ગોળી બુલેટપ્રૂફ જેકેટને ભેદી ગઈ! પર્સમાં મૂકેલા સિક્કાઓના કારણે માંડ-માંડ બચ્યો જીવ

News18 Gujarati
Updated: December 22, 2019, 10:50 AM IST
ગોળી બુલેટપ્રૂફ જેકેટને ભેદી ગઈ! પર્સમાં મૂકેલા સિક્કાઓના કારણે માંડ-માંડ બચ્યો જીવ
પર્સમાં ફસાયેલી ગોળીને દર્શાવતા કોન્સ્ટેબલ વિજેન્દ્ર કુમાર.

બુલેટપ્રૂફ જેકેટને ભેદીને ગોળી પર્સમાં રાખેલા સિક્કામાં ફસાઈ ગઈ, કોન્સ્ટેબલે કહ્યું- 'આ મારું બીજું જીવન'

  • Share this:
ફિરોજાબાદ : નાગરિકતા સંશોધન કાયદા (Citizen Amendment Act) પર ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ દરમિયાન, ફિરોજાબાદ (Firozabad)થી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધ શુક્રવારે (20 ડિસેમ્બર 2019) ફિરોજાબાદમાં થઈ રહેલા હિંસક પ્રદર્શન દરમિયાન બુલેટપ્રૂફ જેકેટ (Bullet Proof Jacket) પહેરેલા એક પોલીસકર્મીને ગોળી મારવામાં આવી. જોકે, પર્સમાં રાખેલા સિક્કાઓના કારણે પોલીસકર્મીનો જીવ બચી ગયો. મળતી જાણકારી મુજબ, હિંસક પ્રદર્શન દરમિયાન કોન્સ્ટેબલ વિજેન્દ્રકુમાર પોતાની ટીમની સાથે સુરક્ષામાં તહેનાત હતા, તે દરમિયાન એક ગોળી તેમના બુલેટપ્રૂફ જેકેટને ભેદીને પર્સમાં ફસાઈ ગઈ. તેના કારણે તેમનો જીવ બચી ગયો.

મળતી માહિતી મુજબ, વિજેન્દ્ર કુમારે પર્સને શર્ટના ખિસ્સામાં રાખ્યું હતું. એવામાં એક ગોળી બુલેટપ્રૂફ જેકેટને ભેદીને પર્સમાં ફસાઈ ગઈ. વિજેન્દ્ર કુમારનું કહેવું છે કે તેના પર્સમાં એનક સિક્કા હતા. તેના કારણે જ ગોળી બુલેટપ્રૂફ જેકેટને ભેદીને સિક્કાઓને છેદી ન શકી. તેના કારણે તેમનો જીવ બચી ગયો. વિજેન્દ્ર કુમારનું કહેવું છે કે તેને હકિકતમાં એવું લાગી રહ્યું છે કે આ તેનો બીજું જીવન છે.

આ પણ વાંચો, શાહઆલમમાં પોલીસ પર પથ્થરમારો થતો હતો ત્યારે પ્રદર્શન કરી રહેલા યુવાનો બન્યા ઢાલપોલીસ પર પથ્થરમારો કરાયો

નોંધનીય છે કે, ફિરોજાબાદમાં શુક્રવારે નાગરિકતા સંશોધન કાયદાને લઈ ઉગ્ર પ્રદર્શન થયું હતું. પ્રદર્શન દરમિયાન પોલીસ પર પથ્થર મારો કરવામાં આવ્યો હતો. પોલીસ વાહનોમાં તોડફોડ અને આગચંપી કરવામાં આવી હતી. પ્રદર્શન કરી રહેલા લોકો તરફથી ફાયરિંગ કરવામાં આવી હતી. અહીં એક ચોકી પણ ફૂંકી મારવામાં આવી હતી. સૂત્રો મુજબ, ફિરોજાબાદમાં શુક્રવારની નમાજ બાદ નાના-નાના જૂથોમાં ઉતરેલા પ્રદર્શનકર્તાઓએ નાલબંદ પોલીસ ચોકીને સળગાવી દીધી હતી. સામે પાર્ક કરેલા કેટલાક વાહનોને પણ આગને હવાલે કરી દીધા હતા.

આ પણ વાંચો, વેબ ડેવલપરની નોકરી છોડી ઉગાડી રહ્યો છે ઓર્ગેનિક શેરડી, વેચી રહ્યો છે ગોળ અને ખાંડ
Published by: Mrunal Bhojak
First published: December 22, 2019, 10:50 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading