CAA વિરોધ : સોશિયલ મીડિયાની 15,344 વાંધાજનક પોસ્ટ વિરુદ્ધ કાર્યવાહી, 76 FIR, 108ની ધરપકડ

News18 Gujarati
Updated: December 23, 2019, 12:09 PM IST
CAA વિરોધ : સોશિયલ મીડિયાની 15,344 વાંધાજનક પોસ્ટ વિરુદ્ધ કાર્યવાહી, 76 FIR, 108ની ધરપકડ
સોશિયલ મીડિયામાં જ્યારે આ વાત ફેલાઇ તો લોકોએ પાકિસ્તાન અને ત્યાંની વ્યવસ્થાની ખૂબ મજાક ઉડાવી. કોઇએ આ વાતને ફેક બતાવી તો કોઇ તેના માટે સરકારને જવાબદાર માની. હવે હકીકત કેટલી સાચી તે તો ખબર નહીં પણ સોશિયલ મીડિયામાં આ કિસ્સો હાલ વાયરલ થઇ રહ્યો છે.

ઉત્તર પ્રદેશમાં સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફૉર્મ પર કુલ 15344 વાંધાજનક પોસ્ટ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.

  • Share this:
લખનઉ : ઉત્તર પ્રદેશમાં સંશોધિત નાગરિકતા કાયદા (Citizenship (Amendment) Act, 2019)ને લઈને ઉત્તર પ્રદેશ પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે. જે અંતર્ગત સોશિયલ મીડિયા (Social Media) પર પણ પોલીસ સતત વાંધાજનક અને ભ્રમ ફેલાવતી પોસ્ટ પર નજર રાખી રહી છે. નાગરિકતા સંશોધનના વિરોધમાં સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ ટ્વિટર, વૉટ્સઍપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ વગેરે પર વાંધાજનક/ભ્રમ ફેલાવતી પોસ્ટ, વીડિયો સંદેશ વગેરે મામલે પ્રદેશમાં અત્યાર સુધી 76 FIR દાખલ કરવામાં આવી છે. જેમાં 108 લોકોની ધરપકડ કરવામાં આવી છે. એટલું જ નહીં સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર કુલ 15344 પોસ્ટ વિરુદ્ધ કાર્યવાહી ચાલી રહી છે. જેમાં ટ્વિટરની 6612, ફેસબુકની 8577 અને યુટ્યૂબની 155 પોસ્ટ સામેલ છે. આ ઉપરાંત અન્ય પ્રોફાઇલ પોસ્ટ પર પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધી 164 FIR

આ ઉપરાંત આખા ઉત્તર પ્રદેશમાં ફરિયાદ નોંધવાની અને તાત્કાલિક કાર્યવાહી કરવાની કામગીરી ચાલી રહી છે. આ મામલે પ્રદેશમાં અત્યાર સુધી 164 એફઆઈઆર નોંધાઈ ચુકી છે, જ્યારે 879 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે અને 5312 લોકોની અટકાયત કરવામાં આવી છે. પોલીસે દાવો કર્યો છે આખા પ્રદેશમાં કાયદો અને વ્યસ્થાની સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે, અને જન-જીવન એકદમ શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે.



ડીજીપી મુખ્યાલય તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે સંશોધિક નાગરિકતા કાયદાના વિરોધમાં 10મી ડિસેમ્બરથી અત્યાર સુધી પ્રદેશના અલગ અલગ વિસ્તારોમાં વિરોધ પ્રદર્શનો, આગના બનાવો, તોડફોડ તેમજ પોલીસ પર ફાયરિંગ જેવી ઘટનાઓ સંદર્ભે કુલ 164 કેસ દાખલ કરવામાં આવ્યા છે. જેમાં 879 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત 5312 લોકોની અટકાયત કરીને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

61 પોલીસકર્મીઓને ગોળી વાગીઅત્યાર સુધી પ્રાપ્ત વિગત પ્રમાણે સીએએના વિરોધમાં આખા પ્રદેશમાં થયેલા ઉગ્ર દેખાવો અને હિંસા, આગના બનાવો તેમજ તોડફોડની ઘટનાઓમાં 288 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. જેમાં 61 પોલીસકર્મીઓને ગોળી વાગી છે. ઘટનાસ્થળો પરથી 647 ગેર પ્રતિબંધિત બોર (315 બોર, 12 બોર)ના ખોખા કારતૂસ, 69 જીવિત કારતૂસ તેમજ 35 અવૈધ તમંચા મળી આવ્યા છે. પોલીસના કહેવા પ્રમાણે આખા પ્રદેશમાં સ્થિતિ સામાન્ય છે.
Published by: Vinod Zankhaliya
First published: December 23, 2019, 12:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading