રાહુલ ગાંધીનો મોદી સરકાર પર કટાક્ષઃ પોતાનો જીવ જાતે બચાવો, PM મોર સાથે વ્યસ્ત છે

News18 Gujarati
Updated: September 14, 2020, 11:52 AM IST
રાહુલ ગાંધીનો મોદી સરકાર પર કટાક્ષઃ પોતાનો જીવ જાતે બચાવો, PM મોર સાથે વ્યસ્ત છે
રાહુલ ગાંધી (ફાઇલ તસવીર)

અનિયોજીત લૉકડાઉન એક વ્યક્તિના અહંકારનું પરિણામ છે, જેના કારણે કોરોના દેશભરમાં ફેલાયો છેઃ રાહુલ ગાંધી

  • Share this:
નવી દિલ્હીઃ સંસદનું ચોમાસું સત્ર (Parliament Monsoon Session) શરૂ થતાં પહેલા કૉંગ્રેસ (Congress)ના પૂર્વ અધ્યક્ષ અને નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ ફરી એકવાર મોદી સરકાર (Modi Government)ને કોરોના (Corona)ના વધતા કેસને લઈ ઘેરવાનો પ્રયાસ કર્યો. રાહુલ ગાંધીના ટ્વિટથી અંદાજો લગાવી શકાય છે કે આ વખતે સંસદમાં સરકારને ઘેરવાની પૂરેપૂરી તૈયારી કરી દીધી છે. રાહુલ ગાંધીએ કટાક્ષ કરતાં કહ્યું છે કે મોદી સરકારે કહ્યું છે કે આત્મનિર્ભર બનો એટલે કે પોતાનો જીવ જાતે જ બચાવો કારણ કે PM મોર સાથે વ્યસ્ત છે.

સંસદના ચોમાસું સત્રમાં અનુમાન મુજબ વિપક્ષ મોદી સરકારને કોરોના અને ચીન સરહદ વિવાદ જેવા મુદ્દાઓ પર ઘેરવાની તૈયારીમાં છે. ચોમાસું સત્ર પહેલા રાહુલ ગાંધીએ જે રીતે ટ્વિટ કર્યું છે ત્યારબાદથી સંસદમાં હોબાળો વધી ગયો છે. તેઓએ ટ્વિટરના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પર કટાક્ષ કરતાં લખ્યું કે, કોરોના સંક્રમણના આંકડા આ સપ્તાહે 50 લાખ અને એક્ટિવ કેસ 10 લાખને પાર થઈ જશે. અનિયોજીત લૉકડાઉન એક વ્યક્તિના અહંકારનું પરિણામ છે, જેનાથી કોરોના દેશભરમાં ફેલાયો છે. મોદી સરકારે કહ્યું કે આત્મનિર્ભર બનો એટલે કે પોતાનો જીવ જાતે બચાવો કારણ કે PM મોરની સાથે વ્યસ્ત છે.


આ પણ વાંચો, રાષ્ટ્રપતિ કોવિંદ અને PM મોદીથી લઈને ઉદ્યોગપતિ-પત્રકારો સુધી, આ તમામ પર નજર રાખી રહ્યું છે ચીનઃ રિપોર્ટ

નોંધનીય છે કે, આ વખતે ચોમાસું સત્ર 14 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી ચાલશે. કોરોના વાયરસના વધતા સંક્રમણને જોતાં આ વખતે ચોમાસું સત્ર માત્ર 18 દિવસનું જ હશે. આ વખતે શનિવાર અને રવિવારે પણ ગૃહની કાર્યવાહી ચાલુ રહેશે.

આ પણ વાંચો, ભારતમાં 24 કલાકમાં 92 હજાર લોકો થયા કોરોનાથી સંક્રમિત, 1136 દર્દીનાં મોત

સત્ર શરૂ થતાં પહેલા વડાપ્રધાન મોદીએ પત્રકારોને સંબોધિત કર્યા. વડાપ્રધાન મોદીએ હિન્દી દિવસની શુભેચ્છાઓ પાઠવી. પીએમ મોદીએ કહ્યું કે આજે જ્યારે આપણી સેના વીર જવાન હિંમતની સાથે, ઉત્સાહ સાથે, દુર્ગમ પહાડીઓ સાથે તૈનાત છે. થોડા સમય બાદ બરફવર્ષા શરૂ થશે. આવા સમયમાં આપણે જવાનો સાથે એકજૂથ રહેવાની જરૂર છે.
Published by: Mrunal Bhojak
First published: September 14, 2020, 11:52 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading