતાની સાસુને કહે છે કે આ વિધિ તો તમારા ઘરમાં થતી પણ નથી ને? તેના પર તેની સાસુ જવાબ આપે છે કે પર પુત્રીને ખુશ રાખવાની વિધિ તો દરેક ઘરેમાં થાય છે ને?" આ પછી એડમાં સંદેશો આપવામાં આવ્યો છે કે એક જો હુએ હમ તો ક્યાં ના કર જાયેંગે.
હિન્દુ-મુસ્લિમ બે ધર્મો વિશે વાત કરતી આ એડ ઘણા લોકોને પસંદ આવી ન હતી અને તેમણે લવ જિહાદને પ્રોત્સાહન આપતી ગણાવી હતી. ટ્વિટર પર #BoycottTanishq ટ્રેન્ડ કરવા લાગ્યું હતું. વિવાદ બાદ કંપનીએ આ જાહેરાત પાછી ખેંચી લીધી હતી.
Published by: Ashish Goyal
First published: October 17, 2020, 8:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading