મેઘાલયમાં CAA-ILP અંગે બેઠક દરમિયાન હિંસા, એક વ્યક્તિનું મોત, છ જિલ્લામાં ઇન્ટરનેટ સેવા બંધ

News18 Gujarati
Updated: February 29, 2020, 11:13 AM IST
મેઘાલયમાં CAA-ILP અંગે બેઠક દરમિયાન હિંસા, એક વ્યક્તિનું મોત, છ જિલ્લામાં ઇન્ટરનેટ સેવા બંધ
હિંસાને પગલે છ જિલ્લામાં ઇન્ટરનેટ સેવા બંધ

શિલૉંગ (Shilong) અને આસપાસના વિસ્તારમાં 28મી ફેબ્રુઆરીના રાત્રે 10 વાગ્યાથી 29મી ફેબ્રુઆરીના સવારના આઠ વાગ્યા સુધી કર્ફ્યૂ લગાવવામાં આવ્યો.

  • Share this:
શિલૉંગ : મેઘાલય (Meghalaya)ના પૂર્વ ખાલી હિલ્સ (Khasi Hills) જિલ્લામાં સંશોધિત નાગરિકતા કાયદો (Citizenship Amendment Act) અને ઇનર લાઇન પરમીટ (ILP) અંગે બેઠક દરમિયાન કેએસયૂ સભ્યો અને બીન-આદિવાસીઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ અથડામણમાં એક વ્યક્તિનું મોત થયું છે. ઘટના બાદ છ જિલ્લામાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.

અધિકારીઓએ શનિવારે જણાવ્યું કે સીએએના વિરોધ અને આઈએલપીના સમર્થનમાં યોજાયેલી બેઠક દરમિયાન ખાસી સ્ટુડેન્ટ્સ યુનિયનના સભ્યો અને બીન-આદિવાસીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ બેઠક શુક્રવારે જિલ્લાના ઇચામતિ વિસ્તારમાં થઈ હતી.

અધિકારીઓએ જણાવ્યું કે રાજ્યના છ જિલ્લા પૂર્વ જયંતિયા હિલ્સ, પશ્ચિમ જયંતિયા હિલ્સ, પૂર્વ ખાસી હિલ્સ, રી ભોઈ, પશ્ચિમ ખાસી હિલ્સ અને દક્ષિણ પશ્ચિમ ખાસી હિલ્મમાં શુક્રવારે રાતથી 48 કલાક માટે ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.

એક અધિકારિક આદેશમાં કહેવામાં આવ્યું છે કે શિલૉંગ (Shilong) અને આસપાસના વિસ્તારમાં 28મી ફેબ્રુઆરીના રાત્રે 10 વાગ્યાથી 29મી ફેબ્રુઆરીના સવારના આઠ વાગ્યા સુધી કર્ફ્યૂ લગાવવામાં આવ્યો.
Published by: Vinod Zankhaliya
First published: February 29, 2020, 11:13 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading