પાકિસ્તાની સંગઠન ISI અને LTTE એ રચ્યું CDS હેલિકોપ્ટર ક્રેશનું ષડયંત્ર! રિટાયર્ડ બ્રિગેડિયરે વ્યક્ત કરી આશંકા

News18 Gujarati
Updated: December 9, 2021, 7:37 PM IST
પાકિસ્તાની સંગઠન ISI અને LTTE એ રચ્યું CDS હેલિકોપ્ટર ક્રેશનું ષડયંત્ર! રિટાયર્ડ બ્રિગેડિયરે વ્યક્ત કરી આશંકા
ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS)જનરલ બિપિન રાવતનું બુધવારે એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયું

General Bipin Rawat helicopter crash - હેલિકોપ્ટર ક્રેશની તપાસ પહેલા ભારતીય સેનામાં 35 વર્ષ સુધી સેવા કરનાર રિટાયર્ડ બ્રિગેડિયર સુધીર સાવંતે (Sudhir Sawant)મોટા દાવો કર્યો

  • Share this:
નવી દિલ્હી : ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS)જનરલ બિપિન રાવતનું બુધવારે એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયું (Chief of Defense Staff General Bipin Rawat)છે. તે 63 વર્ષના હતા. સીડીએસનું હેલિકોપ્ટર ક્રેશ (cds helicopter crash)કેવી રીતે થયું તેની તપાસ કરવામાં આવશે. હેલિકોપ્ટર ક્રેશની તપાસ પહેલા ભારતીય સેનામાં 35 વર્ષ સુધી સેવા કરનાર રિટાયર્ડ બ્રિગેડિયર સુધીર સાવંતે (Sudhir Sawant)મોટા દાવો કર્યો છે. રિટાયર્ડ બ્રિગેડિયર સુધીર સાવંતનું કહેવું છે કે તમિલનાડુમાં સીડીએસનું હેલિકોપ્ટર ક્રેશ (helicopter crash)થવું LTTEની રણનીતિનો ભાગ હોઇ શકે છે. તેમણે કહ્યું કે તમિલ ઇલમના લિબરેશન ટાઇગર્સનું (LTTE)કેડર આઈઈડી બોમ્બ પ્લાન્ટ કરવામાં એક્સપર્ટ છે અને આ સમૂહ પાસે મોટી સંખ્યામાં લોકો છે જે આવી ઘટનાને અંજામ આપી શકે છે.

દૈનિક ભાસ્કરના રિપોર્ટ પ્રમાણે રિટાયર્ડ બ્રિગેડિયર સુધીર સાવંતે કહ્યું કે જે વિસ્તારમાં સીડીએસ જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર ક્રેશ થયું કે આખો LTTEનો ગઢ છે. આ વિસ્તારમાં ઘણા સામાન્ય લોકો પણ LTTE સમર્થક છે. કમાન્ડો ઇંસ્ટ્રક્ટર LTTE સાથે અથડામણ કરી ચૂકેલા સુધીર સાવંતનું કહેવું છે કે જે રીતે સીડીએસનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે તે LTTEની સ્ટાઇલથી મળે છે.

આ પણ વાંચો - Next CDS: બિપિન રાવતના નિધન પછી કોણ બનશે દેશના આગામી CDS? આ બે નામ છે રેસમાં

આઈએસઆઈનો પણ હોઇ શકે છે હાથ

સુધીર સાવંતે કહ્યું કે તમિલ ઇલમના લિબરેશન ટાઇગર્સ લાંબા સમયથી ભારતીય સેના અને ભારતથી નારાજ છે. સેનાએ LTTEના નેટવર્કને તોડી નાખ્યું છે. જેથી ષડયંત્રમાં LTTEના બચેલા લોકો અને પાકિસ્તાની ઇન્ટેલિજેન્સ એજન્સી ISIનો હાથ હોઈ શકે છે. તેમણે કહ્યું કે બની શકે તે હેલિકોપ્ટર ક્રેશને ISI અને LTTE એ મળીને અંજામ આપ્યો હોય.

આ પણ વાંચો - જનરલ Bipin Rawatના એ 6 નિવેદનો, જેનાથી ચીન-પાકિસ્તાન ધ્રુજી ઉઠ્યા હતામોટા કેડરની જરૂરત નથી

બ્રિગેડિયર સાવંતે કહ્યું કે આમ તો હેલિકોપ્ટરમાં બોમ્બ બ્લાસ્ટ કરવો આસાન કામ નથી. જોકે આ ઇનસાઇડ જોબનું કામ હોઇ શકે છે. જે રીતે હેલિકોપ્ટરને ક્રેશ કરવામાં આવ્યું છે આ પ્રકારના હુમલાને અંજામ આપવા માટે LTTE ને કોઇ મોટા કેડરની જરૂર નથી. આવું કરવા માટે ફક્ત બે લોકો જ કાફી છે. બ્રિગેડિયર સાવંતે આશંકા વ્યક્ત કરીકે સીડીએસ હેલિકોપ્ટર ક્રેશમાં LTTE દ્વારા નાની દૂરી પર વાર કરનાર મિસાઇલનો ઉપયોગ કરવામાં આવ્યા હોય.
Published by: Ashish Goyal
First published: December 9, 2021, 7:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading