નવી દિલ્હી. દેશમાં કોરોના વાયરસ (Coronavirus)ના વધતા કેસોને જોતાં કેન્દ્ર સરકાર (Central Government)એ મહારાષ્ટ્ર (Maharashtra), મધ્ય પ્રદેશ (Madhya Pradesh), પંજાબ (Punjab), જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir) અને છત્તીસગઢ (Chhattisgarh) જેવા રાજ્યોને કોવિડ-19 વેક્સીનેશન (Covid-19 Vaccination)માં ઝડપ લાવવા માટે કહ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે આ રાજ્યોના ફ્રન્ટલાઇન વર્કરો (Frontline Workers)ને વહેલી તકે કોરોના વેક્સીન આપવામાં આવવી જોઈએ.
મંત્રાલયે કહ્યું કે, કેટલાક જિલ્લાઓમાં કોરોનાનો સંક્રમણ દર વધવાના કારણે ફ્રન્ટલાઇ ન વર્કરોમાં ઇમ્યુનિટી વધારવા માટે તેમને વહેલી તકે કોરોના વેક્સીન આપવામાં આવવી જોઈએ. નોંધનીય છે કે ભારતમાં અત્યાર સુધી 1 કરોડથી વધુ લોકોને કોવિડ-19ની વેક્સીન આપવામાં આવી ચૂકી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના એડિશનલ સેક્રેટરી મનોહર અગ્નાનીએ કહ્યું કે થોડા દિવસોમાં પુણે, નાગપુર, મુંબઈ, અમરાવતી, થાણે અને અકોલામાં કોરોનાનો સંક્રમણ દર વધ્યો છે.
આવી જ રીતે સ્વાસ્થ્ય મંત્રાયલે મધ્ય પ્રદેશ સરકારને લખેલા એક પત્રમાં કહ્યું છે કે ઈન્દોર, ભોપાલ અને બૈતૂલ જિલ્લામાં કોરોનાનો સંક્રમણ દર વધ્યો છે. અગ્નાનીને જણાવ્યું કે, પંજાબમાં પણ કોરોના સંક્રમણના કેસ વધી રહ્યા છે. ત્રણ જિલ્લા એસબીએસ નગર, કપૂરથલા અને શ્રી મુક્તસર સાબિહમાં કોવિડ-19ના કેસ વધ્યા છે. આવી જ રીતે જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં અને છત્તીસગઢના રાજનંદગાંવમાં પણ કોરોનાના મામલા વધ્યા છે.
પાંચ રાજ્યોને કેન્દ્ર દ્વારા જાહેર પાઠવવામાં આવેલા પત્રમાં સલાહ આપવામાં આવી છે કે પ્રભાવિત રાજ્યોમાં હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સને વહેલામાં વહેલી તકે કોવિડ-19ની વેક્સીન આપવામાં આવે જેથી તેમને ઇમ્યુનિટી વધે.
પત્રમાં કહેવામાં આવ્યું છે કે રાજ્ય સરકારો જિલ્લા પ્રશાસનને આ દિશામાં તાત્કાલિક પગલા ભરવા માટે કહે.