CISF કર્મીઓએ FB, Twitter એકાઉન્ટની આઈડી આપવી પડશે, નહીં તો થશે કાર્યવાહી

News18 Gujarati
Updated: August 1, 2020, 9:44 PM IST
CISF કર્મીઓએ FB, Twitter એકાઉન્ટની આઈડી આપવી પડશે, નહીં તો થશે કાર્યવાહી
CISF કર્મીઓએ FB,Twitter એકાઉન્ટની આઈડી આપવી પડશે, નહીં તો થશે કાર્યવાહી

આ નિયમોનો ભંગ કરનારે સખત કાનૂની અને અનુશાસનિક કાર્યવાહીનો સામનો કરવો પડશે

  • Share this:
નવી દિલ્હી : કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષાબળ/સીઆઈએસએફે પોતાના લગભગ 1.62 લાખ કર્મીઓને સોશિયલ મીડિયા (Social Media) ના ઉપયોગના સિલસિલામાં નવા દિશાનિર્દેશ જાહેર કર્યા છે. જે અંતર્ગત કર્મીઓએ ટ્વિટર, ફેસબુક અને ઇંસ્ટાગ્રામ જેવા મંચો પર ઉપયોગ કરાતા પોતાનો યૂઝર આઈડીનો ખુલાસો સંબંધિત એકમ સક્ષમ કરવાનો નિર્દેશ જાહેર કર્યો છે. આ નિયમોનો ભંગ કરનારે સખત કાનૂની અને અનુશાસનિક કાર્યવાહીનો સામનો કરવો પડશે.

દિલ્હી સ્થિત સીઆઈએસએફ મુખ્યાલય દ્વારા જાહેર કરેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે ઓનલાઇન મંચો દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા બળના અનુશાસનને ઉભા થયેલા ખતરાને જોતા આ દિશાનિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. સીઆઈએસએફ હાલ દેશમાં 63 એરપોર્ટ, હવાઇક્ષેત્ર સાથે જોડાયેલ કેટલાક મહત્વપૂર્ણ સ્થાન સિવાય અલગ અલગ સરકારી મંત્રાલયો અને ભવનોની સુરક્ષા કરે છે. કેટલાક કર્મીઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ રાષ્ટ્ર અને સંગઠનની સંવેદનશીલ સૂચના આપવા તથા સરકારની નીતિયોનો વિરોધ કરવામાં કરી રહ્યા છે.


આ પણ વાંચો - ‘વર્ષ 2020ના અંત સુધી અમેરિકાના લોકોને મળી જશે Covid-19ની વેક્સીન’

નવા દિશા નિર્દેશોમાં સીઆઈએસએફ કર્મીઓ માટે જાહેર કરવામાં આવ્યા છે. જે કર્મીઓ ટ્વિટર, ફેસબુક, ઇંસ્ટાગ્રામ, યુ ટ્યૂબ જેવા સોશિયલ મીડિયા પર પોતાના દ્વારા ઉપયોગ થનાર યૂઝર આઈડીનો સંબંધિત એકમ દ્વારા વિભાગને ખુલાસો કરવો પડશે. યૂઝર આઈડીમાં કોઈ ફેરફાર કરવાની સ્થિતિમાં કે નવો બનાવવાની સ્થિતિમાં તેના વિશે સંબંધિત વિભાગને જાણ કરવી પડશે.
Published by: Ashish Goyal
First published: August 1, 2020, 9:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading