Corona India: દેશમાં છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધી સૌથી વધારે કેસ નોંધાયા, 1,089 દર્દી કોરોના સામે હારી ગયા

News18 Gujarati
Updated: September 5, 2020, 9:54 AM IST
Corona India: દેશમાં છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધી સૌથી વધારે કેસ નોંધાયા, 1,089 દર્દી કોરોના સામે હારી ગયા
હેલ્થકર્મી તરફથી કરવામાં આવી રહેલો રેપિડ ટેસ્ટ.

છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 1,089 લોકોએ જીવ ગુમાવ્યો છે, આ સાથે કુલ મોતની સંખ્યા 69,561 પર પહોંચી છે.

  • Share this:
નવી દિલ્હી : સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (Health Ministry) તરફથી શનિવારે સવારે જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં કોરોનાના કુલ કેસ 40 (Corona Total Cases India) લાખને પાર કરી ગયા છે. શનિવારે એક દિવસમાં સૌથી વધારે કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોરોનાના 86,432 કેસનો વધારો થયો છે. આ સાથે કુલ કેસની સંખ્યા 40,23,179 પર પહોંચી છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 1,089 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ સાથે કુલ મોતની સંખ્યા 69,561 પર પહોંચી છે. દેશમાં સતત ચોથા દિવસે કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 80 હજારને પાર થઈ રહી છે.

દેશમાં હાલ સક્રિય કેસની સંખ્યા 8,46,395 છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 10,59,346 સેમ્પલની તપાસ કરવામાં આવી છે. જે ગત દિવસ કરતા એક લાખ જેટલી ઓછી છે. આ સાથે દેશમાં અત્યાર સુધી કુલ 4,77,38,491 સેમ્પલની તપાસ કરવામાં આવી છે. દેશમાં સાજા થવાનો દર 77.2 ટકા છે, જ્યારે મોતની ટકાવારી 1.7 ટકા છે. વિશ્વમાં કુલ કેસની સંખ્યાની દ્રષ્ટિએ ભારતનું સ્થાન ત્રીજા નંબર પર છે.



રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નવા 1320 કેસ નોંધાયા

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 1,320 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1,218 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 14 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3,078 થયો છે. 24 કલાકમાં સૌથી વધુ સુરતમાં 271 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 1,016,95 છે. જેમાંથી એક્ટિવ કેસ 16,219 છે. શુક્રવારે રાજ્યમાં કુલ 75,453 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજો થવાનો દર 81.02 ટકા છે.

નીચે વીડિયોમાં જુઓ : રાજ્યના ત્રણ શિક્ષકોનું થશે સન્માન

આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં સુરતમાં 271, અમદાવાદમાં 171, રાજકોટમાં 162, વડોદરામાં 125, જામનગરમાં 111, ભાવનગરમાં 53, ગાંધીનગરમાં 36, પાટણમાં 30, જૂનાગઢ, પંચમહાલમાં 29-29, અમરેલી, મહેસાણામાં 26-26, કચ્છ, મોરબીમાં 25-25, બનાસકાંઠામાં 24, નર્મદામાં 20, ભરૂચમાં 19, ગીર સોમનાથમાં 15, સાબરકાંઠા, સુરેન્દ્રનગરમાં 14-14, નવસારી, તાપીમાં 13-13, આણંદ, દાહોદમાં 12-12, દેવભૂમિ દ્વારકામાં 10, ખેડા, મહિસાગરમાં 7-7, બોટાદ, છોટા ઉદેપુર, વલસાડમાં 6-6, અરવલ્લીમાં 3 સહિત કુલ 1320 નવા કેસ નોંધાયા છે.
Published by: Vinod Zankhaliya
First published: September 5, 2020, 9:54 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading