ચિંતાઃ ભારતમાં કોરોનાના કહેરે અત્યાર સુધીમાં 40 હજારથી વધુ દર્દીઓનો ભોગ લીધો

News18 Gujarati
Updated: August 6, 2020, 10:07 AM IST
ચિંતાઃ ભારતમાં કોરોનાના કહેરે અત્યાર સુધીમાં 40 હજારથી વધુ દર્દીઓનો ભોગ લીધો
પ્રતીકાત્મક તસવીર

દેશમાં છેલ્લા 24 કલાકમાં 56,282 નવા કેસ નોંધાયા, એક જ દિવસમાં 904 દર્દીનાં મોત

  • Share this:
નવી દિલ્હીઃ ગુરુવાર સવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ દેશ (India)માં કોરોના વાયરસ (Coronavirus)ના 24 કલાકમાં 56,282 નવા કેસ નોંધાયા છે. ભારતમાં હવે સંક્રમિત લોકોની કુલ સંખ્યા 19.64 લાખને પાર થઈ ગઈ છે. બીજી તરફ એક જ દિવસમાં કોવિડ-19ના કારણે 904 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા હવે 19,64,537એ પહોંચી ગઈ છે.

નોંધનીય છે કે, કોરોના વાયરસ (COVID-19)ના ભારતમાં હવે 5 લાખ 95 હજાર 501 એક્ટિવ કેસ છે. બીજી તરફ, 13 લાખ 28 હજાર 337 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ 40,699 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

બીજી તરફ, દેશમાં કોરોના સેમ્પલ ટેસ્ટિંગની સંખ્યામાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ભારતમાં 5 ઓગસ્ટ સુધીમાં કુલ 2,21,49,351 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં 6,64,949 સેમ્પલ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો, PM મોદીએ અમદાવાદ આગ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું, CM રૂપાણી અને મેયર સાથે કરી વાત

ગુજરાતમાં પણ કોરોનાના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. 24 કલાકમાં કોરોના વાયરસના વધુ 1076 કેસ નોંધાયા છે. આ સાથે જ એક્ટિવ કેસની સંખ્યા 14815 થઈ ગઈ છે. દરમિયાન રાજ્યમાં 24 કલાકમાં 1046 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ 138 દર્દીઓને અમદાવાદથી અને 102 દર્દીઓને સુરતથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. દરમિયાન રાજ્યમાં 24 કલાકમાં વધુ 23 દર્દીનાં મોત થતા આંકડો 2557 પર પહોંચી ગયો છે.

આ પણ વાંચો, અયોધ્યામાં આવું દેખાશે રામ મંદિર, કલાકારી અને ભવ્યતાનું હશે બેજોડ સંગમગુજરાતમાં 24 કલાકમાં સુરતમાં 237, અમદાવાદ શહેરમાં 143, વડોદરામાં 105, રાજકોટમાં 80, જામનગર શહેરમાં 45, અમરેલીમાં 30 અને કચ્છમાં 27 કેસ નોંધાયા હતા. રાજ્યમાં 10 જિલ્લામાં સિંગલ ફિગરમાં કેસ નોંધાયા હતા. જેમાં ગીરસમોથનામાં 9, મહિસાગરમાં 9, નર્મદામાં 8, તાપીમાં 8, અને વલસાડમાં 7, જૂનાગઢમાં 5, અરવલ્લીમાં 3, અને છોટાઉદેપરમાં અને ડાંગમાં 2-2 તેમજ જામગનર શહેર અને દેવભૂમિ દ્વારાકના 1-1 કેસનો સમાવેશ થાય છે.
Published by: Mrunal Bhojak
First published: August 6, 2020, 10:01 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading