Farmers Protest: રાજસ્થાનની નાની બાળકીએ ખેડૂત આંદોલનના સમર્થનમાં ભર્યો હુંકાર, જુઓ VIDEO

News18 Gujarati
Updated: December 1, 2020, 9:35 AM IST
Farmers Protest: રાજસ્થાનની નાની બાળકીએ ખેડૂત આંદોલનના સમર્થનમાં ભર્યો હુંકાર, જુઓ VIDEO
વીડિયોમાં બાળકીએ કવિતાના માધ્યમથી ખેડૂતોની પીડાને વ્યક્ત કરતાં તેમને અપીલ કરી છે કે તેઓ પોતાની માંગોને લઈ અડગ રહે

વીડિયોમાં બાળકીએ કવિતાના માધ્યમથી ખેડૂતોની પીડાને વ્યક્ત કરતાં તેમને અપીલ કરી છે કે તેઓ પોતાની માંગોને લઈ અડગ રહે

  • Share this:
જયપુરઃ કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાયદા (New agricultural laws)ને પરત લેવાની માંગને લઈ દેશની રાજધાની દિલ્હીમાં ચાલી રહેલા જોરદાર ખેડૂત આંદોલનની વચ્ચે રાજસ્થાન કૉંગ્રેસ કમિટના પ્રદેશ અધ્યક્ષ ગોવિંદસિંહ ડોટાસરા (Govind Singh Dotasara)એ મરૂધરાની એક નાની બાળકીનો જોશીલો વીડિયો (Passionate video) સોશિયલ મીડિયા પર શૅર કર્યો છે. આ વીડિયોમાં આ બાળકી ખેડૂતોની પીડાને રજૂ કરીને તેમને પૂરા જોશ સાથે આંદોલનને તેજ કરવાની અપીલ કરી રહી છે. ડોટાસરાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર આ વીડિયોને શૅર કર્યો છે. ત્યારબા દ આ વીડિયો ખૂબ જ ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

રાજસ્થાનના પીસીસી ચીફ ડોટાસરાએ આ વીડિયો સોમવાર રાત્રે શૅર કર્યો હતો. ત્યારબાદ મંગળવાર સવાર સુધીમાં આ વીડિયોને લગભગ 10 હજાર લોકો જોઈ ચૂક્યા છે. આ વીડિયોને 245 વાર રિટ્વીટ કરવામાં આવી ચૂક્યો છે અને લગભગ દોઢ હજારથી વધુ લોકોએ તેને લાઇક કર્યો છે.

આ પણ વાંચો, Farmers Protest: આ યુવા આંદોલનકારી ખેડૂતોની તાકાતનો પ્રતીક બન્યો, જાણો કારણ2 મિનિટ 20 સેકન્ડના આ વીડિયોમાં આ બાળકી પોતાના નાના ભાષણના બાદ કવિતાના માધ્યમથી આંદોલનકારી ખેડૂતોમાં જોશ ભરતી જોવા મળી રહી છે. ડોટાસરાએ આ વીડિયોને શૅર કરવાની સાથે જ ટ્વીટર હેન્ડલ પર લખ્યું છે કે રાજસ્થાનની ગૌરવશાળી માટીથી આ નાની બાળકીએ ખેડૂત આંદોલનમાં મોદી સરકારને ઘેરતાં પોતાના બુલંદ અવાજમાં કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો છે, જરા સાંભળો.

આ પણ જુઓ, Viral Video: એમ્બ્યૂલન્સમાં ઘૂસીને સારવાર કરવા લાગ્યો વાંદરો, દર્દીના ઉડ્યા હોશ!

કેન્દ્ર સરકાર પર આકરા ચાબખા

વીડિયોમાં આ બાળકીએ ખેતરમાં ઊભા રહીને કોઈ પીઢ નેતાની જેમ માત્ર ભાષણ નથી આપ્યું પરંતુ તેણે પોતાની કવિતામાં કેન્દ્ર સરકાર પર આકરા ચાબખા પણ માર્યા છે. બાળકીએ પોતાની કવિતાના માધ્યમથી ખેડૂતોની પીડાને વ્યક્ત કરતાં તેમને અપીલ કરી છે કે તેઓ પોતાની માંગોને લઈ અડગ રહેજો. જ્યાં સુધી સફળતા ન મળી પાછળ હટતા નહીં. બાળકીનું કહેવું છે કે ખેડૂત છેવટે ક્યાં સુધી બિચારા થઈને આંસુ સારતા રહેશે. તેમણે સંઘર્ષથી સફળતાની નવી ગાથા લખવાની છે.
Published by: Mrunal Bhojak
First published: December 1, 2020, 9:34 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading