કોરોના પર સ્વાસ્થ્ય મંત્રાલયનું ચોંકાવનારું નિવેદન, કહ્યું - બધી વસ્તીને નહીં લાગે વેક્સીન

News18 Gujarati
Updated: December 1, 2020, 9:12 PM IST
કોરોના પર સ્વાસ્થ્ય મંત્રાલયનું ચોંકાવનારું નિવેદન, કહ્યું - બધી વસ્તીને નહીં લાગે વેક્સીન
કોરોના પર સ્વાસ્થ્ય મંત્રાલયનું ચોંકાવનારું નિવેદન, કહ્યું - બધી વસ્તીને નહીં લાગે વેક્સીન

દેશમાં કોરોના વાયરસને (Coronavirus)લઈને સ્વાસ્થ્ય મંત્રાલયે કેટલીક જાણકારી શેર કરી

  • Share this:
નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસને (Coronavirus)લઈને સ્વાસ્થ્ય મંત્રાલયે (Health Ministry)કેટલીક જાણકારી શેર કરી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે કહ્યું કે નવેમ્બરમાં કોવિડ-19 (Covid-19)સંક્રમણથી ઠીક થનાર દર્દીઓની સંખ્યા એવરેજ મામલાથી વધારે છે. કોરોના વેક્સીન પર (Corona Vaccine)બોલતા સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે હું એ સ્પષ્ટ કરવા માગું છું કે સરકારે ક્યારેય આખા દેશને વેક્સીન લગાવવાની વાત કરી નથી. એ જરૂરી છે કે આવા વૈજ્ઞાનિક બાબતો વિશે તથ્યોના આધારે વાત કરવામાં આવે.

તેમણે કહ્યું કે વેક્સીનેશન વેક્સીન કેટલી પ્રભાવકારી છે તેના પર નિર્ભર કરશે. અમારો ઉદ્દેશ્ય કોરોના ટ્રાન્સમિશન ચેઈનને તોડવાનો છે. જો અમે ખતરા વાળા લોકોને વેક્સીન લગાવીને ટ્રાન્સમિશન રોકવામાં સફળ રહ્યા તો કદાચ બધી વસ્તીને વેક્સીન લગાવવાની જરૂર પડશે નહીં.

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા કહ્યું હતું કે આજે પણ વિશ્વના મોટા દેશોના મુકાબલે ભારતમાં પ્રતિ દસ લાખ લોકો પર કેસ સૌથી ઓછા છે. અનેક એવા દેશ છે જ્યાં ભારતથી પ્રતિ દસ લાખ લોકો પર આઠ ગણાથી વધારે કેસ છે. આપણો મૃત્યુદર પ્રતિ મિલિયન દુનિયામાં સૌથી ઓછા છે.

રાજેશ ભૂષણે કહ્યું કે (Rajesh Bhushan)નવેમ્બર મહિનામાં પ્રતિ દિવસ એવરેજ 43,152 કોવિડ-19 કેસ નોંધાયા છે. જ્યારે પ્રતિ દિવસ કોરોનાથી ઠીક થનાર દર્દીઓની સંખ્યા 47,159 છે.
Published by: Ashish Goyal
First published: December 1, 2020, 9:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading