પાંચ રાજ્યોમાં ચૂંટણીની જાહેરાત, પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં મતદાન, 2 મે ના રોજ આવશે પરિણામ

News18 Gujarati
Updated: February 26, 2021, 9:05 PM IST
પાંચ રાજ્યોમાં ચૂંટણીની જાહેરાત, પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં મતદાન, 2 મે ના રોજ આવશે પરિણામ
તામિલનાડુ પુડુચેરી અને કેરળમાં એક જ તબક્કામાં મતદાન યોજાશે, ચૂંટણી પંચે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી

તામિલનાડુ પુડુચેરી અને કેરળમાં એક જ તબક્કામાં મતદાન યોજાશે, ચૂંટણી પંચે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી

  • Share this:
નવી દિલ્હી : ચૂંટણી પંચની (Election Commission Of India) પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી (Assembly Election in 5 States)ની તારીખોની જાહેરાત કરી છે.  તમિલનાડુ (Tamil Nadu), કેરળ (Kerala), પુડુચેરી (Puducherry), આસામ (Assam) અને પશ્ચિમ બંગાળ (West Bengal)માં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.

તામિલનાડુ, પુડુચેરીમાં અને કેરળમાં મતદાન 6 એપ્રિલે

તામિલનાડુ, પુડુચેરીમાં અને કેરળમાં એક જ તબક્કામાં મતદાન યોજાશે. આ ત્રણેય રાજ્યોમાં મતદાન 6 એપ્રિલે થશે. જ્યારે મત ગણતરી 2 મે ના રોજ કરવામાં આવશે.

પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં મતદાન

પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં વોટિંગ થશે. 294 સીટો વાળી વિધાનસભા માટે પ્રથમ તબક્કાનું વોટિંગ 27 માર્ચે થશે. આ પછી 1 એપ્રિલ, 6 એપ્રિલ, 10 એપ્રિલ, 17 એપ્રિલ, 22 એપ્રિલ, 26 એપ્રિલ અને 29 એપ્રિલે મતદાન થશે. પશ્ચિમ બંગાળમાં પણ 2 મે નો રોજ મત ગણતરી થશે.

આસામમાં ત્રણ ચરણમાં મતદાનઆસામમાં ત્રણ ચરણમાં વિધાનસભા ચૂંટણી પૂરી થશે. 27 માર્ચે પ્રથમ તબક્કાનું મતદાન થશે. પ્રથમ તબક્કામાં 47 સીટો પર મતદાન થશે. આ પછી 1 એપ્રિલે 39 સીટો પર અને 6 એપ્રિલે ત્રીજા તબક્કામાં 30 સીટો પર મતદાન થશે. મત ગણતરી 2 મે ના રોજ થશે.

ચૂંટણી પંચ અનુસાર તમિલનાડુમાં 24 મે, પશ્ચિમ બંગાળમાં 30 મે, આસામમાં 31 મે, પુડુચેરીમાં 8 જૂન અને કેરળમાં 1 જૂન 2021ના રોજ સરકારનો કાર્યકાળ ખતમ થવા જઈ રહ્યો છે.

ચૂંટણીવાળા રાજ્યોમાં હાલ કોની સરકાર?

નોંધનીય છે કે, પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના નેતૃત્વમાં તૃણમૂલ કૉંગ્રેસની સરકાર છે. તેની સાથે જ કેરળમાં પિનરાઇ વિજયનની આગેવાનીમાં લેફ્ટ ડેમોક્રેટીક ફ્રન્ટની સરકાર છે. બીજી તરફ આસામમાં સર્વાનંદ સોનોવાલની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. તમિલનાડુમાં ઈ. પલાનસ્વામીના નેતૃત્વમાં ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કડગમ (AIADMK)ની સરકાર છે.

આ પણ વાંચો - બોટાદ : અનોખો આઇડિયા, પક્ષીઓ માટે ટમેટાના સોસની બરણીમાંથી પંખી ઘર બનાવ્યા

ખાસ બાબત એ છે કે પુડુચેરીમાં નારાયણસામીની આગવાનીમાં કૉંગ્રેસની સરકાર હતી જે થોડા દિવસ પહેલા લઘુમતીમાં આવી ગઈ હતી. જેના કારણે નારાયણસામીને રાજીનામું આપી દેવું પડ્યું હતું. હાલ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે. નોંધનીય છે કે, તમિલનાડુમાં 234, પશ્ચિમ બંગાળમાં 294, આસામમાં 126, પુડુચેરીમાં 30 અને કેરળમાં 140 સીટો પર ચૂંટણી યોજાશે.આ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પૈકી સૌથી વધુ હાઇ-વોલ્ટેજ ડ્રામા પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં રહેવાનો છે, કારણ કે અહીં બીજેપીએ મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી TMCની સત્તાને પડકારી છે. TMCએ બીજેપીને બાહરીનું લેબલ આપ્યું છે. બીજી તરફ બીજેપી પોતાને સ્થાપિત કરવાના પ્રયાસોની વચ્ચે સતત મમતા પર આક્ષેપો કરી રહ્યું છે. બીજી તરફ TMCના અનેક નેતાઓની વિરુદ્ધ ભ્રષ્ટાચારના કેસમાં તપાસ ચાલી રહી છે.
Published by: Ashish Goyal
First published: February 26, 2021, 5:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading