સેલ્ફીના ચક્કરમાં 7 છોકરીઓ તળાવમાં ડૂબી, 6નો બચાવ, એક કિશોરીની શોધખોળ ચાલુ

News18 Gujarati
Updated: January 19, 2021, 11:08 AM IST
સેલ્ફીના ચક્કરમાં 7 છોકરીઓ તળાવમાં ડૂબી, 6નો બચાવ, એક કિશોરીની શોધખોળ ચાલુ
તળાવ કિનારે પિકનિક માણતા લોકો સેલ્ફી લેવાના ચક્કરમાં ડૂબ્યા, માછીમાર અને પશુપાલકે જીવના જોખમે બચાવ્યો જીવ

તળાવ કિનારે પિકનિક માણતા લોકો સેલ્ફી લેવાના ચક્કરમાં ડૂબ્યા, માછીમાર અને પશુપાલકે જીવના જોખમે બચાવ્યો જીવ

  • Share this:
વરૂણ રાઠોડ, દેવાસ. સેલ્ફી લેવાના ચક્કરમાં આ વખતે દેવાસ (Dewas)માં એક દુર્ઘટના બની છે. અહીં સેલ્ફી (Selfie) લેવાના પ્રયાસમાં 7 છોકરીઓ અને મહિલાઓ તળાવમાં ડૂબી ગઈ. તે પૈકી 6 લોકોને ઘટનાસ્થળે હાજર માછીમારો અને સ્થાનિકોએ બચાવી લીધા, પરંતુ એક કિશોરીની હજુ સુધી ભાળ મળી નથી. કિશોરી પોતાના સગા-સંબંધીઓની સાથે પિકનિક કરવા માટે અહીં આવી હતી, પરંતુ સેલ્ફી લેવાના ચક્કરમાં દુર્ઘટનાનો શિકાર બની ગઈ.

દેવાસના રાજાનલ તળાવમાં આ દુર્ઘટના બની. દુર્ઘટનાનો શિકાર બનેલી કિશોરી પોતાના સગા-વહાલાની સાથે પિકનિક કરવા આવી હતી. તેની સાથે અન્ય મહિલાઓ અને છોકરીઓ પણ હતી. તેને બચાવવાના ચક્કરમાં એક પછી એક 6 છોકરીઓ અને મહિલાઓ તળાવમાં કૂદતી ગઈ. આ સૌને ત્યાં હાજર માછીમારો અને સ્થાનિકોને બચાવી લીધા, પરંતુ એક કિશોરીને ન બચાવી શક્યા. અંધારું થવાના કારણે રેસ્ક્યૂ ઓપરેશન રોકવું પડ્યું. સવાર થતા જ ફરીથી કિશોરીની શોધખોળ શરૂ કરવામાં આવી.

આ પણ વાંચો, થાઇલેન્ડના આ ગામમાં ભૂતનો ડર, પુરુષો પહેરવા લાગ્યા મહિલાઓના કપડા

આવી રીતે સર્જાઈ દુર્ઘટના

ખટાંબામાં પોતાના સગાવવહાલાને ત્યાં આવેલી કિશોરી પિકનિક કરવા માટે રાજાનલ તળાવમાં આવી હતી. પિકનિક દરમિયાન રાજાનલ તળાવ પર તમામ લોકો સેલ્ફી લેવામાં મસ્ત હતા. આ દરમિયાન એક કિશોરી અચાનક તળાવમાં પડી હતી. તેને બચાવવા માટે એક પછી એક 7 લોકો (જેમાં મહિલાઓ અને છોકરીઓ હતી)એ એક-બીજાને બચાવવાના ચક્કરમાં તળાવમાં કૂદવા લાગી. માછલી પકડનારા અને ભેંસ ચરાવનારા લોકોની નજર આ લોકો પર પડી. બંને પોતાના જીવની ચિંતા કર્યા વગર તળાવમાં કૂદી ગયા. બંનેએ 6 લોકોને તળાવથી બહાર કાઢ્યા પરંતુ એક કિશોરીની ભાળી નથી મળી.

આ પણ વાંચો, OMG! કોરોનાથી ડરી 3 મહિના સુધી શિકાગો એરપોર્ટમાં છુપાઈને રહેતો હતો આ ભારતીય શખ્સ

NDRF કરશે તલાશ

બીએનપી પોલીસ સ્ટેશન અંતર્ગત શહેરથી લગભગ 5 કિલોમીટર દૂર રાજાનલ તળાવમાં સેલ્ફી લેતી વખતે છોકરીઓ અને મહિલાઓ ડૂબી ગઈ. આ લોકોને ડૂબતા બે લોકોએ જોયા. બંનેએ તળાવમાં અનેક પ્રયાસો કર્યા બાદ 6 લોકોને સુરક્ષિત બચાવી દીધા, પરંતુ 14 વર્ષની કિશોરી નુજ્જત ડૂબી ગઈ. તે સાંવરેની રહેવાસી હતી. અંધારું હોવાના કારણે રેસ્ક્યૂ ઓપરેશન રોકી દેવામાં આવ્યું હતું.
Published by: Mrunal Bhojak
First published: January 19, 2021, 11:08 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading