માણસ આટલો ક્રૂર કેમ બન્યો, હાથી પર સળગતું ટાયર નાખ્યું, કાળજુ કંપાવતો VIDEO વાયરલ

News18 Gujarati
Updated: January 22, 2021, 10:10 PM IST
માણસ આટલો ક્રૂર કેમ બન્યો, હાથી પર સળગતું ટાયર નાખ્યું, કાળજુ કંપાવતો VIDEO વાયરલ
માણસ આટલો ક્રૂર કેમ બન્યો, હાથી પર સળગતું ટાયર નાખ્યું, કાળજુ કંપાવતો VIDEO વાયરલ

સળગતા ટાયરના કારણે હાથી ઇજાગ્રસ્ત થયો હતો અને થોડા દિવસો પછી સારવાર દરમિયાન તેનું મોત થયું

  • Share this:
ચેન્નઈ : તમિલનાડુમાં હાથી પર સળગતું ટાયર નાખવાનો કાળજુ કંપાવતા વીડિયો સામે આવ્યો છે. આ ઘટના તમિલનાડુના નીલગિરીની છે. કોઇ વ્યક્તિએ સળગતું ટાયર હાથીની ઉપર ફેક્યું હતું. સળગતા ટાયરના કારણે હાથી ઇજાગ્રસ્ત થયો હતો અને થોડા દિવસો પછી સારવાર દરમિયાન તેનું મોત (Elephant Dies Burning Tyre)થયું છે. હાથીના કાન પર સળગતું ટાયર નાખવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં હાથીના કાન પર સળગતું ટાયર જોવા મળે છે. હાથી પર સળગતું ટાયર નાખવાના કારણે તે દર્દથી આમથી તેમ ભાગવા લાગે છે. આ દરમિયાન તેના કાનની આસપાસનો ભાગ ખરાબ રીતે બળી ગયો છે.

અધિકારીએ કહ્યું કે હાથીના એક કાનમાં ઉંડા ઘાવના કારણે સારવારના દરમિયાન તેનું મોત થયું છે. સૂત્રોએ કહ્યું કે આ મામલે એક સંદિગ્ધ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.વીડિયોમાં એક વ્યક્તિ ઇમારતથી હાથી પર સળગતું ટાયર નાખે છે. જેના કારણે હાથીનો કાન ઇજાગ્રસ્ત થાય છે. આ પછી હાથી એક બંધ પાસે પડેલો જોવા મળ્યો હતો. પશુ ચિકિત્સકોએ હાથીની સારવારનો પ્રયત્ન કર્યો હતો પણ તે તેને બચાવી શક્યા ન હતા.

આ પણ વાંચો - ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવવા માટે હવે પાસ કરવો પડશે નવો ફિટનેસ ટેસ્ટ, BCCIનો મોટો નિર્ણય

આ હાથીની અંતિમ વિદાયનો પણ વીડિયો સામે આવ્યો છે. તેમાં ફોરેસ્ટ રેન્જર રડતાં-રડતાં અને હાથીની સૂંઢને ધીમે-ધીમે હાથમાં પંપાળતા જોવા મળી રહ્યા હતા. વીડિયો ક્લિપે માઇક્રોબ્લોગિંથ પ્લેટફોર્મ પર હજારો લોકોને ભાવુક કરી દીધા છે.
Published by: Ashish Goyal
First published: January 22, 2021, 10:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading