રશિયાની વેક્સીન લીધા પછી 7માંથી 1 વ્યક્તિ પડી રહી છે બીમાર, ભારતમાં આવશે આ વેક્સીન

News18 Gujarati
Updated: September 18, 2020, 3:15 PM IST
રશિયાની વેક્સીન લીધા પછી 7માંથી 1 વ્યક્તિ પડી રહી છે બીમાર, ભારતમાં આવશે આ વેક્સીન
પ્રતીકાત્મક તસવીર

રશિયાની વેક્સીન લીધા પછી લગભગ 14 ટકા લોકોમાં તેની સાઇડ ઇફેક્ટ જોવા મળી છે.

  • Share this:
દેશમાં ઝડપથી કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. અને દરેક વ્યક્તિ કોરોનાની વેક્સીનની રાહ જોઇ રહ્યું છે. ભારતમાં બની રહેલી કોરોના વેક્સીન પહેલા જ રશિયાથી કોરોના વેક્સીન Sputnik V ભારત આવવાની આશા સેવાઇ રહી છે. જો કે આ વચ્ચે ખબર આવી છે કે રશિયાની વેક્સીન લેનાર 7માંથી 1 વોલેન્ટિયરમાં તેના સાઇડ ઇફેક્ટ જોવા મળી રહ્યા છે. આ વાતનો ખુલાસો રશિયાના સ્વાસ્થય મંત્રી મિખાઇલ મુરાશ્કોએ કર્યો છે.

મુરાશ્કોએ મોસ્કો ટાઇમ્સમાં આપેલા પોતાના એક નિવેદનમાં જણાવ્યું છે કે વેક્સીન લેનાર લગભગ 14 ટકા લોકોમાં તેની સાઇડ ઇફેક્ટ જોવા મળી છે. તેમણે કહ્યું કે કોરોના વેક્સીન લેનાર એક વ્યક્તિએ જણાવ્યું કે આ ડોઝ લીધા પછી તેને નબળાઇ અને માંસપેશીમાં દુખાવાની તકલીફ થઇ હતી. જો કે તેમણે એ પણ કહ્યું કે કોરોના વેક્સીન પછી આ રીતની મુશ્કેલીઓ આવશે તે વિષે તેમને પહેલાથી જાણકારી હતી. જો કે આવનારા દિવસોમાં બધુ ઠીક થઇ જશે.

ઉલ્લેખનીય છે કે આ વેક્સીનના ક્લિનિક્લ ટ્રાયલના શરૂઆતી પરિણામો 4 ડિસેમ્બરે ધ લેંસેટ જર્નલમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં કહ્યું હતું કે આ વેક્સીનને 76 લોકોને આપવામાં આવી હતી. વેક્સીન સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું બહાર આવ્યું છે. જર્નલમાં કહેવામાં આવ્યું છે કે 21 દિવસની વોલેન્ટિયર્સના શરીરમાં બીજી કોઇ પ્રકારની સાઇડ ઇફેક્ટની સાથે એન્ટીબોડી બની ગઇ હતી.

વધુ વાંચો : Coronavirus Vaccine: આ 3 વેક્સીનનું ભારતમાં થઇ રહ્યું છે ટ્રાયલ, સૌથી એડવાન્સ વેક્સીન થર્ડ ફેઝમાં છે

આ વેક્સીનની ક્લિનિકલ ટ્રાયલની શરૂઆતના અને છેવટના પરિણામાં Sputnik Vને પૂરી રીતે સુરક્ષિત હોવાની વાત કહી હતી. અને 21 દિવસોમાં વોલેન્ટિયર્સના શરીરમાં આની કોઇ ગંભીર સાઇડ ઇફેક્ટ નહતી જોવા મળી અને તેની એન્ટીબોડી પણ જોવા મળી હતી.
જો કે આમાં 58 ટકા લોકોએ ઈન્જેક્શન લગાવ્યા પછી દુખાવાની સમસ્યા આવી હતી. જો કે 50 ટકાને તાવ અને 42 ટકાના માથાના દુખાવાના ફરિયાદ પણ મળી હતી. જો કે 28 ટકા લોકોએ નબળાઇ અને 24 ટકા લોકોએ માંસપેશીઓમાં દુખાવાની વાત કહી હતી.
Published by: Chaitali Shukla
First published: September 18, 2020, 3:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading