મહારાષ્ટ્રના ગર્વનરે ઉદ્ધવને ‘તમે સેક્યુલર થઈ ગયા છો’ વાળા પત્ર શાહે કહ્યું - આવા શબ્દોની પસંદગીથી બચી શકાયું હોત

News18 Gujarati
Updated: October 17, 2020, 10:31 PM IST
મહારાષ્ટ્રના ગર્વનરે ઉદ્ધવને ‘તમે સેક્યુલર થઈ ગયા છો’ વાળા પત્ર શાહે કહ્યું - આવા શબ્દોની પસંદગીથી બચી શકાયું હોત
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ મુખ્યમંત્રી ઠાકરેને લખેલા પત્રમાં સવાલ કર્યો હતો કે શું તમે ધર્મનિરપેક્ષ થઈ ગયા છો

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ મુખ્યમંત્રી ઠાકરેને લખેલા પત્રમાં સવાલ કર્યો હતો કે શું તમે ધર્મનિરપેક્ષ થઈ ગયા છો

  • Share this:
નવી દિલ્હી : મહારાષ્ટ્રના (Maharastra)રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી (Governor Bhagat Singh Koshyari) તરફથી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને (CM Uddhav Thackeray)હાલમાં લખેલા વિવાદાસ્પદ પત્ર વિશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah)કહ્યું કે કોશ્યારી પોતાના શબ્દોને વધારે સારા ઢંગથી ઉપયોગ કરી શકતા હતા. ઉલ્લેખનીય છે કે કોશ્યારીએ મુખ્યમંત્રી ઠાકરેને લખેલા પત્રમાં સવાલ કર્યો હતો કે શું તમે ધર્મનિરપેક્ષ થઈ ગયા છો. એડિટર ઇન ચીફ રાહુલ જોશી સાથે ખાસ ઇન્ટરવ્યુમાં અમિત શાહે ઘણા વિષયો પર ચર્ચા કરી હતી.

કોશ્યારીએ આ સપ્તાહની શરૂઆતમાં ઠાકરેને ભગવાન રામની ભક્તિ યાદ અપાવતા પત્ર લખ્યો હતો. રાજ્યની સત્તા સંભાળ્યા પછી ઠાકરે અયોધ્યાની (Ayodhya) યાત્રા સાથે પંઢરપુરમાં વિઠ્ઠલ રુકમણી મંદિરની યાત્રા અને પંઢરપુરમાં અષાઢી એકાદશીના દિવસે વિઠ્ઠલ રુકમણી મંદિરમાં પૂજા કરી હતી.

આ પણ વાંચો - તનિષ્ક એડ વિવાદ : અમિત શાહે કહ્યું- ભારતમાં સામાજિક સમરસતાના મૂળ ઘણા મજબૂત

ઠાકરેને ‘હિન્દુત્વના મજબૂત સમર્થક’ બતાવતા પોતાના વ્યંગ્યાત્મક પત્રમાં લખ્યું હતું કે તેમને આશ્ચર્ય થઈ રહ્યું છે કે શું સીએમને પૂજાના સ્થળોને ફરીથી ખોલવાના પગલાને સ્થગિત રાખવા માટે કોઈ દૈવીય આદેશ મળી રહ્યો છે કે પછી તમે પોતાને ધર્મનિરપેક્ષ બનાવી ચૂક્યા છો. એક શબ્દ જેને તમે નફરત કરતા હતા?

પાર્ટીએ કોશ્યારીની ટિપ્પણીને કેવી રીતે જોઈ છે તેવા સવાલ પર અમિત શાહે કહ્યું હતું તે મેં પત્ર વાંચ્યો છે. તેમણે એક ચલતાઉ સંદર્ભ આપ્યો છે. પણ મને લાગે છે કે શબ્દોની પસંદગી તેમણે ટાળી હોત તો સારું રહેત. જોકે મારું માનવું છે કે ગર્વનર તે વિશેષ શબ્દોથી બચી શકતા હતા.મહારાષ્ટ્ર સરકારના મંદિર ના ખોલવાના નિર્ણય પછી ગર્વનરે આ પત્ર લખ્યો હતો.
Published by: Ashish Goyal
First published: October 17, 2020, 10:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading