બિલ ગેટ્સના પિતાનું 94 વર્ષની ઉંમરે નિધન, અલ્ઝાઇમરથી હતા પીડિત

News18 Gujarati
Updated: September 16, 2020, 10:53 AM IST
બિલ ગેટ્સના પિતાનું 94 વર્ષની ઉંમરે નિધન, અલ્ઝાઇમરથી હતા પીડિત
બિલે ગેટ્સે લખ્યું કે, મારા પિતા અસલી બિલ ગેટ્સ હતા, તેઓ એવી વ્યક્તિ હતા જેમના જેવો બનવાનો મેં હંમેશા પ્રયાસ કર્યો, હું હવે તેમને રોજ યાદ કરીશ

બિલે ગેટ્સે લખ્યું કે, મારા પિતા અસલી બિલ ગેટ્સ હતા, તેઓ એવી વ્યક્તિ હતા જેમના જેવો બનવાનો મેં હંમેશા પ્રયાસ કર્યો, હું હવે તેમને રોજ યાદ કરીશ

  • Share this:
વોશિંગટનઃ માઇક્રોસોફ્ટ (Microsoft)ના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ (Bill Gates)ના પિતા બિલ ગેટ્સ સીનિયર (William H. Gates II)નું સોમવારે 94 વર્ષની ઉંમરે નિધન થયું છે. પરિવાર તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેઓ અલ્ઝાઇમરથી પીડિત હતા અને ઘણા સમયથી બીમારી હતા. બિલ ગેટ્સ સીનિયર એક જાણીતા વકીલ હતા અને સિએલટના વુડ કૈનાલમાં સ્થિત પોતાના બીચ હાઉસમાં તેઓએ અંતિમ શ્વાસ લીધા.

બિલે ગેટ્સે પિતાના મૃત્યુ બાદ ટ્વિટ કર્યું કે, ‘મારા પિતા અસલી બિલ ગેટ્સ હતા. તેઓ એવી વ્યક્તિ હતા જેમના જેવો બનવાનો મેં હંમેશા પ્રયાસ કર્યો. હું હવે તેમને રોજ યાદ કરીશ.’ પરિવાર દ્વારા આપવામાં આવેલા નિવેદન મુજબ બિલ ગેટ્સ સીનિયરના મૃત્યુનું મુખ્ય કારણ અલ્ઝાઇમર હતું. તેઓએ વર્ષ 1994માં જ વકાલત છોડી દીધી હતી. એવું માનવામાં આવે છે કે પિતાની સલાહથી જ બિલ અને મિલેન્ડા ગેસ્ટ ફાઉન્ડેશન અસ્તિત્વમાં આવ્યું હતું. બિલ ગેટ્સે પણ જણાવ્યું કે એક ફિલ્મ જોતી વખતે પિતા સાથેની વાતચીતમાં તેમને અહેસાસ થયો હતો કે તેમણે આ દુનિયા માટે કંઈક કરવું જોઈએ.

આ પણ વાંચો, Fact Check: સુધા મૂર્તિ વર્ષમાં એકવાર મંદિરની બહાર વેચે છે શાકભાજી? જાણો હકીકતમારા પિતા વગર ગેટ્સ ફાઉન્ડેશનનું અસ્તિત્વ ન હોત

બિલ ગેટ્સે કહ્યું કે, મારા પિતા વગર બિલ અને મિલેન્ડા ગેટ્સ ફાઉન્ડેશન ક્યારેય અસ્તિત્વમાં આવ્યું જ ન હોત. હું તો હંમેશાથી જ માઇક્રોસોફ્ટને ચલાવવામાં ઘણો વ્યસ્ત રહ્યો અને હંમેશા ચેરિટી માટે થોડુંક ફંડ આપતો રહેતો હતો.


આ પણ વાંચો, સંજય દત્ત અચાનક મુંબઈ છોડી વિદેશ થયા રવાના, પત્ની માન્યતા પણ સાથે

તેઓએ વધુમાં કહ્યું કે, મારા પિતાએ આ ફાઉન્ડેશનની કલ્પના કરી અને તે કેવી રીતે કામ કરશે તેના માટે પણ ઘણી મહેનત કરી હતી. હું હંમેશાથી જ સમાજ પ્રત્યે આપણી જવાબદારીઓ પ્રત્યે સજાગ હતો અને મારી પાસેથી તેઓ આવું જ ઈચ્છતા હતા.
Published by: Mrunal Bhojak
First published: September 16, 2020, 10:53 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading